Thursday, June 24, 2021

संत श्री माई स्वरुप चरित्र (गुजराथी भाषामे)

 

પ્રાસ્તાવિક

માઈધર્મના સ્થાપક માઈસ્વરૂપ માઈમાર્કડે માઈધર્મ અંગેનું સમગ્ર સાહિત્ય અંગ્રેજી ભાષામાં પ્રગટ કર્યું છે. અંગ્રેજી ન જાણતાં હોય એવાં ભકતજનો માટે વિવિધ પ્રાદેશિક ભાષામાં માઈજી અને માઈધર્મ વિષેની જાણકારી અપાય તો તે સહજ રીતે આત્મસાત કરી શકાય એવો કંઈક ખ્યાલ મનમાં રમ્યા કરતો હતો. તે દરમ્યાન યુ.આર.એમ. માઈશિશુ યુ.જી.મેનને અંગ્રેજીમાં લખેલું અને માઈજીની ૯૦મી જન્મજયંતિ પ્રસંગે પ્રગટ કરેલું 'સંત માઈસ્વરૂપ' પુસ્તક ધ્યાનમાં આવ્યું. માઇજીના જીવન અને સંદેશને સંક્ષિપ્તમાં સમાવી લેતી આ નાની પુસ્તિકાને ગુજરાતી ભાષામાં ઉતારી ગુજરાતી ભકતજનો સમક્ષ મૂકવાની મારી દ૨ખાસ્તને યુ.આર.એમ.મીનાક્ષી ચિતરંજન દીક્ષિતે ઉત્સાહપૂર્વક સ્વીકારી આ કાર્યમાં સહાય આપવાની તત્પરતા બતાવી અને મારા પ્રાથમિક અનુવાદને યોગ્ય ભાષામાં રૂપાંતર કર્યું. પરિણામે માઈકૃપાથી આ પુસ્તક ગુજરાતી ભાષી માઈભકતોના હાથમાં મૂકતાં આનંદ થાય છે.


અલબત્ત આ પુસ્તિકા વાંચતાં એમાંના પ્રસંગો છૂટક અને ગૂટક લાગશે.પરંતુ માળાના છૂટાં મણકાની જેમ જોઈએ તો આ પ્રાસંગિક મણકા માઈજીના જીવનદોરમાં પરોવાઈ એકસૂત્ર બન્યાં છે.

અંતમાં આ પુસ્તક છાપવાનું કામ યુ.આર.એમ. લલિતભાઈ ધોળકીયાએ (સંત માઈસ્વરૂપના બીજા પુત્ર) ઉપાડી લીધું તે બદલ ટ્રસ્ટ ઋણી છે.


માઈજી અને માઈધર્મ સહુના હ્મય સુધી પહોંચે અને સર્વજનો ૫૨ માઈકૃપા ઉતરે એવી માઈને પ્રાર્થના સાથે આ પુસ્તક માઈના ચરણકમળમાં મૂકું છું.

માઈધર્મ અંગે વિશેષ જાણકારી મેળવવા 'માઈ નિવાસ' શાન્તાક્રુઝ, મુંબઈ,નો સંપર્ક સાધવા વિનંતી છે.


તા.૨૩ ડીસેમ્બ૨૯૪

આપનો માઈમાર્કડ જયેન્દ્ર કે. ભટ્ટ

'માઈનિવાસ',

સરસ્વતી રોડ સાંતાક્રુઝ, મુંબઈ ૪૦૦ ૦૫૪


જ જયમાઈ છે


પ્રકરણ ૧


માઈજીના પૂર્વજો અને જન્મવૃતાંત


માઈભકતો માટે પેટલાદ ગામ એ ખ્રિસ્તીઓને મન

બેથલેહામ, મુસલમાનોને મન મક્કા, પારસીઓને મન અઝરે

બૈજન અને બૌધ્ધોમન કપિલવસ્તુ જેટલું જ પવિત્ર છે, કારણ કે આ પેટલાદમાં ઈ.સ.

૧૮૮૫ના ડિસેંબરની ૨૩મી તારીખે સવારે ૪-૩૦ કલાકે તેઓના પૂજય અને

પ્રિય માઈસ્વરૂપ માઈજીનો જન્મ થયો હતો. પેટલાદ એ ગુજરાતના

ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાનું મુખ્ય મથક ગણાય છે.

એ અમદાવાદથી દક્ષિણે રેલ રસ્તે ૮૭ કીલોમીટર દૂર આવેલું છે,

ત્યાં જે જુના ઘરમાં માઈસ્વરૂપ માઈજી પ્રગટ થયા હતા તે ઘ૨

સ્ટેશનથી લગભગ ૧ ૧/૨ કીલોમીટર દૂર લીમડી શેરીમાં આવેલું છે.

દાદા-દાદી અને માત-પિતા એમના કુટુંબ વિષેની થોડી માહિતી એમનું

જીવન અને કાર્ય સમજવામાં મદદરૂપ થશે. વડનગરા નાગર ગૃહસ્થ

જ્ઞાતિના ધોળકિયા કુટુંબમાં એમનો જન્મ થયો હતો. નાગરો એ

રૂઢીચુસ્ત બ્રાહ્મણો છે અને તેમને અંગ્રેજ લેખક અર્નેસ્ટ કર્કે એમના

પુસ્તક "ધી વર્લ્ડઝ નીડ એન્ડ માઈઝમ” (The World's need and

Mai-ism) માં મલબારના નાસ્તુદ્રીઓ અને મદ્રાસના આચાર્યો સાથે

સરખાવ્યાछे.

લગભગ એક સૈકા અગાઉ શ્રીયુત શંકરલાલ ધોળકિયા વડોદરાની

ડિસ્ટ્રીકટ કોર્ટમાં શિરસ્તેદાર તરીકે નીમાયા અને તેઓ ત્યાં તેમના

પત્ની ચંચળબા સાથે સ્થાયી થયાં. શ્રી. શંકરલાલભાઈ આદર્શવાદી,

ચારિત્ર્યવાન, નિર્ભય અને સરળ પ્રકૃતિના હતા અને તેઓ પોતાના

ઉચ્ચ અધિકારીઓની ચાહના મેળવવા ખુશામત કરતા નહોતા.

આથી જે ડિસ્ટ્રીકટ જજના હાથ નીચે એ કામ કરતા હતા તે એમની

રીતભાતથી નારાજ રહેતા, પણ એકવાર એવો પ્રસંગ બન્યો કે

જેનાથ એ જજની આંખો ઉઘડી ગઈ, અને શ્રી. શંકરલાલભાઈની સાચી

કીંમત સમજાઈ. એક વખત વડોદરા રાજયના દીવાન પોતે કોર્ટની તપાસ માટે આવ્યા હતા અને જજની ચેમ્બર 'માં બેઠા હતા ત્યારે શ્રી. શંકરલાલ જજને મળવા 'ચેમ્બર 'મા આવ્યા. તે વખતે દીવાન ઊભા થઈ ગયા અને કહ્યું,”પધારો, શંકરલાલ” જજને દીવાનનો આ વિવેક જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. એ વિચાર કરવા લાગ્યા કે રાજયના આ ઉચ્ચ અધિકારી જે ખુદ જજની નિમણું ક કરવાનો હક ભોગવે છે, અને વખત આવે તો એમને ઉઠાડી મૂકવાનો પણ અધિકાર ભોગવે છે એ વ્યકિત એક મામુલી શિરસ્તેદાર જેવી વ્યકિતને આટલા માનથી બોલાવે છે! શ્રી શંકરલાલ દીવાનના માનવાચક સંબોધનથી કે જજ સાહેબની

આશ્ચર્ય અને અણગમાભરી દ્રષ્ટિથી જરા પણ વિચલિત થયા નહીં અને એમણે તો એ બન્નેને આદરપૂર્વક પ્રણામ કર્યા અને પોતાનું કામ

પતાવી બહાર જતા રહ્યા, ચતુ ૨ દીવાન જજની દ્વિધા સમજી ગયા અને તેમણે જજ આગળ શું ક ર લાલભાઈના ઉમદા ચારિત્ર્યની પ્રશંસા કરી.

આ શંકરલાલભાઈના દીકરા રતનલાલ ધોળકિયા ઊંચી કલ્પના શકિત અને વિશાળ દષ્ટિ ધરાવતા હતા, વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતા શ્રી. રતનલાલ સ્વભાવથી અને વૃત્તિથી બુધ્ધના અનુયાયી હતા. એ મામલતદાર (તહેસીલદાર) હોવાથી અનેક પ્રકારની સરકારી ફરજો અદા કરતા હોવા છતાં એ એમની આજુબાજુના સહુને રાજી રાખી શકતા હતા. એમના પત્ની સૌ. પ્રભાલક્ષ્મીદેવી શ્રીકૃષ્ણના અનન્ય ભકત હતાં.

શ્રી. રતનલાલભાઈને ચાર દીકરા અને બે દીકરીઓ હતી. તેમના નામ ભાસ્ક ૨ ૨ાવ, માર્ક ડરાવ, વામન રાવ, પુંડરીક રાવ, સુ લાણાબહેન અને જયકુમા૨ીબહેન હતાં. આમાંના બીજા પુત્ર માર્ક ડરાવને ઈશ્વરે 'યુનિવર્સલ માઈઝમ'ના સ્થાપક તરીકે પસંદ કર્યા.


તાળવામાં ખાડો.


બહુ મહત્વનો નહીં પણ જાણવો ગમે એવો માઈસ્વરૂપના જન્મ વિષેનો એક કિસ્સો છે.

આ બાળકના જન્મથી જ માથાના તાળવામાં વચ્ચોવચ્ચ મોટો ઊંડો ખાડો હતો. પૃથ્વીના ગોળાના બે અધ ભાગ ઉધા કરીને બાજુબાજુમાં મૂકયા હોય એવું એ બાળકનું માથું દેખાતું હતું. જો કે બીજી રીતે આ દીકરો તંદુરસ્ત અને સામાન્ય હતો પણ સૌ. પ્રજાલક્ષ્મીબેનની ચિંતા અને દુ:ખનો કંઈ પાર ન હતો. “આ છોકરો તો પ્રદર્શનમાં મૂકવા લાયક છે.” “છે તો બધી રીતે ડાહ્યો પણ એને પાઘડી કેવી રીતે પહેરાવશો?” આવું આવું બોલીને એમનાં નજીકના મિત્રો અને સંબંધીઓ હસતાં હતાં. બળતામાં ઘી હોમાતું હોય એવી આ ટીકાઓથી બાળકની માને કેટલું દુ:ખ થતું હશે એનો એ લોકોને ભાગ્યે જ ખ્યાલ આવતો.


ભગવાન શ્રી કૃષ્ણ મદદ કરે છે.


દીકરાના માથાના ખાડાના પ્રશ્નથી મુંઝાઈને પ્રભાલક્ષ્મીબેન છેવટે ભગવાન શ્રી કૃષ્ણને શરણે ગયા. ભગવાનની સતત આજીજીપૂર્વક એ પ્રાર્થના કરતાં. પ્રભુ પોતાના નિષ્ઠાવાન સદયી ભકતોને કદી નીરાશ કરતો નથી, આ દુ:ખી માતાના સ્વપ્નમાં કૃષ્ણ ભગવાન આવ્યા અને કહ્યું કે ચિંતા ના કરીશ, બધું ઠીક થઈ જશે. મને અર્પણ કરેલું ચંદન નિયમિત રીતે આ ખાડામાં લગાડજે. કહેવાની જરૂર નથી કે ભગવાનનો આ આદેશ માતાએ શ્રધ્ધાપૂર્વક પાળ્યો અને સહુના આશ્ચર્ય વચ્ચે થોડા વખતમાં જ એ ખાડો જાણે કુદરતી રીતે જ પૂરાઈ ગયો અને બાળકનું માથું સામાન્ય રીતે હોવું જોઈએ તેવું જ થઈ ગયું.


શ્રી રામકૃષ્ણ પ૨મહંસનો આનંદ


શ્રી રામકૃષ્ણ પરમહંસ દૂર કલકત્તામાં રહેતા હતા અને એમને અસાધ્ય રોગ થયો હતો, તેઓ આ સંતના જન્મની પવિત્ર ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થયા હશે એમ લાગે છે. શ્રી. રામકૃષ્ણ ના જીવનપ્રસંગો નિરૂપતા "The Gospel of Shri Ramkrishna" નામના પુસ્તકમાંથી જાણવા મળે છે કે ઈ.સ.૧૮૮૫ના ડિસેંબરની ૨૩મી તારીખે વહેલી પરોઢે (શ્રી. માઈસ્વરૂપનો જન્મ થયો તે દિવસે અને તે સમયે) શ્રી રામકૃષ્ણ એકાએક ખૂબ આનંદમાં આવી ગયા હતા, અને

પોતાના ભકત સમુદાય માટે અનન્ય પ્રેમ દર્શાવ્યો હતો. ઘણાં માઈભકતોનું માનવું છે કે શ્રી. રામકૃષ્ણ ને આનંદ થયો તેનું રહસ્ય એ છે કે એમને અંત:પે ૨ણાથી જાણ થઈ ગઈ હતી કે આ પૃથ્વી પર એક નવા તારાનો ઉદય થયો છે. આ માન્યતાને શ્રી. રામકૃષ્ણ ના એ દિવસના ઉદગારો અનુમોદન આપે છે. એમણે કહ્યું હતું, "મારે બીજાને જે કંઈ કહેવાનું કે શિખવાડવાનું કાર્ય હતું એનો અંત આવી ગયો છે.

જ જયમાઈ જ


જે જમાઈ જ

પ્રકરણ ૨

શ્રી માઈસ્વરૂપની બાલ્યાવસ્થા લગભગ બધા જ ધર્મોમાં એવી

માન્યતા છે કે ઈશ્વર પોતાનું કાર્ય પાર પાડવા માટે અમુક ચોકકસ

વ્યકિતની પસંદગી કરે છે. કથા ઉપનિષદમાં કહ્યું છે કે ” 'સ્વ'ની

ઓળખ માત્ર ઈમના પુસ્તકો વાંચવાથી, તર્કો લડાવવાથી કે જ્ઞાન

પ્રાપ્ત કર્યાથી થતી નથી, પણ એ (ઈશ્વર) જેની પસંદગી કરે છે

તેને જ આત્મજ્ઞાન પ્રાપ્ત 214 . ("Aspirations from a Fresh world"

by Sakuntala Rao Sastri). પવિત્ર બાયબલમાં કહ્યું છે

(રોમન્સ ૯–૧૮) :"Therefore hath He mercy on whom He will

have mercy and whom He will, He hardeneth" "જે બીજા ઉપર

દયા રાખશે તે જ પ્રભુનો કૃપાપાત્ર ઠરશે” પવિત્ર કુરાનમાં કહ્યું છે કે

અલ્લાહ એની ઈચ્છા હોય એને સદમાર્ગ પણ બતાવે છે અને ગેરમાર્ગે

પણ દોરે છે. સંતોની પસંદગી ઈશ્વર જ કરે છે એમ કહે છે એનો અર્થ

એ જ કે જેના ઉપર ઈશ્વરની કૃપા ઊતરે છે તે જ વ્યકિત પરિપૂર્ણતા

પ્રાપ્ત કરી શકે છે. સંત પુરૂષ જન્મે છે, બનાવી શકાતા નથી.


માઈસ્વરૂપની જીંદગીના અસંખ્ય પ્રસંગો જોતા નિશંકપણે એટલું તો

જણાય છે. કે ધર્મ પ્રચારના કાર્યમાં અગત્યનો ફાળો આપવા

શ્રી માઈએ એમના પ૨ ખાસ અનુગ્રહ કરીને એમને પસંદ કર્યા હતા.

કદાચ નાસ્તિકો 'ભવાં ચઢાવે' અને ભૌતિકવાદીઓને વિચિત્ર લાગે

છતાંય શ્રી. માઈસ્વરૂપના જીવનના કેટલાંક પ્રસંગો એવા છે કે જેની

નોંધ આ મહાનિબંધમાં લીધા વગર ચાલે જ નહી. આ સંતને થયેલા

અનુભવો અને એમની આસપાસ ઘડાયેલી ઘટનાઓનો પાર પામવાનો

આ યોગ્ય સમય નથી, અને પોતાની એવી પાત્રતા હોવાનો દાવો પણ

આ લેખક કરતા નથી. દુનિયાના બધા જ સંતો જેવા કે અશો જરથોસ્ત, બુધ્ધ, ઈશુખ્રિસ્ત, મહમ્મદ, - સંત ફ્રાન્સીસ આદિ શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ અને બીજા ઘણાંની જીંદગીમાં રહસ્ય પ્રસંગો નોંધાયા છે, અને આ બઘાનું કોઈ તાર્કિક કારણ બતાવી શકાય એમ હોતું નથી, ભૌતિકવાદીઓ મન ખૂલ્લ રાખીને અને ઈરાદાપૂર્વક અવિશ્વાસથી દૂર રહીને આ ઘટનાઓને સમજવા પ્રયત્ન કરશે તો યોગ્ય ગણાશે.

આ માર્કડ નામનો છોકરો પહેલેથી જ ધાર્મિક વૃત્તિવાળો હતો. એ પોતાનો ઘણોખરો વખત એકાંતમાં અથવા ઈશ્વરના ધ્યાનમાં ગાળતો હતો. અંતર્મુખ સ્વભાવને લીધે એ ઘણી વખત બેધ્યાન બની જતો અને ભાઈ-બહેનો સાથે ભાગ્યે જ મુકત રીતે ભળી શકતો, એમની માતા પ્રભાલક્ષ્મી એમને કટુંબમાં જ મહેમાનની જેમ વર્તવા માટે ટોકતા હતા, તેઓ સ્વભાવે નમ્ર અને વિવેકી હતા, પરંતુ એમના વર્તનમાં એક પ્રકારની અલિપ્તતા અથવા તો આત્મિયતાનો અભાવ દેખાયા કરતો. જયારે દુનિયાદારીની, સમાજ વ્યવહારની વાતો થતી હોય ત્યારે એમનું મન જુદાં જ વિચારોમાં પરોવાયેલું રહેતું. એમની હાજરીમાં જે ચર્ચા ચાલી રહી હોય એ એમને સમજાઈ છે કે નહીં એ જાણવા માટે એમના પિતા ઘણીવાર એમને પ્રશ્નો પૂછતા ત્યારે એ હસીને કચરાપટ્ટી' એવો ટુંકો જવાબ આપતા, એનો અર્થ એ કે પોતે પોતાના મગજને કચરો ભરવાની પેટી બનાવવા માંગતા નથી. એ ભાગ્યે જ અરીસામાં જોતા અને એમનો દેખાવ લગભગ લઘ ૨વઘ ૨

જ રહેતો.

'આ માર્કડ એ સામાન્ય છોકરો નથી જ' એવું પૂરવાર થાય તેવા બે પ્રસંગો માઈસ્વરૂપની કિશોરાવસ્થા દરમ્યાન બન્યા હતા, બન્ને પ્રસંગે તેઓ શારીરિક ઘાતમાંથી ઊગરી ગયા હતા. આવો એક પ્રસંગ ઈ.સ. ૧૮૯૭માં અને બીજો પ્રસંગ ઈ.સ. ૧૯૦૦માં બન્યો હતો.

ઊઠાવગીરો નિષ્ફળ ગયા.

એક સાંજે પોતાની એકાંતમાં ધ્યાન' કરવાની જગ્યાએથી ૧૨ વર્ષનો માર્કડ પાછો આવતો હતો. આ છોકરો રોજ આ રસ્તેથી એકલો જ પસાર થાય છે એ બાબત બે ઊઠાવગીરોના ધ્યાનમાં આવી, આ છોકરાને ઊઠાવી જવાની યોજના કરીને આ ઊઠાવગીરો રસ્તામાં એ જગ્યાએ છુપાઈને બેસી રહ્યા હતા. એ છોકરો ત્યાંથી પસાર થયો કે તરત જ તેઓ જ્યાં સંતાઈને બેઠા હતા ત્યાંથી બહાર નીકળ્યા. પણ એમણે એક ઊંચી પ્રભાવશાળી સ્ત્રીને છોકરાની પાછળ પાછળ જતી જોઈ.પેલા દુષ્ટોએ કદાચ એમ વિચાર્યું હશે કે આ બાઈનો ઈરાદો પણ છોકરાને ઊપાડી જવાનો હશે એટલે એ લોકો પણ એ સ્ત્રીની પાછળ પાછળ ચાલવા માંડયા, થોડા ફર્લાગ આ પ્રમાણે આ સરઘસ ચાલ્યું. છોકરાએ પકડાઈ જવાની બીકે ઉતાવળા ચાલવા માંડયુ. જેવો માર્કડ ગામની ભાગોળે પહોંચ્યો કે પેલી સ્ત્રી અદ્રશ્ય થઈ ગઈ, અને હવે પોતાની કારીગીરી માટે આ જગ્યા હવે સલામત નથી એમ સમજી ઉઠાવગીરો પણ પોબારા ગણી ગયા.

ઘોડાગાડી ઊંધી વળી ગઈ. 

બીજો પ્રસંગ ઈ.સ.૧૯૦૦નો છે. તે વખતે માર્કડની ઊંમર ૧૫ વર્ષની હતી. એકવાર એક અંગ્રેજ ગૃહસ્થ અમદાવાદના ભરચક લત્તામાંથી પોતાની ઘોડાગાડીમાં પસાર થઈ રહ્યાં હતા. તેમણે પોતાની ગાડીના રસ્તામાં એક છોકરાને બેધ્યાનપણે ઊભેલો જોયો. એમણે બૂમ પાડીને એ છોકરાને ચેતવવા પ્રયાસ કર્યો પણ આ છોકરાએ બુમ સાંભળી નહીં એટલે આ ગોરાએ તે સમયના અંગ્રેજોના સ્વાભાવિક તોરમાં ચાબુ ક વીંઝયો, રસ્તા પરના રાહદારીઓ કંઈક અવનવું બનવાના ભયથી રસ્તાની બાજુમાં સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા. આખોય પ્રસંગ એટલી ઝડપથી બની રહ્યો હતો કે કોઈ કંઈ જ કરી શકે એમ ન હતું એક અજાણ્યા છોકરા ઊપ૨ . પેલા અંગ્રેજો ભારે ગુસ્સાથી ચાબુ કે ઝીંકયો, પણ માઈના માર્ગો અગમ્ય છે. છેલ્લી ક્ષણે માઈ વચમાં પડી અને ચાબુક આ છોકરાને ચુ કી ગયો અને ઘોડાના પગમાં વટાઈ ગયો. પગમાં ચાબુક ભરાવાથી ઘોડો નીચે પડી ગયો અને ગાડી ઊંધી પડી ગઈ. આ ધમાલ થઈ એટલે પેલો છોકરો પોતાના ધ્યાનમાંથી જાગ્યો, અને પરિસ્થિતિનું ભાન થતાં તે ગભરાઈને દોડયો અને બાજુના ભદ્રકાળીના મંદિરમાં સંતાઈ ગયો.

એ રાત્રે માર્કડે સ્વપ્નમાં દિવસે બનેલો બનાવ ફરીથી જોયો અને માઈ સાથે વાતો કરી.

જ જયમાઈ જ


જ જય માઈ છે

પ્રકરણ-૩ 

કેટલાક પ્રયોગો અને અનુભવો.


એ સમયે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં બાળલગ્ન પ્રચલિત હતા.

બાળ વયના છોકરા છોકરીને પરણાવી દેવામાં કાયદો આડો આવતો

નહોતો. તે વખતના રિવાજ મૂજબ ઈ.સ. ૧૯૦૨માં શ્રી. રતનલાલ

ધોળકિયાએ તેમના પુત્ર માર્કડના લગ્ન શ્રી. મગનલાલભાઈ અને

સૌ. અતુલાબહેનના પૂત્રી દીનવંતી સાથે કર્યા.

આ યુવાન માર્કડને ગર્ભાવસ્થામાંથી જ સન્યાસીના સંસ્કાર પ્રાપ્ત થયા

હતા. હજી કિશોર હતા ત્યારથી જ એમણે નર્મદાના પાણીમાં

ગળાબૂડ ઊભા રહીને તપ કરવાની ટેવ પાડી હતી. નીતિશાસ્ત્રના

એમણે પોતાના આગવા નિયમો ઘડી કાઢયા. હતા. ઈ.સ.૧૯૦૩માં

એકવાર તેઓ ફાટેલા તૂટેલા કપડાં પહેરીને એક ગંદા ગાડામાં બેસી

ગીચ વસ્તીમાં ફર્યા હતા અને લોકોની ટીકાઓ અને અપમાન સહન

કરી. લીધા હતા. અહંકારને જીતીને આત્મસંયમ કેળવવા માટે અને

સામાજિક ભયને જીતવા માટે એમણે આ માર્ગ લીધો હતો.

અઢાર વર્ષની ઉમરે પૂનાની એન્જિનીયરીંગ કલેજમાં તેઓ દાખલ થયા

અને ર્કોલેજના વિદ્યાર્થીગૃહમાં રહેતા હતા, હોસ્ટેલના ખંડમાનો એમનો

સહનિવાસી વિદ્યાર્થીનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો હતો. એ પોતાના

શોખ અને સગવડમાં કોઈનીયે દખલ સહન કરી લેતો નહીં. આ મિત્રને

માર્કડભાઈની બેદરકારી ગમતી નહોતી, બન્નેના કપડાં મૂકવાની

જગ્યાઓ અલાયદી હતી છતાંય માર્કડભાઈ પોતાના કપડાં ગમે તે

જગ્યાએ મૂકતા કયારે ક પેલા મિત્ર ની હકની જગ્યાએ પણ પોતાનાં

કપડાં મુકી દેતા. પેલા ગુસ્સાવાળા મિત્ર ચેતવણી પણ આપી કે ફરીથી

આવું થશે તો એનું પરિણામ સારું નહી આવે, એમ છતાંય એક દિવસ

આ બેદરકારીનું પુનરાવર્તન હું , માર્કડભાઈએ પોતાનાં કપડાં બેધ્યાન

પણે નહોતાં લટકાવવાના તે જ જગ્યાએ તટકાવ્યા એટલે પેલો મિત્ર

ગુસ્સે થઈ ગયો અને એણે પેલાં મેલાં કપડાં ઊઠાવીન બારી બહાર

ગટરમાં ફેંકી દીધાં, અને ગુસ્સામાં છાતી કાઢી, મુઠીઓ વાળીને ઊભા

રહ્યો અને માર્કડભાઈના પ્રતિભાવની, શાબ્દિક કે શારીરિક પ્રહારની રાહ જોતો. ઊભો રહ્યો, પણ માર્કડભાઈએ સામે કોઈ પ્રતિભાવ દર્શાવ્યો નહીં. એ માત્ર હસ્યા, અને કબાટમાંથી બિસ્કીટનું પેકેટ કાઢી પેલા મિત્રને પોતાની સાથે બિસ્કીટ ખાવાનું આમ ણ આપ્યું, ઘણુ

ખરૂ ગુસ્સાથી ગુસ્સો વધે છે અને શાંતિનો પ્રતિભાવ શાંતિથી મળે છે. પેલો ગુસ્સાવાળો મિત્ર ફલાવેલા ફુગ્ગામાં સોય ભોંકાય, અને બધી હવા નીકળી જાય એમ નરમ પડી ગયો. એનું મન બદલાઈ ગયું અને પોતે ફેંકી દીધેલા કપડાં ગટર માંથી પાછાં લાવવા પ્રેમપૂર્વક તૈયાર થયો, આવું કરવા દઈશ તો એ મિત્ર બીજા તમાશો જોવા ભેગા થયેલા વિદ્યાર્થીઓમાં નીચો દેખાશે એમ સમજીને માર્કડભાઈએ માથું હલાવીને કહ્યું, " અરે, જવા દે, એની કંઈ ફિકર કરવાની જરૂર નથી, મારી પાસે પૂરતાં કપડાં છે અને એ ફેંકી દીધેલા તો આમે ય જૂનાં જ હતા.”

આ સંત માટે તો આ પ્રસંગ ભવિષ્યમાં પોતાના સ્વાભાવ ૫૨ અંકુશ મેળવવાના પ્રયોગનો એક પાઠ હતો. ઘણાં વર્ષો પછી માઈસ્વરૂપે એમના આધાર ગ્રંથ 'માઈઝમ'માં લખ્યું છે કે તમે આડેધડ અવ્યવસ્થિત રીતે કામ કરશો નહીં, કોઈ એક મુદો નક્કી કરો. દા.ત. ગુરડા પર કાબુ મેળવવો છે. પછી એને માટે અમુક સમય માટેનો કાર્યક્રમ ઘડી કાઢો. હું માત્ર મારા ગુસ્સા પર કાબુ મેળવું એટલું જ નહીં પણ કયારેક જાણીજોઈને એવા પ્રસંગો ઊભા કરતો કે બીજા મને ગુસ્સે થવાનું કારણ આપે, અને આત્મસયંમ કેળવવાની તક મળે.

મહાદેવનું મંદિર.


પૂના શહેરમાં એન્જિનીયર્ગ કલેજના છાત્રાલય નજીક પંચાલેશ્વ૨ અથવા પાતાળેશ્વ૨ નામે ઓળખાતી ગુફાઓ છે. ભૂતકાળમાં એક મોટા ખડકમાંથી કોઈ ઉત્સાહી લોકોએ એ ગુફાઓ કોતરી કાઢી હશે એમ લાગે છે. આજે પણ આ ગુફાઓ પર્યટકોને આકર્ષે છે. આ ગુફાઓની મધ્યમાં શિવની મૂર્તિ હતી, એથી માર્કડભાઈ એને મહાદેવ ગુફાઓ અને મહાદેવનું મંદિર કહેતા. કયારેક ચાંદની રાતે લોકોના કોલાહલથી દૂર એકાન્ત મેળવવા તેઓ આ ગુફાઓ પાસે જતા. કયારેક કયારે ક ત્યાં એકાદ ભજન બનાવતા અને ગાતા તે વખતે એમનું એક પ્રિય ભજન હતું એનો સારાંશ એવો હતો કે મારે માટે ઈશ્વરની કરૂણો પૂરતી છે, હું શા માટે મારા પાપ પણ્યનો બોજો લઈને ફરું? કૃત્રિમ આધુનિકતા વચ્ચે જીવતો અત્યંત ભાવનાશાળી આ વીસ વર્ષનો યુવાન ભવિષ્યમાં આકાર લેનારી ઘટનાઓની સ્પષ્ટ આગાહીરૂપ હતો.


આકસ્મિક મળતા ઉધાર નાણાં.


એક દિવસ અચાનક રાત્રે નવ વાગે માર્કડભાઈના ધ્યાનમાં આવ્યું કે આવતી કાલે કોલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ છે, અને પોતાની પાસે પૂરતી રકમ નથી. એમના પિતાજીનો મનીઓર્ડર હજી સુધી આવ્યો નહોતો. એમણે મદદ માટે 'માતાજી'ને પ્રાર્થના કરી અને બે કલાકમાં એમના ટેબલ પર રૂ.૮૦૦)નો ઢગલો દેખાયો. વાત એવી બની હતી કે હોસ્ટેલમાં એવા સમાચાર આવ્યા હતા કે કેટલાક લૂંટારા રેલ્વેના પાટા પાસે સંતાઈ ગયા છે અને રાત્રે છાત્રાલય પર છાપો મારી વિદ્યાર્થીઓને લુંટવા માંગે છે. આ અફવા સાંભળી વિદ્યાર્થીઓ ભેગા થયા, ચર્ચા કરી અને નક્કી કર્યું કે લૂંટારાઓ આવે કે ન આવે પણ એમના પૈસા માર્કડભાઈ પાસે જ સલામત રહેશે. આમ આઠસો રૂપીયા એમની પાસે આવી ગયા, જ્યારે એમની ખરેખરી જરૂરીયાત તો રૂપીયા ત્રેસઠની જ હતી.

ધ૨પકડ અને અટકમાંથી બચાવ.

એક દિવસ બપોરે માર્કડભાઈ પુનાના રેલ્વે સ્ટેશને ગયા હતા. તે વખતે એક ગુપ્તચર વિભાગનો ઓફિસર છાની રીતે પોતાના ખિસામાંથી એક ફોટો કાઢીને એની સાથે માર્કડભાઈના ચહેરાને સરખાવતો હતો. થોડો સમય પછી એ અધિકારીને ખાત્રી થઈ ગઈ હોવાથી આ અજાણ્યા વિદ્યાર્થીને ઝડપી લીધો. ઓફિસરને શકો પડી હતી કે બંગાળના એક ક્રાન્તિકારી યુવાન જેનો ફોટો એની પાસે હતો તે જ આ યુવાન છે, અને તેમણે તેમની ધરપકડ કરી. આ વિદ્યાર્થીએ પોતાની નિદોષતા પૂરવાર કરવા કાકલુદી કરી પણ કંઈ જ અસ૨ થઈ નહીં, બધાં જ પકડાયેલો

ગુન્હેગારો આવી જ રીતે પોતાને નિદોર્ષ પૂરવાર કરવા પ્રયત્ન કરતા હોય છે. એમ સમજીને ગુપ્તચર અધિકારીએ કોઈ વાત કબૂલ રાખી નહી. અસહાય અને ડઘાઈ ગયેલા આ વિધાર્થીના મનમાં પોતાના પ્રિય 'માતાજી'ને બહુ જ આજીજીભરી પ્રાર્થના કરી, માર્કડભાઈને પોલિસની ગાડીમાં બેસાડવા લઈ જતા હતા ત્યાં જ એક ગાડી આવી પહોંચી અને પોલીસની ગાડી પાસે ઊભી રહી. એ ગાડીમાંથી બીજું કોઈ નહીં પણ એન્જિનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ જ બહાર આવ્યા. એમણે પોતાના વિદ્યાર્થીને ઓળખી કાઢયો. પોલીસને પોતાની ઓળખાણ અને વિદ્યાર્થી માટે સંતોષકારક ખાત્રી આપી અને પોતાના વિદ્યાર્થીને છોડાવ્યો.

સ્વપ્નામાં પરીક્ષાનું પેપર જોયું. પોતાના અભ્યાસના પાઠ્યપુસ્તકો વાંચવાને બદલે માર્કડભાઈ પોતાનો ઘણોખરો સમય ધ્યાન કરવામાં અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં ગાળતા હતા. આથી જયારે એમની પરીક્ષા પાસે આવી ત્યારે તેઓ ગભરાટમાં હતા. પણ માતાજીએ એમને સ્વપ્નામાં પેપરના પ્રશ્નો અને ઉત્તરો કહ્યાં ત્યારે તેમને ઘણી જ રાહત થઈ.

પરીક્ષામાં મોડા પડયા.

એકવાર પરીક્ષા દરમિયાન તેઓ ભકિતના અસાધારણ આવેશમાં હતા અને પોતાને જલદીથી પાછા સાધારણ સ્થિતિમાં લાવી શક્યા નહીં. એ જ્યારે પરીક્ષાખંડમાં પહોચ્યા ત્યારે ચાલીસ મિનિટ મોડા પડયા હતા. પણ તે દિવસે પરીક્ષક પણ પરીક્ષાના પેપર સાથે ખંડમાં આવવામાં મોડા પડયા હતા. મોડા આવેલા એ વિદ્યાર્થીએ ખંડમાં પ્રવેશ કર્યો પછી જ પરીક્ષક ખંડમાં પ્રવેશ્યા. આ પ્રસંગને તમે નસીબ કહો, તક કહો, યોગાનુયોગ કહો, તમારે જે કહેવું હોય તે કહો, પણ માર્કડભાઈ અને આ રતાપૂર્વક એમની રાહ જોનારા મિત્રો માટે તો આ એક દૈવી ચમત્કાર જ હતો.


જયમાઈ જ


જ જયમાઈ છે

પ્રક૨ણ ૪

નદીમાં માઈનો સ્વીકાર 


માર્કડભાઈ ધોળકિયાને ૨૨ વર્ષની ઉમરે એક અદભૂત અનુભવ થયો

હતો, એમણે યોગવશિષ્ઠ અને વેદાંત ઉપરના પુસ્તકો વાંચ્યા અને

"અહં બ્રહ્માસ્મિ”ના સિધ્ધાંતથી ખૂબ જ પ્રભાવિત થયા, અદ્વૈત અને

માયાના વિચારોથી એમની બુધ્ધિ છવાઈ ગઈ. એમને એમ લાગવા

માંડયુ કે અત્યાર સુધી તેઓ એક ભ્રમમાં જ હતા અને તેથી તેઓ

આધ્યાત્મિક ઉત્કર્ષ માટે 'સપ્તશતી'નો પાઠ કરતા કે પ્રાર્થનાઓ ક૨તા.

આ વિચારે એમના ઉપ૨ એવું તો જોર જમાવ્યું કે એમણે માતાજીનો

ફોટો, સપ્તશતીનું પુસ્તક, પૂજાના વાસણો અને લાકડાનો પાટલો

ઘરની નજીક આવેલા મૂળા અને મૂઠા નદીના સંગમમાં ફેંકી દીધા,

અને તરત જ પોતાને વતન પેટલાદ જવા નીકળી ગયા.

અને પછી આ કાર્યનું પરિણામ જણાવવા માંડયું. એમની બધી જ

ધારણાઓ ઊંધી પડવા માંડી અને એમના બધાં જ કાર્યોમાં વિઘ્નો

આવવા માંડયા, આ અદ્વૈતવાદી યુવાન વિદ્યાર્થીને એમ લાગવા

માંડયું કે પોતાની માનસિક અને આધ્યાત્મિક પીછેહઠ થઈ રહી છે.

એમણે કરેલી તપશ્ચર્યા, એમણે મેળવેલી સિધ્ધિઓ, હૃદયમાં વિકસેલી

અંત:પ્રેરણાઓ અને સંચિત કરેલી શકિતઓ એ બધું જ તણખલાની

માફક હવાના તોફાનમાં ઊડી ગયું. લાગણીના ઊભરા, ધ્યાનની

પ્રસન્નતા અને સત્ય મેળવવાની ઉત્કંઠા બધાંનો જાણે અંત આવી ગયો

હોય એવું લાગ્યું. એમનો સાચાં મૂલ્યોનો આગ્રહ, અને ચારિત્ર્યશીલતા

પણ એમને છોડીને જશે એવું એમને લાગવા માંડયું.

જે માતાજીએ એમને વારંવાર મદદ કરી હતી તેમના તરફ દર્શાવેલી

અત્યંત અકૃતજ્ઞતાનો એમને ખ્યાલ આવ્યો.


વાંચકો ગે૨સમજ કરે નહી. એ માટે સ્પષ્ટ કરવું જરૂરી છે કે માઈસ્વરૂપ તત્વતઃ અદ્વૈત ફિલસૂફીની વિરૂધ્ધ નહોતા. એમના જ શબ્દોમાં કહીએ તો અદ્વૈતમાંગ એ જાગૃતાવસ્થાની એક કક્ષા છે. એ દ્વતમાર્ગ કરતાં જરૂ૨ શ્રેષ્ઠ છે પણ એ એક સ્વતંત્ર માર્ગ નથી, કે એ ચોક્કસ કક્ષાએ પહોંચવા માટેની સ્વતંત્ર માર્ગદર્શિકા નથી. 'अहम् ब्रह्मस्मी' એટલે 'હું જ ઈશ્વર છું' એ તત્વજ્ઞાનની મહત્તા સ્વીકારવી જ પડે એમ હોવા છતાં એક માત્ર તું જ ઈશ્વર છે' એ સૂત્ર સ્વીકાર્યાથી વિશ્વનું વધારે કલ્યાણ થઈ શકે એમ છે.

એક દિવસ પેટલાદમાં યુવાન માર્કડના મનમાં શું યે આવ્યું તે એણે પોતાના કપડાં ફાડી નાંખી અને જનોઈ તોડી નાંખીને રસ્તા પર ફેંકી દીધા અને પોતાની જિંદગી બદલી નાખવાં અથવા તો એનો અંત લાવવાના નિર્ણય સાથે ઘરમાંથી બહાર નીકળી ગયા, એમના મા બાપે એમને ભાગતા જોયા એટલે એમની પાછળ રતનલાલભાઈ દોડયા અને રતનલાલભાઈની પાછળ એમના પત્ની પ્રભાલમીબહેન દોડયા. છોકરાને પકડીને ઘે ૨ લાવ્યા અને ઘણાં દિવસ સુધી એક ઓરડામાં પૂરી રાખ્યો. ઘણા પ્રયત્નો પછી એમની માતાએ એમની પાસેથી

વચન મેળવ્યું કે તે કદિ સન્યાસી થશે નહીં. જયારે એમની માનસિક સ્થિતિ સ્વસ્થ થઈ ત્યારે તેમને ફરીથી આગળ અભ્યાસ કરવા પૂના મોકલવામાં આવ્યા.

હજીયે જે માએ એમને હંમેશા મદદ કરી હતી તેની સાથે થોડા અઠવાડીયા અગાઉ પોતે કરેલા ગેરવર્તનની કડવી યાદ એમને સતાવ્યા કરતી હતી, એમના મનને કયાંય શાન્તિ મળતી નહોતી. એમની તીવ્ર ઈચ્છા હતી કે મા એમનો ફરીથી સ્વીકાર કરે. માની પાસેથી ફરીથી સ્વીકાર મેળવવા કયાંથી શરૂઆત કરવી એ સમજણ ન પડવાથી મૂળા-મૂઠા નદીના સંગમ સ્થાનમાં જયાં એમણે પૂજાના સાધનો ફેંકયા હતા ત્યાં જઈને ડૂબી મરવાનો નિશ્ચય કર્યો..

સંગમ પૂલ એના નામ પ્રમાણે મૂળા-મૂઠા નદીનો સંગમ જયાં થાય છે ત્યાં છે, આ પૂલથી લગભગ ૨૦ મીટર દૂર છેક પાણીના વહેણ સુધી જતી એક પગથી હતી. ઈ.સ.૧૯૦૭માં આ પૂલનું સ્વરૂપ આજે છે તેવું જ હશે એમ કહેવું શકય નથી પરંતુ આ પગથી તો આજે પણ ઝાડીમાં છુપાયેલી દેખાય છે. એની રેતી દિવસે સૂર્યપ્રકાશમાં અને રાત્રે ચંદ્રપ્રકાશમાં ચળકે છે. આ પગથી જયાં નદીના વહેણ ને મળે છે તે જગ્યા માઈભકતો માટે 'પવિત્ર ભૂમિ' છે. એ એ જ જગ્યા છે જયાં પૂજ્ય ભાઈજીને પ્રથમવાર દૈવી માઈનો સાક્ષાત્કાર થયો હતો.

રાત અંધારી હતી, ૨સ્તો વેરાન હતો. નિશાચર પક્ષીઓ અને જીવજંતુઓ શાંત હતા. કોઈ આગળ વધતી બળદગાડીના ઘૂઘ રાંનો અવાજ દૂરથી ધીમો ધીમો આવતો હતો. ઝાડના પાંદડા સ્થિર હતા અને તારાઓ વાદળીની પાછળ છુપાઈ ગયા હતા. કુદરત જાણે શ્વાસ રોકીને સ્તબ્ધ બની આવનારી કરૂણ ઘડીની રાહ જોતી ઊભી હતી. આ પ્રમાણે તખ્તો ગોઠવાઈ ગયો હતો.

ત્યાં એકદમ અચાનક સળવળાટ થયો. પગથી ઉપર ઝડપથી પડતા ઉપડતા પગલાનો અવાજ આવ્યો, અને કોઈએ ઘૂમરી લેતા પાણીમાં અચાનક પડતું નાંખ્ય હોય એવો ધબાકો સંભળાયો. ઓહ' કેવું અદભૂત દ્રશ્ય' સમગ્ર વાતાવરણ અવર્ણનીય દિવ્ય પ્રકાશથી ઝળહળી રહ્યું હતું. નદીના પાણીમાં પડતું નાંખતો દેહ સમગ્ર ગતિથી સીધો દિવ્ય પ્રકાશના મધ્યમાં જઈને પડયો, અને હજારો સૂર્યના કિરણોના પ્રકાશથી દેદિપ્યમાન દિવ્ય માના બાહમાં ઝિલાઈ ગયો.

ભકતજનનીએ એના દેહને ઝીલી લઈને કોરી જગ્યામાં મૂકયો અને એને આશ્વાસન આપ્યું કે એણે એને કદી પોતાનાથી અળગો કર્યો નહોતો, અને કરશે પણ નહી, અને આવા મૂર્ખાઈભર્યા પગલા ભવિષ્યમાં ન ભ૨વાની ચેતવણી પણ આપી.

આ બધું થોડી ક્ષણોમાં જ બની ગયું. યુવાન માર્કડનું ચિત્ત નદીમાં ભૂસકો મારતી વખતે ગૂંચવાયેલું હતું. એને આ દર્શનનું માત્ર આછું સ્મરણ જ રહી ગયું, એને દયપૂર્વક ખાત્રી હતી કે 'મા' એ એને બચાવી લીધો હતો, પણ ખરેખર શી ઘટના બની તે એ યાદ કરી શકતો નહતો.

સાક્ષાત્કાર વિશે બે શબ્દો અહીં લખવા અસ્થાને નહીં ગણાય. ઉપરનો પ્રસંગ બની ગયા પછી પૂજય માઈસ્વરૂપ માર્કડે આવા સાક્ષસ્કાર વિશે સમજાવતાં લખ્યું છે કે સાક્ષાત્કાર અનેક પ્રકારના હોય છે. (એમણે નવ પ્રકારના સાક્ષાત્કાર નોંધ્યા છે.) એક તો પોતાને સાક્ષાત્કાર થાય એવી તીવ્ર ઈચ્છાને પરિણામે થયેલી ભ્રમણાને સાક્ષાત્કાર માની લેવો તે, બીજું એકાગ્રતા પૂર્વકના ધ્યાનના પરિણામે થતું દર્શન અને ત્રીજું ઈશ્વ૨પ્રાપ્તિ ઈચ્છનાર ભકતને ગેરમાર્ગે દોરવા ઈચ્છતા તોફાની આત્માઓ (મૃતાત્માઓ) દ્રારા દેખાડાયેલું દ્રશ્ય, સાચો સાક્ષાત્કાર ભાગ્યે જ થાય છે. કેવા પ્રકારનો સાક્ષાત્કાર થાય છે તેનો આધાર ભકત સાધનાના કયા સ્તરે પહોંચ્યો છે તેના ઉપર રહે છે. આવા સાક્ષાત્કારની પરીક્ષા આવા દ્રશ્યનું પરિણામ કેવું આવે છે, અને ભકતના Æય પર કેવી અસર થાય છે એના આધારે થાય છે. આવા એકાદ દર્શનથી સંતોષ માની લેવો એ એક ભૂલ છે.

| આ ર્દય શુદ્ધિ કરનાર ઘટનાની મન ઉપ૨ છાપ લઈને પોતાની ઓરડીએ પાછાં ફરતી વખતે માર્કડને પોતાને નદીમાં થયેલા અનુભવની સત્યતા વિશે શંકા થવા લાગી. એમને વિચાર આવ્યો

કે મા એ પોતાને પકડી લીધો એ આખોય પ્રસંગ પોતાના નબળા મનની એક ભ્રમણા જ હશે. પણ મા ને ખબર હતી કે એના પુત્રને શંકા થશે જ અને તેથી તેની શંકા નિર્મળ થાય એવી યોજના મા એ કરી રાખી હતી. શાકંડે પોતાની ઓરડીમાં પેસતા જ છ અઠવાડિયા પહેલાં પોતે નદીમાં ફેંકી દીધેલી વસ્તુઓ, માતાજીનો ફોટો, લાકડાંનો બાજઠ, સપ્તશતીનું પુસ્તક, પૂજાના વાસણો બધું જ એની જગ્યાએ અકબંધ હતું. પૂજય માઈસ્વરૂપ આ પ્રસંગને "નદીમાં માઈનો સ્વીકાર" કહેતા. આ પ્રસંગ પછી એમણે પોતાની જાતને માઈ સાથે સંપૂર્ણપણે સાંકળી દીધી.

જ જયમાઈ જ


 પ્રકરણ ૫

માઈ સ્વરૂપ અને એંજિન


સામાન્ય રીતે આત્મચરિત્રના નિરૂપણ માં પ્રસંગોની ક્રમબધ્ધતા

આવશ્ય દા ગણાય છે, અને એ પ્રકારની ગોઠવણી યોગ્ય અને

સગવડભ રી પણ લાગે તેમ છતા કૉઈ વખત એક જ પ્રકારના જુદાં

જુદાં પ્રસંગોનું સ્વરૂપ એક જ પ્રકારનું હોય છતાં તે સમયની મર્યાદાથી

જુદા પડતા હોય ત્યારે તે પ્રસંગોનું સાથે સાથે નિરૂપણ કરવું યોગ્ય

લાગે છે. આનાથી પરિસ્થિતિને સાચી રીતે સમજવાનું વાચક માટે

સરળ બને છે. આ મુદદાને વિસ્તારમાં માઈસ્વરૂપના ટ્રેન અને બસના

એંજિનો સાથે ઈ.સ.૧૯૧૨, '૩૩, ૪૫, 'પ૪ અને '૬ ૨ ના અદ્દભૂત

અનુભવોનું એક સાથે નિરૂપણ કરવું યોગ્ય ગણાશે. તેવી રીતે

માઈસ્વરૂપના શિરડીના શ્રી સમર્થ સાંઈબાબા સાથે સીધી કે

આડકતરી રીતે સંકળાયેલા પ્રસંગોનું એક સાથે આલેખન, માઈજી અને

ગૂઢ તત્વો, માઈજી અને સમાજવિરોધી તત્વો, માઈધર્મના ભગિની

સંમેલનો, અને માઈજીની પ્રાર્થના સભાઓ આ બધા ઉદાહરણો છે.

ટ્રેન અને મોટરો જેવા વાહનોએ વાંરવાર જાણે તેઓ જીવંત હોય એમ

બુધ્ધિયુકત અને લાગણીસભર વ્યહવાર કરીને સૂક્ષ્મ રીતે જાણે

માઈસ્વરૂપની સેવા કરવા સગવડ સાચવતા હોય એવું કર્યું છે,

આમાંના કેટલાંક વર્ણનો હવે પછી વર્ણવ્યા છે.

ઈ.સ. ૧૯૧૨ : ટ્રેન માઈજીની રાહ જુએ છે.

એંજિનિયરીંગ કલેજના છેલ્લા વર્ષ દરમ્યાન માર્કડભાઈ, એમના વર્ગના

વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આગ્રા સ્ટેશને ઊભા હતા. વિદ્યાર્થીઓ

માટેના ભૌતિક અનુભવો મેળવવા માટે આ પર્યટન યોજાયું હતું,

અને સહુ એમને માટે નક્કી થયેલી ખાસ ટ્રેનની રાહ જોતા હતા.

આ ટ્રેન લગભગ એક કલાક પછી આવવાની ધારણા હતી.

માર્કડભાઈન આગ્રાથી થોડા જ સ્ટેશન દૂર એવાં મધુ રાનાં મંદિરની

ઊડતી મુલાકાત લેવાના તીव्र ઈચ્છા હતી એટલે આ એક કલાકનો એ માટે ઉપયોગ કરી લેવાનો તેમને વિચાર આવ્યો, જોકે મથુરા જવાની ગાડી આગ્રા સ્ટેશનેથી ઉપડી ગઈ હતી પરંતુ એથી એમના વિચારમાં કંઈ ફેર પડયો નહીં, બે મિત્રો સાથે તેઓ બાજુના સ્ટેશને પહોંચ્યા ત્યારે ખબર પડી કે ગાડી ત્યાંથી પણ ઉપડી ગઈ હતી. જરાપણ નિરાશ થયા વગર તેવો વળી પાછા આગળના બીજા સ્ટેશને પહોંચ્યા પણ ત્યાં ય એવોજ અનુભવ થયો. અધૂરામાં પૂરું તે રેલ્વેના કર્મચારીઓ પહેલાં કયારેય જોઈ નહોતી એવી ટ્રેન પાછળની મૂર્ખ અને વિચિત્ર દોડ જોઈ મજાક કરવા લાગ્યા. આ ત્રણ સાથીદારોમાંનો એક આગ્રા પાછો જતો રહ્યો. માર્કડભાઈનો નિર્ણય બદલાયો નહીં અને એ એમના મિત્ર સાથે ત્રીજા સ્ટેશને પહોંચ્યા. ત્યાં કંઈક યાંત્રિક ખામીને લીધે ગાડી અટકી પડી હતી. આ ગાડી આજે ઉપડવાનો જરા પણ સંભવ નથી એવી સ્ટેશન માસ્તરની સલાહ હોવા છતાં એમણે ટીકિટો ખરીદી અને ટ્રેનમાં બેઠા. આ નવા પેસેન્જરો જેવા ટ્રેનમાં જગ્યા ઉપર બેઠા કે તરત એંજિનની ખરાબી દૂર થઈ ગઈ અને ગાડી ચાલવા માંડી.

મથુરામાં શ્રી કૃષ્ણ ના દર્શનનો આનંદ બહુ જ અલ્પ સમય રહ્યો, મનમાં નવો ભય પેદા થયો. એક કલાક તો પૂરો થઈ ગયો હતો, તેથી જો પેલી સ્પેશ્યિલ ટ્રેન આ વિધાર્થીઓને મૂકીને ઉપડી ગઈ હોય તો? આ વિચાર જ ખૂબ ચિંતાજનક હતો, આ સાહસિક જોડીને એમની ગેરહાજરીનું યોગ્ય કારણ આપવું અઘરું પડે અને કદાચ એમને શિક્ષા પણ સહન કરવી પડે. પણ ના, એવું કશું થયું નહીં. આ સ્પેશ્યિલ ટ્રેન આ મિત્રો આગ્રા પાછા ફર્યા ત્યાં સુધી ઉપડવા માટે તૈયાર થઈ શકી નહોતી.

બસ માઈજીની આજ્ઞા પાળે છે

માઈજી ઈ.સ.૧૯૩૩માં લેન્ડ એકવીઝીશન ઓફિસર તરીકે બળગાવમાં હતા. એક સાંજે માઈજી એળગાંવથી બસમાં નેપાણી ગામ જઈ રહ્યા હતા, આ બસ ૨સ્તામાં ઘણી જગ્યાએ ઊભી રહેતી રહેતી આગળ વધતી હતી, રસ્તામાં એક બસ સ્ટોપ પાસે એક ફલ વેચનાર તાજાં મોગરાના ફૂલની ટોપલી લઈને વેચવા બેઠો હતો. માઈજીને સાંજની પૂજા માટે એ ફૂલો લેવાની તીવ્ર ઈચ્છા થઈ, પણ બસ ચાલ થઈ ગઈ એટલે ફૂલ લઈ શકાયા નહીં. એમણે ડ્રાઈવરને થોડો સમય બસ રોકવાની વિનંતી કરી પણ ડ્રાઈવરે એ ગણકારી નહીં. ડ્રાઈવરની રીતે વિચાર કરીએ તો એની વાત પણ સાચી હતી કે દરેક પ્રવાસીને બસસ્ટોપ પર ખરીદી કરવા દેવામાં આવે તો બસ એનો સમય સાચવી શકે નહીં. પણ એને કયાંથી ખબર હોય કે આ વિનંતી કોઈ અસામાન્ય પ્રવાસી તરફથી આવી છે? ડ્રાઈવરને નહીં પણ બસને જાણે આ વિનંતી કરનારનું મહત્વ સમજાઈ ગયું હોય એમ લાગ્યું. બસ થોડા. ફર્લોગ ચાલીને અટકી થઈ, ડ્રાઈવ૨ કોઈપણ

યાંત્રિક ખામી શોધી શકયો નહી, બસને ચલાવવાના એના બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા. પ્રવાસીઓની ધીરજ ખુટી ગઈ. જો ડ્રાઈવર બસને પાછી લઈ જઈ પોતાને ફૂલ ખરીદવાનું વચન આપે તો પ્રાર્થનાથી બસને ઠીક કરવાનું માઈજીએ જાહેર કર્યું. થોડાં પ્રવાસીઓએ સ્વાભાવિક રીતે જ માઈજીના શબ્દોનો વિશ્વાસ કર્યો. કેટલાંકે મોઢું મચકોડયું, તો કેટલાક તટસ્થ રહ્યા. કેટલાકને કુતૂહલ હતું. ભાઈજીએ ફરીથી કહ્યું કે તે સાધારણ ભકત નથી અને મા એમની પ્રાર્થનાનો જવાબ આપશે જ, એમના અવાજમાં આત્મવિશ્વાસનો ૨ ણ કો હતો. એમનો આત્મવિશ્વાસ જોઈને કેટલાં કે સહપ્રવાસીઓને વિચાર આવવા લાગ્યો કે શા માટે આ વાત સ્વીકારીને એક પ્રયત્ન ન કરવો? ગમે તે રીતે એમણે કયાં કશું ગુમાવવાનું છે? જો આ વ્યકિતના વચન પ્રમાણે અશકય ચમત્કાર થાય તો બધાં વધારે વખત ગુમાવ્યા વગર ઘે ૨ તો. પહોંચશે', એમણે ડ્રાઈવરને વાત કરી અને એણે હા ના કરતાં કરતાં વચન આપ્યું, એટલે માઈજીએ મોટે અવાજે 'માં' ને સંબોધીને કહ્યું, 'માં, જો જો, ડ્રાઈવર બસ પાછી લઈ જવા તૈયાર થયો છે. તારે સુંદર મોગરાના ફૂલથી તારી પૂજા નથી કરાવવી? હું આખી ટોપલીના ફૂલ ખરીદી લઈશ અને જેવો હું ઘેર પહોંચીશ કે તરત જ તારી પૂજા કરીશ, મોડું કરીશ નહી' " આવું બોલીને માઈજીએ ડ્રાઈવરને બસ ચાલુ કરવા કહ્યું.

પોતાની દુન્યવી હોંશિયારીના તોરમાં જાણે મજાક કરતો હોય એમ ડ્રાઈવર પોતાની સીટ પર બેઠો અને બસના ગીયરને ન્યૂટ્રલમાં લાવ્યો, મોટરની સ્વીચ દબાવીને સ્ટાર્ટર ખેંચ્યું, એંજિનમાં પ્રાણ આવ્યો હોય એમ તે ચાલવા લાગ્યું . આશ્ચર્ય અને રાહતની લાગણી બધાં પ્રવાસીઓના ચહેરા પર દેખાતી હતી, ડ્રાઈવર સ્તબ્ધ થઈ ગયો. જે થઈ રહ્યું છે તે ન માનતો હોય એમ આશંકાથી માથું ધુણાવ્યું. ફકત થોડા શબ્દોથી આ નિર્જીવ એંજિનમાં આવો એકદમ ફેરફાર થાય એ એની કલ્પના બહા૨ હતું. પોતાને નીચું જોવા જેવું થયું એવી લાગણી સાથે એક સાહજીક ટેવના આધારે એણે સ્ટીયરીંગ પર હાથ મૂકયો, ધીરેથી કલચ ૫૨થી દબાણ હટાવી લઈ એકસલેટર પર દબાણ લાવ્યો અને હર્ષની ચીચીયારીઓ વચ્ચે વાહન ચાલવા લાગ્યું. માઈજીને ફૂલો મળ્યાં અને બધાંને આનંદ થયો.

અપમાન કરનારને શિક્ષા 

ઈ.સ.૧૯૪૫માં માઈસ્વરૂપે થોડા સમય માટે અમદાવાદમાં એમના એક સગાંને ઘેર રહેતા હતા. આ મુરબ્બીને માઈજીના ભકિતના ઊભરા ગમતા નહતા. એક દિવસ સવારમાં આ વડીલે માઈજીને 'ગાંડીયો' કહીને બોલાવ્યા અને ઓફિસે જતી વખતે પોતાની ગાડીમાં બેસતાં બેસતાં ઘ૨નાં માણસોને કહી ગયા કે એ ગાંડીયાને એક ઓરડીમાં પૂરી રાખજો. માઈજી જેવા સાધુ પુરૂષને આથી ખૂબ જ આઘાત લાગ્યો. આ પ્રસંગનું એક અકલ્પિત પરિણામ આવ્યું, લગભગ નવી અને તદ્દન સારી સ્થિતિમાં હતી તો ય તેમની ગાડી રસ્તામાં બે વાર બગડી ગઈ. આવું કેમ થયું એના કા૨ણ નો વિચાર કરતા એ વડીલને લાગ્યું કે પોતે આ સાધુપુરૂષ ત૨ફ જે ઉધ્ધત વર્તન કર્યું હતું એનું જ આ પરિણામ છે. તેમને પસ્તાવો થવા લાગ્યો, અને તેમણે ઘેર થઈ માઈજી પાસે દિલગીરી વ્યકત ન કરી ત્યાં સુધી તેમના મનને શાંતિ મળી નહીં.

કાલીકટ-ઈ.સ.૧૯૫૪, કદી મોડા નહીં

ઈ.સ. ૧૯૫૪માં કાલીકટમાં ત્રીજું 'ભગિની સંમેલન' યોજાયું હતું. આ કાર્યક્રમ પૂરો થયા પછી ભાઈજી તરત મુંબઈ જવાના હતા. મુંબઈ જવાના દિવસે એમનો

સરસામાન સ્ટેશને પહોંચી ગયો હતો. દરવાજા આગળ એમને સ્ટેશને લઈ જવા માટે મોટરકાર પણ તૈયાર હતી. ગાડી ઉપડતા પહેલા સ્ટેશને પહોંચવા માટે બહુ જ થોડો સમય હતો. એ સમયે થોડી માઈભકત છોકરીઓ આવી અને અમુક ભજનો કેવી રીતે ગાવાનાં એમ માઈજીને પૂછયું. માઈજીએ તરત જ એ ભજનો પોતે ગાઈ બતાવ્યાં અને રાગ-આરોહ અવરોહ-ની સંપૂર્ણ વિગતો સમજાવી. સમય પસાર થઈ રહ્યો હતો અને જલદીથી સ્ટેશને પહોંચવા માટે વ્યવસ્થાપકોએ વારંવાર વિનંતી કરી પણ માઈજીના કાર્યમાં કંઈ જ ખલેલ પાડી શકયા નહીં. માઈજી સ્વાભાવિક રીતે જ સ્ટેશન પર મોડા પહોંચ્યા પણ ત્યાં તો ગાડી પણ એટલી જ મોડી. હતી.

ચાલતી ગાડી માઈજી માટે ઊભી રહે છે.

ઈ.સ. ૧૯૬૨ની ૧૭મી ઓકટોબરના સવારના ૮ વાગ્યાની વાત છે, સધર્ન રેલ્વેના ઓલવાકોડું જંકશને કોચીન એકસપેસ આવી અને 'જયમાઈ જય માર્કડમાઈ'ના નાદથી હવા ગુંજી રહી. એર્નાકુલમના કોન્વોકેશન પછી માઈજી મુંબઈ પાછાં ફરતા હતા. જેવી ગાડી ઊભી રહી કે તરત જ માઈભકતો એક પછી એક એમના ડબ્બામાં માઈજીની 'ચરણ ૨જ' લેવા ચડી ગયા. આખો ડબ્બો ખીચોખીચ ભરાઈ ગયો. મુસાફરોને ચડવા ઊતરવા માટે એકબીજાને ઘસાઈને જવું પડતું હતું. માઈજી જે ડબ્બામાં હતા એ ડબ્બો પ્રમાણ માં શાંત હતો. એમણે સહુને આવકાર્યા અને આશિર્વાદ આપ્યા. આ આનંદભર્યા વાતાવરણ માં વાતચીતો ચાલી રહી હતી તે દરમ્યાન માઈજીએ કોઈને ખાસ ધ્યાનમાં રાખ્યા વગર કહ્યું કે એમને પાછલી રાતે ઉપયોગ માટે થોડી સોડાવોટરની બાટલીઓની જરૂર હતી. ગાડી ઉપડી ત્યો સુધી કોઈનું આ બાબત તરફ ધ્યાન ગયું નહીં પણ ગાડી ઉપડી કે તરત એક બેનને યાદ આવ્યું કે માઈજી માટે સોડાવોટરની બાટલીઓ લાવવાની રહી ગઈ. બધાં ખુબ અસ્વસ્થ થઈ ગયા. હવે આમાં શું થઈ શકે? પરંતુ એ જ વખતે એવું બન્યું કે ગાડી ઉપડી તો ખરી પણ અટકી અટકીને આગળ વધવા માંડી. અને આશ્ચર્યની વાત तो એ કે એ રીતે એકવાર ગાડી ઊભી રહી ત્યારે માઈજીના કમ્પાર્ટમેન્ટની સામે જ એક સોડાવોટર વેચનારો ફેરિયો ઊભો હતો. માઈજીનો એક અનુયાયી એની પાસે દોડી ગયો અને કહ્યું કે તારી પાસે જે માલ હોય તે બધો જ ગાડીમાં મૂકી દે, તરત જ બાટલીઓ ગાડીમાં મૂકાઈ ગઈ અને એની કિંમત પણ ચૂકવાઈ ગઈ. આમ કરતાં નવ થી દસ સેંકડનો જ સમય લાગ્યો અને બીજી ક્ષણે જ ગાડી ચાલવા લાગી, માઈની રીતે અનોખી છે. પોતાના લાડકા દીકરા માઈસ્વરૂપની નાનામાં નાની ઈચ્છાઓ એ પૂરી કરે છે.


જે જયમાઈ છે


જ જય માઈ છે

પ્રક૨ણ ૬

માઈજી અને દૈવી ચમત્કાર. 


સંત મા ઈસ્વરૂપની જિંદગીમાં દૈવી ચમત્કારોએ અગત્યનો ભાગ

ભજવ્યો છે એ પોતે આધ્યાત્મિક શકિતના ભંડાર હતા, અને એ મના

જેવી જ અને શકિતશાળી વ્યકિતઓનાં સંપર્કમાં રહેતા હતા.

માઈ નિવાસમાં પુસ્તકોના સંગ્રહ માં "ધી મેનહૂડ ઓફ જિસસ” નામના

પુસ્તકની એક પ્રત છે. આ પુસ્તકના લેખક છે મિસ. જી રાલ્ડીન

કયુમીન્સ, આ પુસ્તકના પહેલે પાને લખ્યું છે ” મારા પૂજનીય મિત્ર

માઈસ્વરૂપ માઈમાર્કડને” – જી ૨ાલ્ડીન કયુમીન્સ... કુમારી કયુમીન્સ

એ જગપ્રસિધ્ધ આધ્યાત્મિક શકિતવાળી વ્યકિતઓમાંની એક છે.

કેટલીક વખત જયારે આવી અદ્દભૂત શકિતવાળી વ્યકિતઓના

સંસર્ગમાં માઈજી આવતા ત્યારે એમને ભાતભાતના અનુભવ થતા.

માઈજી એ ચમત્કારોને કદી મહત્વ આપ્યું નથી. ચમત્કાર શબ્દનો

અર્થ બહુ જ વિશાળ થાય છે. એમાં 'આપો આપ લખાવું' 'ગેબી

અવાજો સંભળાવા' 'મૃતાત્મા સાથે વાત કરવી' 'સ્વપ્નમાં હવે પછી

બનવાના બનાવો જોવા' 'હિપ્નોટીઝમ' 'લેવીટેશન' 'જાદુ' 'માધ્યમ'

'સાયકોમેટ્રી' વગેરે આવી જાય છે. માઈજીને આમાંના ઘણાનો અનુભવ

થયેલો છે પણ એ યાદ રાખવું જરૂરી છે કે આ સંતના ભાઈ સાથેના

આંતરિક વહેવારમાં કયાંય આવા ચમત્કારિક બનાવોનું સ્થાન નથી.

આપણે જોયા તે આગળના પ્રસંગોને ઈશ્વર પ્રીતિના પરિણામરૂપ

કહ શકાય અને હવે પછીના પ્રસંગો એ દિશામાં પ્રગતિના પરિણામરૂપ

કહી શકાય. આગળ વર્ણવેલાં નદીમાં સાક્ષાત્કારના પ્રસંગને એક

અદભૂત ચમત્કારીક પ્રસંગ તરીકે ઓળખવાને બદલે 'માઈના સ્વીકારની

અનુભૂતિ' કહેવું યોગ્ય ગણાશે.

માઈજીના જીવનના આવા બધાં જ અનુભવોનું વર્ણ ન લગભગ એરી

કલ એમાંના કેટલાંક હવે પછી આલેખ્યા છે અને બીજા કેટલાંક જે તે

પ્રસંગને અનુરપ્રકરણ માં જાણવા મળશે.

ઊંઘી ન શકતો યુવાન.

મારૂતિ નામનો એક યુવાન એક દુષ્ટ આત્માને આવાહન કરીને

બોલાવીને મંત્રોથી એના પર કબજો જમાવવાનો પ્રયત્ન કરતો હતો.

એણે અમુક નિયમોનું ચુસ્ત પાલન કરીને એના ઉપર આંશિક કબજો

મેળવ્યો હતો પણ આ ક્રિયામાં કંઈક ખોટું થયું હશે એટલે એ

મૃતાત્મા યુવાનને ડગલે ને પગલે કનડવા માંડયો. રાત્રે ઊંધી જશે તો

આ દુષ્ટાત્મા એને મારી નાંખશે એ ભયથી એ ઊંધી શકતો નહોતો.

આ આત્મા મારૂતિની ચુંગલમાંથી છટકવાનો પ્રયત્ન કરતો હતો.

આ જુવાન એણે પોતે જ બોલાવેલા આત્માથી ડરવા લાગ્યો. એ જાગતો

રહીને, અને એણે જે થોડીઘણી શકિતઓ મેળવેલી એના આધારે આ

દુષ્ટાત્માને દૂર રાખી શકતો હતો, પણ આ જાતની ચોકી કેટલા દિવસ

રાખી શકાય? એણે સાંભળ્યું હતું કે પૂનાની એંજિનીયર્ગ કલેજની

હોસ્ટેલમાં માર્કડ ધોળકિયા નામનો એક વિદ્યાર્થી રહે છે, અને એ

માતાજીનો ભકત છે. આ વિદ્યાર્થી પોતાને કંઈ મદદ કરશે એવી

આશાથી એ યુવાન હોસ્ટેલ પર આવ્યો, અને માર્કડને શોધી કાઢયો,

અને એની ઓરડીના એક ખૂણામાં સુવાની નમ્રતાપૂર્વક પરવાનગી

માંગી. માર્કડભાઈને બધી પરિસ્થિતિની જાણ થઈ અને આવી વિચીત્ર

માંગણીનું કારણ જાણવા મળ્યું એટલે એમણે આ માણસની શકિતની

પરીક્ષા કરવાનું નક્કી કર્યું, એમણે આ મહેમાનને ઘણાં સમયથી એક

ચાવી જડતી ન હતી તે શોધી આપવાનું કહ્યું. મારૂતિએ તરત જ

અમુક શબ્દો બડબડવાનું શરૂ કર્યું અને હાથથી તાળી વગાડવા

લાગ્યો, થોડીવાર પછી એણે કહ્યું કે એ ચાવી આસપાસમાં આવેલી

નદીને તળિયે પડેલી છે. આ ચાવી લાવી આપ' એવું કહ્યું એટલે એણે

ફરીથી એની ક્રિયા ચાલુ કરી અને એના હાથમાંથી 'ટપાક' કરતી

ચાવી નીચે પડી.

માર્કડભાઈ અમદાવાદથી પ્રકાશિત થતા 'વિજય' નામના માસિકના

ગ્રાહક હતા. ટપાલમાં આવતા આ માસિકના અંકો કેટલાક વખતથી

વિદ્યાર્થીઓના પત્રો માટે રાખવામાં આવેલી ટોપલીમાંથી ગુમ થઈ

જતા હતા. એનું શું થાય છે એની એમને સમજ પડતી નહોતી, એટલે એમણે આ બાબતમાં મારૂતિને પૂછયું, અને પહેલાંના જેવી જ પ્રક્રિયા કરીને મારૂતિએ કહ્યું કે એક વિદ્યાર્થી એ અંકો ચોરી છૂપીથી લઈ જાય છે, અને એના પર એણે પોતાનું નામ લખી દીધું છે. અને એણે જણાવ્યું કે એનું નામ આપવાથી સંબંધો બગડશે. માર્કડભાઈએ એ નામ ભૂંસી નાંખી એ માસિકો એમને પાછા મેળવી આપવા જણાવ્યું અને એ માસિકો પાછાં આવી ગયા.

એ રાત્રિએ દુષ્ટાત્માની અદ્રશ્ય હાજરી હોવા છતાં મારૂતિને શાંતિપૂર્ણ ગાઢ ઊંઘ આવી ગઈ.

કાંટાવાલાનું સ્વપ્ન.

આગળના પ્રકરણ માં માર્કડભાઈને પોલીસે ક્રાંતિકારી બંગાળી યુવાન સમજીને ગિરફતાર કર્યા અને પ્રિન્સીપાલ સાહેબે અણીને વખતે આવી ઓળખાણ આપીને એમને છોડાવ્યા તે પ્રસંગનું વર્ણન આવી ગયું છે. પોલીસે છોડયા પછી માર્કડભાઈ વિદ્યાર્થી ગૃહે પાછા ફર્યા ત્યા બીજું રહસ્ય એમની રાહ જોઈ રહ્યું હતું. એમણે એમના નિકટના મિત્ર કાંટાવાલાને મકાનની બહાર નીકળતા જોયા. એમના ચહેરા પર ચિંતા અને ગભરામણ હતી. એ જાણે હમણાં જ ઊંઘમાંથી ઊઠયા હોય એવા લાગતા હતા. એ હાથમોં ધોયા વગર અને માથું પણ ઓળ્યા વગર લઘરવઘ ૨ વેશમાં હાંફળા ફાંફળા આવતા હતા. એમણે માર્કડભાઈને જોયા, અને આંખો પર વિશ્વાસ ન આવતો હોય એમ ઊભા હતા ત્યાં જ થંભી ગયા, અને ખાસ્સા સમય પછી સ્વસ્થ થઈને બબડયા, "તું? તું કેવી રીતે છટકયો? શું પોલીસને હાથતાળી આપીને ભાગી આવ્યો?" હવે અચંબો પામવાનો વારો માર્કડભાઈનો હતો. એમણે સામું પૂછયું કે તું શું કહેવા માંગે છે? તને પોલીસ વિશે શી ખબર છે? તું કઈ પોલીસની વાત કરે છે? રાહતનો દમ લેતા કાંટાવાલાએ પોતાને જે દ્રશ્ય સ્વપ્નમાં દેખાયું હતું તેનું વર્ણન કર્યું. એમણે સ્વપ્નમાં પોતાના એ મિત્રને પોલીસ પકડીને ગાડીમાં બેસાડતા હતા એવું દ્રશ્ય જોયું અને એ જાગી ગયા. એમને લાગ્યું કે પોते કંઈક કરવું જોઈએ એટલે એ પોલીસસ્ટેશને જવા નીકળ્યા હતા, માર્કડભાઈએ કબૂલ કર્યું કે તમે સ્વપ્નામાં જે જોયું તે સાચું હતું. પણ પ્રિન્સીપાલ સાહેબ અણીને વખતે આવી પહોંચ્યા અને મારી ઓળખાણ આપી મને છોડાવ્યો. નહીંતો આજે હું જેલમાં હોત! કાંટાવાલા આ સાંભળીને બરાડી ઊઠયા, ''પ્રિન્સીપાલ!” અને કહેવા લાગ્યા, ''હવે તું મને વધારે કહીશ નહીં. પ્રિન્સીપાલ તો પૂનામાં છે જ નહીં, એ આજે સવારે જ બહારગામ ગયા છે એની મને ચોક્કસ ખબર છે.” માર્કડભાઈ આ વાત સાંભળીને વધારે ચોંક્યા અને ફકત ''એમ" એટલું જ બોલ્યા.

શ્રીમતિ થાણાવાલાનું સ્વપ્ન.

માઈધર્મની માઈજીએ ઘોષણા કરી એના લગભગ બે વર્ષ અગાઉ માઈજી શ્રીમતિ મીઠીબાઈ થાણાવાળાના મકાનમાં રહેતા હતા. આ બહેનને ભવિષ્યમાં બનનારા બનાવોને જોવાની અલૌકિક શકિત હતી. એક સાંજે એમણે એમના ભાડુત માર્કડભાઈને કહ્યું કે "રોજની જેમ મોડા સૂવાને બદલે આજે વહેલા સૂઈ જજો જેથી પૂરતી ઊંઘ મળે. વહેલી સવારે તમને કોઈ બોલાવવા આવશે.” માર્કડભાઈને લાગ્યું કે આ બાઈનું ચસકી ગયું છે. એમના મોં પરના ભાવ જોઈ એ બહેને કહેવા માંડયું કે તેમને પૂનાની થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ તેમની સાથે રેલ્વે સ્ટેશન પર કોઈ સન્નારીને આવકાર આપવા લઈ જવા ઉઠાડશે. શ્રીમતિ થાણાવાલાએ સ્ટેશન પ૨ આવનારાં બહેને કેવી સાડી પહેરી હશે અને ગળામાં કેવું આભૂષણ હશે એનું વર્ણન કરી બતાવ્યું. માઈજીએ પૂછયું કે તમને કેવી રીતે ખબર પડી? તો એમણે કહ્યું કે આ બનાવ એમણે પોતાની નજરે જોયો છે. પછીથી જે કંઈ બન્યું તે આ બહેનના કહેવા પ્રમાણે જ બન્યું. આ આવનાર સન્નારી તે શ્રીમતી રૂક્ષ્મણી એરૂડેલ હતા.

* જયમાઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૭

માઈબાબા અને સાંઈબાબા 

શ્રી. માર્કંડરાવ રતનલાલ ધોળકિયા પૂનાની એંજિનીયર્ગ કલેજમાંથી

એલ.સી.ઈ.નો ડિપ્લોમાં મેળવી ઈ.સ.૧૯૧૩માં નોકરીમાં જોડાયા અને

ઈ.સ.૧૯૪૫માં એ નિવૃત થયા. તે દરમ્યાન એમણે ઘણું ખરું 'લેન્ડ

ઐકવીઝીશન ઓફિસર' તરીકે અમદાવાદ, વડોદરા, બળગાંવ,

મુંબઈ, ધા રવાડ, હુબલી, કોપ૨ગાંવ, પૂના, સૂરત વગેરે જુદે જુદે સ્થળે

કામ કર્યું. એમનો ધર્મ સાથેનો પહેલો પરિચય એ ઓફિસર થયા પછી

શ્રી. સમર્થ સાંઈબાબાની મુલાકાતનો હતો

સાંઈબાબા દીક્ષા આપવાની ના પાડે છે.

સન.૧૯૧૩માં જયારે માર્કડભાઈ કોપરગાંવમાં પ્રીવરે કેનાલમાં કામ

કરતા હતા ત્યારે તેમને શ્રી. સાંઈબાબાને મળવાની તીવ્ર ઈચ્છા થઈ.

શીરડી દૂર ન હતું તેથી એક દિવસ તેઓ ત્યાં ગયા. સાઈબાબાની

પાસે હંમેશ પ્રમાણે ભકતોની ભીડ હતી તેથી આ જુવાન ઓફિસરને

થોડી રાહ જોવી પડી. જયારે એમનો વારો આવ્યો ત્યારે એ પગે પડયા

ને પોતાનો ભકત તરીકે સ્વીકાર કરવાની વિનંતી કરી, શીરડીના સંત

તો ભવિષ્યવેત્તા હતા. એમણે તેમની વિનંતી માન્ય ન રાખી અને કહ્યું

"તારે તો અન્ય પ્રકારનું ધર્મનું કાર્ય કરવાનું છે, તને મારાથી દીક્ષા ન

અપાય."


સંત હરે રામ

ઘણાં વર્ષો પછી સન ૧૯૩૮માં માઈજી ઓફિસના કામે અલીબાગ

ડિસ્ટ્રીકટમાં ફરતા હતા, ત્યાં કાહુલ ગામમાં ટેકરી પર રહેતા સંત હરે

રામ વિશે એમ સાંભળ્યું. અને એ એકદમ એ સંતને મળવા ઉપડયા.

એ ટેકરી પર સીધુ ચઢા તેથી થોડું ઉપર ચડયા પછી એ થાકી ગયા

અને આગળ વધી શકયા નહી. આ એમણે ત્યાં જ આરામ કરવો

અને એમના ડ્રાફસમેન શ્રી. કાવળેએ ઉપ૨ જઈન સંતને મળવું એવું

નક્કી કર્યું. શ્રી. કાવળે ઉપર ગયા અને આશ્રમમાં પહોંચ્યા, શ્રી કાવળે કંઈ બોલે તે પહેલાં જ શ્રી. હરે રામ બોલ્યા અને પૂછયું, “તમારા મહારાજ કયાં છે? જાવ, અને તેમને કહો કે જો તે ઉપર ન આવી શકે તેમ હોય તો હું એમની પાસે નીચે જઈશ.” (અહીં એક બાબતની ખાસ નોંધ લેવાની જરૂર છે કે તે સમયે શ્રી. માર્કડભાઈએ હજી 'સંત'નું બિરૂદ મેળવ્યું ન હતું અને એમનો પોશાક પણ પશ્ચિમી ઢબનો હતો. 'મહારાજ' સંબોધન સામાન્ય રીતે સંત કે મહાત્મા માટે જ વપરાય છે.) ટેકરી પર જે કંઈ બન્યું તે બાબત ડ્રફટસમેન પાસેથી વિગતવાર સાંભળી આ યુવાન ઓફિસરે આંચકો અનુભવ્યો. આ કેવી રીતે શકય છે? સંત હરે રામ એમને વિશે શું જાણતા હશે? હજી સુધી તો એ સંતને મળ્યા પણ નથી, આ ૨હસ્ય એમને ગુંચવણમાં મૂકી દીધા, એમણે ઉપ૨ ટેકરી પર જવાનો નિર્ણય કર્યો કારણ કે ડ્રાફટસમેને આપેલા અકલ્પિત એવા સંદેશાનું રહસ્ય એમને જાણવું હતું. જયારે એ સંત હરે રામને મળ્યા ત્યારે સંતે પોતાની શાળાના એક જૂના મિત્રને મળતા હોય એવો આવકાર આપ્યો ત્યારે એમને વધારે આશ્ચર્ય થયું. માર્કડભાઈને શ્રી. હરે રામે કહ્યું કે શ્રી. સાંઈબાબા સાથેની તેમની મુલાકાતની વિગત (જે પાછળના પ્રકરણમાં કહેવાઈ ગઈ છે.) આપીને કહ્યું કે આપણે તો ૧૯૧૩ની સાલથી સહપાઠી છીએ.

ઈ.સ. ૧૯૩૨ માં માઈધર્મની ઘોષણા થઈ તે પછી તેઓ માઈજી, માઈબાબા, માઈકાકા, કે માઈસ્વરૂપ તરીકે જાણીતા થયા. આ બન્ને બાબાઓના પણ થોડા પ્રસંગો જાણવા રસપ્રદ થઈ પડશે.

શ્રી સાંઈબાબા માઈની પૂજામાં હાજરી આપે છે. સન ૧૯૩૬ માઈજી પૂનામાં લેન્ડ એકિવઝીશન ઓફિસર તરીકે કામ કરતા હતા. તેમના નિવાસ સ્થાને ૪૯ નિહાલપેઠમાં દર શુક્રવારે માઈપૂજા થતી હતી. ખડકી ગામમાં રહેતા ઘણા ભકતો આ માઈપૂજામાં હાજરી આપવા ખડકીથી (પૂનાથી બીજે સ્ટેશન મુંબઈ તરફ) પૂના આવતા હતા અને પૂજામાં ભાગ લઈ પાછા ખડકી જતા હતા. આ પૂજા રાત્રે થતી હતી તેથી ઘણીવાર શુક્રવારે મધ્યરાત્રિએ પૂનાથી ખડકી ચાલીને આ ભકતોએ જવું પડતું. એક વખત એવી અફવા ફેલાઈ કે પૂના-ખડકી રોડ ૫૨ લુંટારાઓ વટેમાર્ગુઓને લૂંટે છે, આથી ગભરાઈને ખડકીના ભકતોએ પૂના ન જવાનો નિર્ણય કર્યો. આવો નિર્ણય ન છૂટકે લેવો પડયો. તે જ રાતે એક ભકત પૂનાથી ખડકી આવી રહ્યો હતો. એના સાથીદારો વહેલા નીકળી ગયા હતા તેથી તે એકલો જ જતો હતો. એક વેરાન જગ્યાએ તેને એક વૃધ્ધનો ભેટો થયો. વૃધ્ધ તેને પૂછયું કે કયાંથી આવો છો? અને કયાં જાવ છો? એક જાતની બેફીકરાઈથી એ ભાઈએ જવાબ આપ્યો કે માઈજીને ઘે થી નીકળીને આવ્યો છું અને આગળ કહેવા જતો હતો ત્યાં એને અટકાવી પેલા વૃધે કહ્યું, “હા, મને ખબર છે, હું પણ ત્યાંથી જ આવું છું. દર શુક્રવારે હું પણ માઈપૂજામાં હાજર રહું છું.”

કયારેક સાદા પ્રસંગોમાંથી યાદગાર ઘટનાઓ ઘડાય છે, આ વૃધ્ધના સાદા શબ્દોએ માઈભકતના અંતરમાં મોટો ખળભળાટ મચાવી દીધો. એના મનમાં એક પછી એક વિચારો અને પ્રશ્નો ઊભરાવા માડયાં. આ વૃધ્ધ માઈજીને ત્યાંથી પાછા આવે છે? અને દર શુક્રવારે માઈપૂજામાં હાજર રહે છે? ખરેખર? અશકય' મેં એમને કયારેય જોયા નથી'કદાચ આ ગરીબ માણસ ત્યાં કદિ આવ્યો જ નથી કે...? ઓહ' ઓ કરૂણામય માઈ' આ સીધો સાદો દેખાતો માણસ આ વેશમાં આવેલો લુંટારો હોય એવું તો નહીં હોયને? અજાણ્યા મુસાફરોને ફસાવવા માટે લુંટારાઓએ તો એને મોકલ્યો નહીં હોય ને' આ વિચારોથી ભકતજન ભયભીત થઈ ગયો અને એવું થાય એમાં કંઈ જ નવાઈ નથી. જગ્યા નિર્જન હતી. મધ્ય રાત્રીનો સમય હતો. લુટારાઓની અફવા હતી અને આ ઘ ૨ડો માણસ ન માની શકાય એવી વાત કરતો હતો, જાણે આખુ વાતાવ૨ણ બિહામણું બની ગયું. માઈભકત ભયથી ધ્રુજી ઊઠયો એના રૂવાં ખડા થઈ ગયાં અને પરસેવો વળી ગયો. જાણે ભૂત જોયું હોય એવો એનો દેખાવ થઈ ગયો અને એના અજાગૃત મનમાં જે શબ્દ ઘૂમી રહ્યો હતો તે 'લુટારા' શબ્દ એના મોંમાથી નીકળી ગયો. આ શબ્દની જાણે રાહ જોતો હોય તેમ પેલા ઓલીયાએ કહ્યું, “ડરીશ નહીં, કોઈપણ ભકતને કંઈ જ નુકશાન નહીં થાય. હું અહીંયા રક્ષણ કરવા હાજર રહીશ.” આમ બોલીને પેલા ડઘાઈ ગયેલા જુવાનને રસ્તા પર છોડી દઈ એ વૃધ્ધ માણસ છૂટો પડીને બીજે રસ્તે ચાલી ગયો. આ યુવાને નિરાંતનો શ્વાસ લીધો અને આવો વૃધ્ધ માણસ લુટારાની ટોળીનો કેવી રીતે સામનો કરી શકે તેનો વિચાર કર્યા વગર ઘેર જવા આગળ ચાલ્યો.

વહેલી સવારે રસ્તા પર થયેલા આ વિચિત્ર અનુભવની વાત એણે ઘેર જઈને ઘરનાં માણસોને જણાવી, એનો સાળો (કે બનેવી ') શ્રી. સાંઈબાબાનો અનન્ય ભકત હતો. તેણે એ વૃધ્ધનું વર્ણન કરવા કહ્યું. અંધારી રાતે બહુ સ્પષ્ટ દેખાતું નહોતું. અને એ ભકતનું મન પણ થોડું અસ્વસ્થ હતું છતાં ઈશ્વર કૃપાથી એના અંતરમાં એ વૃધ્ધજનની વિશેષતાઓ નોંધાઈ ગઈ હતી. દાઢીએ હાથ ફેરવતા, ફેરવતા અને વિચાર કરતે કરતે એ દૂર સુધી જોતો હોય એમ અટકી અટકીને કહેવા લાગ્યો. " એને સફેદ નાની દાઢી રાખી હતી, એ ઊઘાડે પગે હતો, એનો પોશાક સ્વચ્છ પણ કરચલીવાળો હતો, એ પણ પોતાના પોશાક માટે બેદરકાર હોય એવું લાગતું હતું. એના ખમીસનો ઉપરનો ભાગ ઊઘાડો હતો.” જેવો તે આ વાત કરીને અટકયો કે તરત જ પેલા સંબધીએ પૂછયું, ” પણ માથા ઉપર કંઈ હતું ?" માઈભકતે સામો પ્રશ્ન કર્યો, "માથા ઉપ૨? હા, મને યાદ છે ત્યાં સુધી એક સફેદ કપડું માથે બાંધેલું હતું અને એ કપડાથી એનું કપાળ પૂરેપૂરૂ ઢંકાયેલું હતું.” આ સાંભળીને સાંઈભકતે પહેલા પૂજય ભાવથી હાથ જોડયા અને કહ્યું કે તું ખરેખર નસીબદાર છે, એ અજાણ્યો માણસ તે બીજું કોઈ નહીં પણ ખુદ સાંઈબાબા જ હતા. એ ઘણીવાર દુ:ખી ભકતને મદદ કરવા જાતે આવે છે. એમની કૃપાથી જ તને બધી વાત વિગતપૂર્વક યાદ આવી. માઈભકતે સંમતિપૂર્વક આભારથી હાથ જોડયા અને જવાબ આપ્યો, "બધાં જ માઈ માઈજીના આશિર્વાદ.”

સાંઈ ઔ ૨ માઈ એક

અહીં જે પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે તે પ્રસંગ બન્યો તે સમયે “સાંઈ” સંસ્થાના વડા તરીકે પૂનામાં શ્રી. અમલ હતા. પૂનામાં માઈજી અને અમલ એકબીજાના પરિચયમાં આવ્યા અને અમલે માઈજીને તેમની સંસ્થામાં આવવા આમંત્રણ આપ્યું.વિશાળ જનસમુદાયની હાજરીમાં માઈ અને સાંઈના ફોટાઓની પૂજા આવી અને "સાંઈ ઓ

માઈ એક હૈ”ના નાદથી કાર્યક્રમ પૂરો થયો.


સાંઈબાબા ભકતને માઈજી પાસે મોકલે છે.


સન ૧૯૫૪ માં કાલીકટના એક સાંઈભકત ગંભીર માનસિક બીમારીથી

પીડાતા હતા. એક રાત્રિએ સાંઈબાબા એના સ્વપનામાં આવ્યા અને

કહ્યું “સાંતાક્રુઝ. સાંતાક સાંતાક્રુઝ, માઈ મદદ કરશે.” આ સંદેશાનો

અર્થ શરૂઆતમાં પેલા દર્દીને સ્પષ્ટ ના થયો, પણ આ સંદેશો વારંવાર

વધારે ભા૨પૂર્વક કહેવામાં આવ્યો ત્યારે તેને સમજાયું કે તેને મુંબઈમાં

સાંતાક્રુઝ પશ્ચિમમાં આવેલા 'માઈનિવાસ'માં જવાનું કહેવામાં આવે છે

. એની પાસે ત્યાં સુધી જવા માટે પૂરતી માહિતી હતી નહીં પણ

એટલામાં જ એણે સાંભળ્યું કે માઈજી થોડા મહિના પછી કાલીકટમાં

આવવાના છે. એણે ધીરજપૂર્વક આશા રાખીને રાહ જોઈ અને માઈજી

આવ્યા ત્યારે માઈજીને પગે પડયો અને પોતાની તકલીફનું અને

સ્વપ્નાના અનુભવનું વર્ણન કર્યું, માઈજીએ એના માથાને સ્પર્શ કર્યો

અને આર્શિવાદ આપ્યા. એ દિવસથી એની પીડાનો અંત આવી ગયો.


જ જયમાઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૮

 દુષ્કાળ સમયે દેખરેખ રાખનાર અમલદાર. 

 સને ૧૯૧૩માં વડોદરા રાજ્ય દુકાળમાં સપડાયું. આ અભૂતપૂર્વ દુકાળને પરિણામે પાક નિષ્ફળ ગયો અને આખા રાજયમાં અનાજની તંગી ઊભી થઈ. ભૂખમરો અને રોગચાળો ફેલાવા લાગ્યાં અને સંખ્યાબંધ લોકો મરવા માંડયા. આવા વાતાવરણ માં હતાશા અને શોકનું સામ્રાજય જાગ્યું અને હંમેશા બને છે તેમ સમાજના નીચલા સ્તરના લોકોને વધારે સહન કરવાનું થયું.

ભૂખે મરતા હજારો લોકોને મદદ કરવા સરકારે જુદે જુદે સ્થળે રાહત કેન્દ્રો ઊભા કર્યા હતા. સ્ત્રીઓ અને પુરૂષો માટે ખોદકામ કરવાનું કામ ઊભું કરવામાં આવ્યું. રાજયને આવા ખોદકામ કરાવવાની કંઈ જરૂર નહોતી પણ પ્રજા પાસે કામ કરાવ્યા વગર ભીખ આપવી એ પણ રાજયની નીતિ નહોતી. આથી દરેક વ્યકિતએ નક્કી કરેલા પ્રમાણમાં ખોદકામ કરીને રોજી – રોટી મેળવવાં પડતાં. તે સમયે વધારેમાં વધારે રોજનો પગા૨ ત્રણ આના (અત્યારના ઓગણીસ પૈસા) હતો.

વિષચક

શ્રી. માર્કડમાઈ તે સમયે જાલીયામાં આવેલી રાહત છાવણીના સુપરવાઈઝર હતા. એમણે એક જ અઠવાડિયામાં જોઈ લીધું કે સો માંથી એંશી માણસો જેટલું નક્કી કરાયું હતું તેટલું કામ આપી શકતા ન હતા. જો નક્કી કરેલા કામની ગણત્રી પ્રમાણે પગાર ચુકવવામાં આવે તો આ ગરીબ માણસોને એક ટંક ખાવા પૂરતું પણ મળી રહે નહી. પૂરતા ખોરાકને અભાવે નબળા પડેલા આ ગરીબ માણસો અત્યારે કરે છે એનાથી પણ ઓછું કામ કરી શકશે, ઓછો પગાર એટલે વધારે નબળાઈ અને વધારે નબળાઈ એટલે ઓછું કામ અને તેથી ઓછી કમાણી અને તેથી ઓછું કામ. આ વિષચક્ર ઘણી ખરી છાવણીઓમાં ચાલતું હતું.


માનવતા અને રાજય પ્રત્યેની ફરજ વચ્ચે ઘર્ષણ.


શ્રી. માર્કડભાઈનું દય છાવણીમાંના કામ કરનારાઓ પ્રત્યેની : પીગળી ગયું. એક તરફ રાજય પ્રત્યેની વફાદા૨ીથી એ જાગૃત હતા રાજો ! કામના પ્રમાણ માં પગાર આપવા નીમ્યા હતા અને બીજી તરફ એ કામગી ભૂખમરાથી મૃત્યુ તરફ દોરી જતા હતા. આ પ્રકારની ફરજ અને માણસાઈ વચ્ચેના દ્વિધાભર્યા સંધર્ષમાં માણસાઈ જીતી ગઈ. કામના માપની ગણત્રી ઉદારતા , થવા લાગી અને આથી કામ કરનાર સહુને પેટપૂરતી રોજી મળી રહેતી. પણ હિસાબના ચોપડાઓમાં કામ થયાનું પ્રમાણ અને તેની સામેની ચુકવણીનો મેળ બેસતો ન હતો. ધીરે ધીરે ૩000 માણસોના કામની ઘટનું પ્રમાણ હદ બહાર જઈ રહ્યું હતું. આ માટે કોઈકે ફરીયાદ કરી. તેથી એક સબ-ઍજનીયરને પૈસા ચુકવણીના પ્રમાણ માં કામની ગણત્રીનો અંદાજ કાઢવા મોકલવાનું રાજયે નક્કી કર્યું. આપણા સુપરવાઈઝર દિલગીર થઈ ગયા. એમણે આ કાર્યનો ફેંસલો માઈ ઉપર છોડી દીધો. માર્કડભાઈ માઈના સંતાનોને મદદ કરવા બદલ શિક્ષા ભોગવવી પડે તો તે ભોગવવા રાજીખુશીથી તૈયાર થયા.

મહારાણી મદદે આવે છે.

શ્રી. માર્કડમાઈની રાહત છાવણીના હિસાબ અને કામની ચકાસણી કરવા આવનાર અધિકારી આવે તે પહેલાં જ વડોદરા રાજયનાં મહારાણી બધી જ રાહત છાવણીઓની મુલાકાતે નીકળ્યા. આ રાહત કેન્દ્રોમાં ગરીબોના દુ:ખ અન પીડા ઓછા થયાં નહોતા. પણ માર્કડભાઈના રાહત કેન્દ્રમાં પરિસ્થિતી જુદી હતા. અહી મૃત્યુ અને માંદગીનું પ્રમાણ ખૂબ ઓછું હતું અને સહુની શારીરિક છે પ્રમાણ માં સારી હતી, અને મજૂરો આનંદમાં હતા. મહારાણીએ આ ઇકામ બદલ સંતોષ વ્યકત કર્યો અને એના સુપરવાઈઝરના કામની પ્રરીતી " મહારાણીએ સુપરવાઈઝર માર્કડભાઈને કહ્યું, "તમારી છાવણીના લોકોની તક સારા જણાય છે. હું તમારે માટે શું કરી શકું?" પણ આ શબ્દોથી

सुपरवायझरने સાંત્વન ના મળ્યું. એને ખબર હતી કે હિસાબની પરિસ્થિતીની જાણ થતાં જ એને ઠપકો મળવાનો છે. તેથી ધણી જ નમ્રતાથી એ બોલ્યા “મારી છાવણીનાં મજૂરો મહારાણીના ત્રઢણી છે જ.” મહારાણીને આ શબ્દોથી એ શું કહેવા માંગે છે તે સમજાયું નહીં પણ સુપરવાઈઝર આ રીતે પોતાને કંઈક કહેવા માંગે છે એવો અંદેશો તો એમને આવ્યો જ. એમણે કહ્યું, “સ્પષ્ટ બોલો” માઈને મૂક પ્રાર્થના કરી માર્કડભાઈએ કહ્યું, "હું કામના માપની ગણત્રીમાં ઘણો જ ઉદાર રહ્યો છું.” પોતાની આ સ્પષ્ટ કબૂલાતથી મહારાણી પર શી અસર થાય છે તેની અધ્ધર સ્વાસે રાહ જોતા ઊભા રહ્યા. મહારાણીએ તરત જ પ્રતિભાવ આપ્યો પણ તે એમણે ધાર્યો હતો તેવો તેમના પર વીજળી તૂટી પડે તેવો નહીં, પણ તે તો અમી છાંટણા થતાં હોય એવો મધુર હતો. મહારાણીએ સંતોષભર્યું સ્મિત કર્યું અને કહ્યું, "એમ જ હોવું જોઈએ. તમે યોગ્ય જ કર્યું છે, આખરે આ રાહતકેન્દ્રોનો હેતુ ગરીબોને આળસુ બનાવ્યા વગર મદદ કરવાનો છે. માર્કડભાઈને લાગ્યું કે સ્વયં એમના 'શ્રી માતા' અને 'શ્રી મહારાજ્ઞી' જાતે જ વડોદરાના મહારાણી સ્વરૂપે એમને પેલી અણછાજતી તપાસમાંથી ઉગારવા આવ્યા છે.

સફળતા

આ વાતચીત થતી હતી તે જ વખતે ચીફ એંજિનીયર અને એકઝીકયુટીવ એંજિનીયર એ છાવણીમાં આવ્યા અને મહારાણીને અભિવાદન કર્યો. મહારાણીએ પોતે કેવી રીતે માર્કડભાઈના કામની કદર કરી હતી એ કહ્યું, અને બીજી છાવણીઓમાં આવી જ રીતે કામ થાય એવી ઈચ્છા દર્શાવી અને સૂચના આપી. ચીફ એંજિનીયરને રોટલા પર કયાં માખણ હતું એની સમજણ પડી ગઈ અને મહારાણીના સૂરમાં સૂર મેળવીને કહેવા લાગ્યા કે ” મહારાણીજી, હું આ છાવણીની સતત મુલાકાત લઉ છું અને આ સુપ૨વાઈઝર સંતોષકારક રીતે કામ કરે છે તે હું જોઉં છું. મે એની ઉપ૨ના હોદ્દા માટે બઢતીની ભલામણ પણ કરી છે.

અધિકારીની દ્રષ્ટીમાં કેવો ચમત્કારિક ફેરફાર' માર્કડભાઈએ વિચાર્યું, એક બિનઉપયોગી માણસ કેવો એકાએક ઉપયોગી બની ગયો' ને કહેવાની જરૂર નથી કે માર્કડભાઈના હિસાબ તપાસવાનો સબ-એંજિનીયરને આપેલો હુકમ તરત જ રદ કરવામાં આવ્યો.

આ પ્રસંગને યાદ કરીને સંત માઈ સ્વરૂપ એમના પાછળના વર્ષોમાં કહેતા, માઈના સંતાનોની સેવા કરતા રહો તો માઈ તમારી પડખે જ રહેશે, અને જયારે બોલાવો ત્યારે હાજર થશે.”


જ જયમાઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૯

આદર્શ નાગરિક અને એનો બદલો. 


પૂનાથી લગભગ ૧૮૫ કિલોમીટર દૂર સેન્ટ્રલ રેલ્વે લાઈન પ૨ કુઈવાડી. જંકશન આવેલું છે. સન ૧૯૧૬ના શિયાળાની એક ઠંડી રાત્રે એ ઉજજડ અને અંધકારમય દેખાતું હતું. વિજળીના દીવાની ગેરહાજરીમાં થોડે થોડે અંતરે આવેલા ગેસના દીવામાંથી ફેંકાતો ઝાંખો પ્રકાશ અને ગરમી આ ઉદાસીન વાતાવરણ માં ઠંડીનો એહસાસ કરાવતા હતા.

તાજા કરેલા રંગની આછી વાસ આવી રહી હતી. બીજે દિવસે રેલ્વેના જનરલ મેનેજર આ સ્ટેશનની મુલાકાત અને તપાસ માટે આવવાના હતા. એના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી હતી. ઠીક ઠીક પ્રમાણ માં સાફસફાઈ કરવામાં આવી હતી. ખૂણે ખાંચરેથી કરોળિયાના જાળા સાફ કરવામાં આવ્યાં હતાં. દિવાલો ધોળાવવામાં આવી હતી, અને થાંભલાઓ ઉપર ફરીથી રંગ ચડાવવામાં આવ્યો હતો. પણ આ બધી રોનક અંધકારમાં છૂપાઈ ગઈ હતી. રોજ અહીં જ રાત ગાળવા ટેવાયેલા, ઘર વગરના નિરાધાર ગરીબ ભિખારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. પ્લેટફોર્મ ૫૨ એકાદ ૨ઝળતું કૂતરું પણ દેખાતું નહોતું.

બીજી ટ્રેન આવવાને ઘણીવાર હતી તેથી ફરજ પરના અધિકારીઓ પોતાના કર્યાલયમાં આરામ કરતા હતા. કંઈ જ હલનચલન દેખાતું નહોતું. ચારે બાજુ ભયપે ૨ક સૂનકાર વ્યાપી ગયો હતો.

વહેલી પરોઢનો સમય હતો. તે વખતે એક રૂપાળી યુવતી એના નાનાં બાળકને છાતીએ લગાડી ગેસલાઈટના પ્રકાશમાં પ્લેટફોર્મ પે૨ એક પાટલી પ૨ ટૂંટિયું વાળીને બેઠી હતી. એની પાસે કશો સામાન ન હતો. એક નાની સરખી પેટી પણ ન હતી. એ સ્ત્રી મદ્રાસ મેઈલની રાહ જોઈને બેઠી હતી. ઘણો લાંબો સમય રાહ જોવાની હતી અને વાતાવરણ માં એટલી ઠંડી હતી કે તે બાઈ ટાઢથી ઠુંઠવાઈ ગઈ હતી.

રેલ્વેના બે કર્મચારીઓ પગ છૂટો કરવાના આશયથી પોતાની ઓફિસમાંથી બહાર આવી પ્લેટફોર્મ પર આંટા મારતા હતા. તેમણે આ સુંદર સ્ત્રીને જોઈ. નવાઈ પામીને તેઓએ એની સામે જોયું. એમની રીતે વિચાર કરીએ તો ત્યાંના શુષ્ક વાતાવરણ અને એકધારી કંટાળાજનક જિંદગીમાં સમય પસાર કરવા માટે આ એક સારૂં સાધન હતું. બત્તીના અજવાળાની બહાર ઊભા રહી બન્ને જણાંએ એમની હાજરીની ખબર પડે એ રીતે ધીમા અવાજો કર્યા પણ એની કંઈ અસર થઈ નહીં. એ સ્ત્રીએ પાછાં ફરીને જોયું પણ નહીં. જાણે પથ્થરની મૂર્તિ હોય એમ સ્થિર બેસી રહી. આ યુવાનો હાર સ્વીકારે એમ નહોતું એ સ્ત્રી નિર્જીવ હોવાનો દેખાવ કરે તો એ એને જીવંત કરવા તત્પર હતા. એમણે સીસોટીઓ મારી. ધીરે ધીરે નજીક આવ્યા અને જાતજાતના અવાજો કરવા લાગ્યા. આમ છતાં પેલી સ્ત્રીએ મચક આપી નહીં, તિરસ્કા૨પૂર્વક એણે તો એમની અવગણના જ કરી. આથી પેલા પુરૂષોએ એમની રીત બદલી, એકબીજા સાથે મોટેથી કાનમાં બોલતા હોય એમ બિભત્સ ભાષામાં બોલવા લાગ્યા, સ્ત્રી નિઃસહાય હતી. એ પોતે ત્યાંથી દોડી જાય એ સિવાય આ દુષ્ટોનો પ્રતિકાર કરી શકે એમ ન હતી. સ્ટેશન છોડીને બહાર જવા માટે મોડું થઈ ગયું હતું અને સલામત પણ નહોતું. આથી કંટાળીને પેલી સ્ત્રીએ મોટે મોટેથી પેલાઓને ગાળો દેવા માંડી. પેલા બે જણ ચમકી ગયા, અને એ સ્ત્રીના મોંમાથી નીકળતા તીખાશબ્દોથી દાઝવા લાગ્યા. પોતે જરૂર કરતા વધારે આગળ વધી ગયા છે એ સમજાયું અને ચૂપ થઈ ગયા.

- એજ વખતે પેલા બાળ કે સંડાસ કર્યું. એથી પેલી પાટલી અને પ્લેટફોર્મ ગંદા થયા. કયાંય પાણી હતું નહીં. પેલા જુવાનોને પોતાના વર્તનથી જે હાર મળી હતી તેનો બદલો લેવાની તક મળી ગઈ. એમણે એ સ્ત્રીને સ્વચ્છતા વિશે મોટું ભાષણ આપ્યું અને રેલ્વેની મિલ્કત ગંદી કરવા માટે સ્ટેશન માસ્તરની ઓફિસમાં એને લઈ જવા તૈયાર થયા. પેલી સ્ત્રીએ વિચાર્યું હશે કે સ્ટેશન માસ્તરની હાજરીથી આ બે દુષ્ટોના ત્રાસથી તો બચી જવાશે એમ વિચારી એમની સાથે શાંતિથી ચાલવા લાગી.

૨હસ્ય.

થોડા સમય પછી આ સરઘસ પાછું આવ્યું. સ્ટેશન માસ્તરને પણ ન છૂટકે પોતાની ફરજ સમજી સગવડભરી ઓફિસમાંથી નીકળી કડકડતી ઠંડીમાં એ લોકોની સાથે આવવું પડયું. આ સરઘસની કોઈ પણ વ્યકિતને જરા પણ કલ્પના ન હતી કે તેમને માટે મોટું આશ્ચર્ય રાહ જોઈ રહ્યું છે. જે જગ્યાએથી પેલી સ્ત્રી અને એના પર આરોપ કરનારાઓ થોડીક જ મિનીટો પહેલાં ગયાં હતાં ત્યાં ગંદવાડનું નામનિશાન ન હતું. પેલી પાટલી અને પ્લેટફોર્મ સ્વચ્છ હતાં. પેલા બે જુવાન કર્મચારીઓ મૂર્માની માફક અને ન માનતા હોય તેમ પાટલીને તાકીને જોઈ રહ્યાં. એમણે આજુબાજુથી ગંધ પારખવાનો પ્રયત્ન કર્યો પણ એમને રંગની વાસ સિવાય બીજી કોઈ વાસ આવી નહીં. પેલી સ્ત્રીએ પણ પોતે બેઠેલી હતી એ જગ્યા ૫૨ નજર નાંખી પણ કશું દેખાયું નહીં. જે ચમત્કાર માટે એણે પ્રાર્થના કરી હતી તે થઈ ગયો હતો. એણે નિરાંતનો શ્વાસ લીધો. સ્ટેશન માસ્તર એમના કર્મચારીઓ પાસેથી

લાસો મેળવવા થોડીવાર રોકાયા. અને કંઈ પણ જવાબ ન મળવાથી માથુ હલાવી પાછા ફર્યા. આ પ્રસંગ સાથે સંકળાયેલી વ્યકિતઓ માટે આ પ્રસંગ આજ સુધી એક રહસ્ય જ રહ્યું છે.

૨હસ્ય સ્ફોટ

આ પ્રસંગ પાછળ હકીકતમાં કંઈ જ રહસ્ય ન હતું. માર્કડભાઈ એ વખતે આ પ્લેટફોર્મ પર જ હતા અને આ સુંદર સ્ત્રી અને પેલા યુવાનો વચ્ચે જે કંઈ બન્યું, જે વાતચીત થઈ તે બધું જ જોયું અને સાંભળ્યું હતું. માર્કડભાઈ એ વખતે બારસી મ્યુનિસિપાલીટીના (અત્યારે મહા રાષ્ટ્ર રાજયના શોલાપુ ૨ જિલ્લામાં) વરિષ્ઠ અધિકારી હતા અને સરકારી કામ અંગે બહારગામ જવા મદ્રાસ મેઈલની રાહ જોઈને જ ઊભા હતા. એમણે ગરમ સુટ પહેર્યો હતો અને ગળે ગરમ મફલર વિંટાળેલું હતું. એમણે જ ત્યાં કોઈ ન હતું તે વખતે એમના કિંમતી અને ઠંડીમાં જરૂ રી એવા મફલરથી ગંદવાડ સાફ કરી નાખ્યો હતો અને મફલર ફેંકી દીધું હતું.

એક તદન અજાણી સ્ત્રી માટે અસુવિધા ટાળવા ખાત૨ લાખોમાં કોઈ એકાદ વ્યકિત જ હોય કે આવું કાર્ય કરે.

 માઈનાં સાક્ષાત દર્શન.

આ ઉપ૨ વર્ણવેલા પ્રસંગના એક વર્ષ પછી માર્કડભાઈ સૂરત મ્યુનિસિપાલીટીમાં મ્યુનિસિપલ એંજિનીયર તરીકે નીમાયા પણ કમનસીબે સરકાર તરફથી એવી સૂચના આવી કે સરકારે નીયત કરેલા ઈજનેરોનેજ મ્યુનિસિપાલીટીમાં નીમવા. આથી માર્કડભાઈએ રાજીનામુ આપી દીધું પણ રહેવાનું સુરતમાં ચાલુ રાખ્યું. એમણે બીજે પણ અ૨જીઓ કરેલી અને અનુકુળ જવાબની રાહ જોતા હતા. પણ કોઈ પ્રત્યુત્તર આવતો નહોતો. આથી તેઓ અકળાઈ ગયા હતા. આ દિવસો પસાર થતા હતા પણ નોકરીનું ઠેકાણું પડતું નથી. દિવસો સુધી રાહ જોઈને બેસી રહેવાનું ત્રાસદાયક હતું. એટલામાં દશેરાની ઉજવણીનો પ્રસંગ આવી પહોંચ્યો. નવરાત્રિના નવમે દિવસે હંમેશની માફક પારણાં હતાં પણ માર્કડભાઈએ કંઈ પણ લેવાની ના પાડી. માર્કડભાઈ પૂજાના ખંડમાં ગયા અને માઈના ફોટા સામે બેસી પોતાની આ સ્થિતિ માટે જોરદાર ફરિયાદ કરી. એજ સમયે બહારના બારણે ટકોરા પડયા. ઘરમાં બધા જમવા બેઠાં હતાં એટલે તેમને પોતાનેજ બારણું ઉઘાડવા નીચે જવું પડયું. ત્યાં તાર ઓફિસમાંથી એમને માટે સંદેશો લઈને તારવાળો ઊભો હતો. આ તાર દ્વારા એમની નિમણૂંકનો સંદેશો હતો. આ સમાચારથી માર્કડભાઈના વર્તનમાં એકદમ ફેરફાર થઈ ગયો. તે નિરાશાની સ્થિતિમાંથી એકદમ આનંદમાં આવી ગયા અને કૃતજ્ઞતાથી માઈ પાસે આનંદના આંસુ પાડવા લાગ્યા. અને એમણે શું જોયું? મા એમની સામે ઊભેલી હતી અને કહેતી હતી કે હવે નીચે જઈને તું જમી લઈશ ને! એક ક્ષણ માટે જ આ સ્વરૂપ અને અવાજની પ્રતીતિ થઈ પણ એનો દૈવી આનંદ ઘણા લાંબા સમય સુધી રહ્યો.


જ જયમાઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૧૦

માઈજી અને અસામાજિક તત્વો. 


આખી દુનિયામાં હર હંમેશ અવતારોને, સંતોને અને પુરૂષોને અસામાજિક તત્વોએ હેરાન કર્યા છે. જો કે આવા દુર્વ્યવહારો એ તો ચારિત્ર્યવાન સંતોને વધુ તેજસ્વી બનાવ્યા છે. સંત માઈસ્વરૂપ પણ આમાંથી અપવાદરૂપ રહી શકયા નથી. સંતસ્વરૂપ પ્રાપ્ત થયું તે પહેલાં અને પછી એમને આવા અસામાજિક તત્વોના ઘણાં અનુભવો થયા હતા. તેમાંના ઘણાં જાણવા જેવા છે. ચૂપકીથી આવતો ચોર, હુમલો કરતો ભિખારી તથા ઉધ્ધત સન્યાસી એ સહુએ પોતાનો પરચો બતાવ્યો હતો. એમાંના કેટલાંક પ્રસંગો અહીં વર્ણ વ્યા છે.

ચોર 

સન ૧૯૨૪માં અમદાવાદમાં માર્કડભાઈનો એક નોકર તેમના પત્નીની સોનાની બંગડીઓ લઈને નાસી ગયો. પોડા દિવસ પછી એ ચોર એમના ઘર સામેની ગલીમાંથી પસાર થતો ઘરના માણસોએ જોયો, અને ઓળખ્યો. 'ચોર, ચોર, પકડો પકડો' એવી બૂમો પાડી એ ચોરને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારે માર્કડભાઈએ શાંતિથી એમના પત્નીને કહ્યું, " શા માટે જીવ બાળો છો? તમે એ બંગડીઓ ઘણા વર્ષો સુધી પહેરી છે, હવે એ બીજા કોઈને પહેરીને રાજી થવા દો.” ભવિષ્યમાં માઈજી એમના શિષ્યોને જે બોધપાઠ આપવાના હતા તેનું જ જાણે આ પ્રાથમિક સૂચન હતું. આ સંતના શબ્દોમાં કહીએ તો " બીજાને તકલીફ થાય કે શિક્ષા થાય એવો પ્રયત્ન માઈધર્મીએ કદી કરવો જોઈએ નહીં.” માઈધર્મમાં વેરવૃત્તિ અને પોતાને થયેલા અન્યાયનો બદલો લેવાના વિચારને સ્થાન નથી. તમારી પાસે કશું ક વધારે હોય તો એ ખૂંચવી લઈને બીજું કોઈ સુખી થતું હોય તો તેમ થવા દો. બદલાની ભાવનામાં ન્યાય નથી.

મને સંત રમણ મહર્ષિના શબ્દો યાદ આવે છે. એકવાર જયારે ચોરોએ એમના આશ્રમની પવિત્ર જગ્યાને ખરાબ કરી ત્યારે આશ્રમવાસીઓ એ ચોરોને પકડીને શિક્ષા કરવા માંગતા હતા. શ્રી. રમણ મહર્ષિએ ત્યારે આશ્રમવાસીઓને કહ્યું કે " એમને છોડી દો. એ અજ્ઞાન છે અને ગેરમાર્ગે દોરવાયેલા છે. કોઈવાર તમારા દાંતથી તમારી જીભ કચરાઈ જાય છે પણ ત્યારે દાંત પાડી નાખતાં નથી.” | ઈ.સ. ૧૯૩૦માં પૂનામાં માર્કડભાઈ જયારે 'બાદશાહી લોજ'માં રહેતા હતા ત્યારે એમની ઘણી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. પોલિસે ચોરને પકડી પાડયો હતો અને એણે ચોરેલી વસ્તુઓ તપાસીને એ વસ્તુઓના માલિકોને પણ શોધી કાઢયા હતા. એક સ્ટવ ઉપર એમ.આર.ડી. (માર્કડ રતનલાલ ધોળકિયા)નામ લખેલું. તે પરથી માર્કડભાઈને શોધી કાઢી પોલિસે પેલા ચોર ઉપર કેસ કરવાનું માર્કડભાઈને સૂચવ્યું. પણ ચોર ૫૨ કોર્ટમાં કેસ થઈ શકયો નહીં કારણ કે માર્કડભાઈએ ફરિયાદ પત્ર પર સહી કરવાની ના પાડી. પોલિસને એમણે કહ્યું, "સામાન્ય રીતે લોકો પોતે ચોર નથી એવા ખોટા ખ્યાલમાં જીવે છે. જો હું મને મળતા પગારના પ્રમાણ માં કામ ના આપું તો હું લોકોના પૈસાનો ચોર ન કહેવાઉ? આ દ્રષ્ટિએ જોઈએ તો અમલદારો, ધંધાદારીઓ, વેપારીઓ, મીલમાલિકો, જમીનદારો અને બીજા ઘણાં સફેદ કપડાં પાછળ છુપાયેલા ચોર છે. તમારી પાસે કોઈ વસ્તુ વધારે હોય અને કોઈ બિચારાને એની અત્યંત જરૂર હોય તો એ વ્યકિત એ વસ્તુ તમારી પાસેથી ઝૂંટવી લે તો એ બાબત તમારે સ્વાભાવિક ગણવી જોઈએ. મને લાગે છે કે તમારી પત્નીને આ નવો સ્ટવ બહુ જ ગમશે. પેલાને છૂટો કરો અને સુખી થવા દો અને તમે આ સ્ટવ મેળવી ખુશ થાવ.” પછી શું થયું તે કહેવાની જરૂર નથી.

ઉપ ૨ના બે બનાવો માઈજી સંત તરીકે સ્વીકૃતિ પામ્યા તે પહેલાનાં છે. તે પછીનો એક બનાવ ઈ.સ.૧૯૪૯ નો છે. 'માઈનિવાસ'માં એક શુક્રવારે સમૂહ પુજા થયા પછી એક ભકતે મંદિરમાં ચોરને ચોરી કરતાં પકડયો. માઈજીએ ચોરને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તારે જે જોઈએ તે અહીંથી લઈ જા.” પેલો માણસ શરમાઈને જતો રહ્યો.

આક્રમક ભિખારી 

ઈ.સ. ૧૯૩૮માં માઈજી પૂનામાં 'સ્પેશિયલ લેન્ડ એકવીઝીશન ઓફિસ૨', તરીકે કામ કરતા હતા. તે વખતે એ નીહાલ પેઠમાં રહેતા હતા. દરરોજ બપોરે જમવાના સમયે એક ભિખારી બંગલાની સામે આવીને ઊભો રહેનો અને માઈજી એને બે ચાર રોટલીઓ આપતા. આ તો રોજનો નિયમ થઈ ગયો હતો. આ નિયમ લગભગ બે વર્ષ સુધી ચાલ્યો, પણ એકવાર કોઈ અનિવાર્ય કારણસર આ નિયમમાં બે દિવસ ભંગ પડયો અને ભિખારીને રોટલી મળી નહીં. ત્રીજે દિવસે માઈજી નિયમ પ્રમાણે રોટલી આપવા બહારના દ૨વાજે પહોંચ્યા ત્યારે પેલો ભિખારી બહુ ગુસ્સામાં ત્યાં ઊભો હતો. પેલાએ ગુસ્સામાં મોટો ઘાંટો તો પાડયો જ પણ સાથે સાથે માઈજી ત૨ફ લાકડી પણ ઊગામી. "બે દિવસથી કયાં હતો?" એમ કહી જોરથી હાથ પર લાકડી ફટકારી. પેલાએ માથા ઉપર ફટકો મારવા લાકડી ઉગામી હતી. પણ માઈજીએ બચાવ માટે હાથ ઊંચા કર્યા તેથી માથામાં ગંભીર ઈજા થતી રહી ગઈ પણ ફટકાથી બે આંગળીઓ ભાંગી ગઈ. ને તરત જ ત્યાં ટોળું ભેગું થઈ ગયું, અને પોલિસ પણ આવી પહોંચી. હુમલો કરનાર ભિખારીને પકડી એની લાકડી ખૂંચવી લેવામાં આવી. એના પર કેસ કરી એને ઘટતી શિક્ષા કરાવવાની સહુની ઈચ્છા હતી. આ બધાંને શાંત પાડતા માઈજીને ખૂબ મહેનત પડી. આંગળીઓમાંથી લોહી નીકળતું હતું. પણ એમણે ફરિયાદ દાખલ કરવાની ના પાડી. એમણે કહ્યું કે મારી પહેલી ધાર્મિક ફરજ એ છે કે મારે બધાં ઉપ ૨ પ્રેમ કરવો. પેલો ભિખારી રોજની જેમ પોતાની ભીખ લઈને ચાલતો થયો.માઈજીએ એને શાંતિથી જવા દીધો.

ઘમંડી સન્યાસી.

ભગવા કપડાં એ સાધારણ રીતે ત્યાગ અને તપસ્યાનું પ્રતિક છે અને એટલે આદરને પાત્ર ગણાય છે. પરંતુ આમાં પણ અપવાદ હોઈ શકે છે. જ્યારે કે કેટલીક વ્યકિતઓ ભગવા કપડાં માત્ર વિશ્વાસુ માણસોને છેતરવા માટે ધારણ કરે છે.

ક્યારેક ભગવા ધારણ કરનારે પોતાના વસ્ત્રોને અનુરૂપ નમ્રતા કેળવી હોતી નથી. તેથી તેઓ કોઈનોય અનાદાર સહન કરી શકતા નથી, અને ઘમંડી અને ઉધ્ધત બની જાય છે. આ મિજાજી તોરમાં તેઓ કયારેક અજાણતા પણ બીજાને છેતરવાન અસામાજીક કૃત્ય કરી બેસે છે.

ઈ.સ. ૧૯૫૦માં એક દિવસ બપોરના સમયે માઈનિવાસને દરવાજે કોઈ મોટેથી 'હરે રામ' બોલીને આવીને ઊભું રહ્યું છે એવું લાગ્યું એટલે માઈજીએ દરવાજો ઊઘાડયો. એક પ્રૌઢ લાગતી વ્યકિત અને ત્રણ યુવાનો અંદર આવ્યા. આ સહુએ ભગવા વસ્ત્ર પહેર્યા હતા અને શરીરે ભભૂત લગાડેલી હતી. પ્રૌઢ વ્યકિતએ માથા પ૨ ગાંઠ મારી સફેદ વાળને બાંધ્યા હતા અને તેની સફેદ દાઢી ફરફરતી હતી. એના ગળામાં રૂદ્રાક્ષની માળા હતી, અને હાથમાંના દંડને છેડે ત્રણ આંકડીઓ હતી. બીજા ત્રણ એના ચેલાઓ હતા તે સતત માળા ફેરવતા હતા. હૉલમાં આવીને પેલો ઉમર લાયક સન્યાસી જમીન પર પલાંઠી વાળીને બેસી ગયો અને બીજા ત્રણ વિનય પૂર્વક ઊભા રહ્યો. માઈજી આ વણનોતર્યા મહેમાનોને રમૂજ અને જિજ્ઞાજ્ઞાથી જોઈ રહ્યા. થોડીવાર કોઈ જ બોલ્યું નહીં પછી ત્રણ યુવાનોમાંના એ કે માઈજીને આજ્ઞા કરી કે અહીં આવો અને પગે પડો. આશિર્વાદ મેળવો. માઈજીએ ધીરે થી માથું હલાવી એમ કરવાની ના પાડી અને કહ્યું, "હું મારી વિશ્વમયી મા ને જ પગે પડું છું” જમીન પર બેઠેલો માણસ એકદમ ટટ્ટાર થઈ ગયો અને ગુસ્સે થઈ ગયો. હાથની મુઠી હૃદય પર મૂકી જાણે શાપ આપવા માટે તૈયારી કરતો હોય તેમ ધમકીભર્યા શબ્દો બોલ્યો, "હું તને એક ક્ષણ માં ભસ્મ કરી દઈશ.” અનુયાયીઓ યજમાનની પ્રતિક્રિયાની રાહ જોવા લાગ્યા કે તરત જ આવી. માઈજીએ પોતાના બે હાથની અદબ વાળી અને બેપરવાભ રી સરળતાથી કહ્યું, “ભલે, ભસ્મ કરી દો. પ્રયત્ન કરી જુઓ. ચાલો, આગળ વધો. તમારે કેટલો સમય જોઈશે એમ તમે કહ્યું હતુ?” પેલો ઉધ્ધત સંન્યાસી એકદમ શૂળ ભોંકાએલા ફુગ્ગાની માફક ઢીલો પડી ગયો અને નીચું જોઈને શાંત બેસી રહ્યો. માઈજીએ એ જ સરળતાથી કહ્યું "હું જો મારી મા પાસે તને ભસ્મ કરવાની માંગણી કરૂ તો તે કદાચ મારી પ્રાર્થના સાંભળે. પણ હું એ પ્રકારનો માણસ નથી. હવે ચાલવા માંડો અને તમારો ધંધો બીજે કરો. તમે ખોટી જગ્યાએ આવી ચડયા છો.”

તે વખતે સાંજ થવા આવી હતી અને આ આગંતુકોને રાત્રે આશરો લેવાની કોઈ જગ્યા ન હતી. તેથી તેમણે તે રાત માઈનિવાસમાં વિતાવવા દેવાની વિનંતી કરી. એ લોકો જયાં સુધી માઈનિવાસમાં રહે ત્યાં સુધી ભગવા કપડાં ઉતારી સાદા કપડાં પહેરે એવી શરતે એમની વિનંતી સ્વીકારવામાં આવી.


છે જયમાઈ જ


* જયમાઈ જ

પ્રકરણ ૧૧

ગૃહ જીવન, એના પ્રત્યાઘાતો. 


આ સંતના અંગત જીવનની કેટલીક વાતો કથનના અનુસંધાન રૂપે આગળ કહેવાઈ ગઈ છે. વાચકને માઈસ્વરૂપને જીવનમાં જે તકલીફો વેઠવી પડી હતી તેનો ખ્યાલ આવે અને એમની એક સંત તરીકેની તેમ જ એક ગૃહસ્થ તરીકેની ઓળખ મળે એ હેતુથી અહીં થોડી વધારે માહિતી આપવામાં આવી છે. જો કે વ્યકિતના ઐહિક વિકાસને આધ્યાત્મિક વિકાસથી સંલગ જુદો પાડવાનું કાર્ય સહેલું તો નથી જ.

સ્વમશીલ છોકરો.

માર્કંડ એમની બાલ્યાવયમાં જ પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારેથી જ શૂન્યમનસ્ક અને સ્વપ્નશીલ હતા. એમને એમની ઉમરના છોકરાઓ સાથે રમવું ગમતું નહીં, એમના વર્ગના વિદ્યાર્થીઓ જે રમતો રમતા એના નામની પણ એમને ખબર ન હતી. ઘરમાં પહેરવાના વિવિધ પ્રકારના કપડાંનાં નામો પણ કેટલીક વખત એમને આવડતા નહીં, ઘરમાં રોજ વપરાતાં અનાજ કે મશાલાનાં નામ પણ એમને ખબર નહોતી. એક વખત એમના શિક્ષકે એમને સવારના નાસ્તામાં શું ખાધું હતું એમ પૂછયું ત્યારે એ એનો જવાબ આપી શકયા ન હતા. ભવિષ્યની આધ્યાત્મિકતા માટે સજ્જ થતા હોય તેમ એ હંમેશા આંતરમુખ બનીને પોતાની જાતથી જ જાણે અજાણ હતા.

કુટુંબ.

માર્કડભાઈના લગ્ન શ્રીમતી દીનવંતીબહેન સાથે થયા હતાં એ આગળના પ્રકરણ – ૩માં કહેવાઈ ગયું છે. તેમને એક દીકરી અને બે દીકરા હતાં. તેમની દીકરી ભકિતબહેનનાં લગ્ન વડોદરામાં વકીલાત કરતા શ્રી અરવિંદભાઈ બૂચ સાથે થયાં હતા. તેમના મોટા દીકરા પુરંજનભાઈ અમદાવાદમાં બેંકમાં ઓફિસર હતા અને નાના દીકરા લલિતરંજનભાઈ રાજકોટમાં એક વેપારી પેઢીમાં સારા હોદ ૫૨ હતા. તે તેમના પત્ની નીલોત્પલાબહેન અને બાળકો સાથે રાજકોટમાં રહે છે. માઈજીના સર્વ સંતાનો માઈધર્મી છે.

ધાર્મિક ગ્રંથો

શ્રી. માર્કડભાઈ ૨૪ વર્ષના થયા ત્યાં સુધી એમનું પ્રિય ધાર્મિક પુસ્તક એક માત્ર 'સપ્તશતિ' હતું. આ સપ્તશતિના સતત પઠનની અસ૨ પુ૨વા૨ ક૨વા એ અનેકવિધ પ્રયોગો કરતા. ઈ.સ. ૧૯૦૯થી એમણે 'લલિતા સહસ્ત્ર નામ' નું પઠન કરવાનું શરૂ કર્યું. સર્વ ધર્મના પવિત્ર ગ્રંથોનો અભ્યાસ એમને પ્રિય હતો. આમ એમની ધાર્મિક દ્રષ્ટિનો પ્રગતિશીલ વિકાસ ક્રમશ: થતો જતો હતો. |

માતપિતાનો દેહાંત. ઈ.સ. ૧૯૨૫ થી ૧૯૩૧ સુધીનો સમય માર્કડભાઈ માટે દુ:ખ અને માનસિક તાણનો હતો. સન.૧૯૨૫માં એમના માતુશ્રી પ્રભાલક્ષ્મીદેવી દેવલોક પામ્યાં અને ચાર વર્ષ પછી એમના પિતા શ્રી. રતનલાલ ધોળકિયાએ પણ જીવનલીલા સંકેલી લીધી.

e ઘર પડી જાય છે. શ્રી. માર્કડભાઈની ઈશ્વર વિશેની કલ્પના 'હિંદુ માતાજી'માંથી 'વિશ્વ વ્યાપક મા' રૂપે પરિવર્તિત થઈ રહી હતી. માતાજીના 'શકિત' સ્વરૂપમાંથી 'પ્રેમ' સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું હતું.

તે સમયના રૂઢિચુસ્ત સનાતનીઓ 'સર્વમનુષ્ય સમભાવ'ના વિચારનો સખ્ત વિરોધ કરતા હતા, માર્કડભાઈના જીવનમાં કોઈ પણ અઘટિત બનાવ બને તો તેઓ તેને 'માતાજી'ના કોપનું પરિણામ ગણાવતા હતા. માર્કડભાઈના 'વિશ્વવ્યાપી મા' ના નવા ધર્મ વિચારને લીધે 'માતાજી'નો કોપ ઉતરે છે એમ તેઓ માનતા. સન ૧૯૨૭માં ગુજરાતની ઘણી નદીઓમાં પૂર આવેલા. તેમાં બીજા અનેક ઘરોની સાથે માર્કડભાઈનું પેટલાદનું ઘર પણ તૂટી પડયું. આ ઘ ૨માં તો એમની આખી જીંદગીની કમણી હતી, તે ય ધોવાઈ ગઈ. એમના વિરોધીઓનું માનવું હતું કે પરાપૂર્વથી ચાલી આવતી માતાજીના સ્વરૂપ વિશેની માન્યતાઓનો તિરસ્કાર કરી માર્કડભાઈએ નવા સ્વરૂપની ધારણા કરી તે જ આ દુષ્પરિણામનું કારણ છે. જો કે બીજા સનાતનીઓના મકાનોની આવી જ દશા હતી પણ એ માટે તેઓ ચૂપ હતા. માર્કડભાઈ આ સમયે પોતાના વિચારોમાં અણનમ રહ્યા. પૂર આવે, તોફાન આવે કે ગમે તેવી આફત આવે તે પણ તેઓ ડગ્યા નહી. હકીકતમાં તેઓ પોતાના વિચારોમાં નિર્ભય થઈ આગળ વધી રહ્યા હતા.

માર્કડભાઈ એક પ્રેમાળ પતિ અને માયાળુ પિતા હતા. એમની દીકરીના લગ્નને દિવસે એમણે એને વ્યવહારૂ અને આધ્યાત્મિક સૂચનાઓ આપવા ત્રણ કલાક ગાળ્યા હતા.

પત્ની સાથે મતભેદ.

માર્કડભાઈ પ્રથમ 'ભકત' હતા અને પછી ગૃહસ્થી. એમને મન ગૃહસ્થધર્મ કરતાં માઈધર્મનું વિશેષ મહત્વ હતું. એમની આ વિચારસરણી સાથે એમના પત્ની સંમત ન હતા. માઈજીએ ઘણીવાર કહ્યું છે કે માલિકી હક્ક માંગવાનો સ્ત્રીઓનો મૂળભૂત સ્વભાવ છે. પ્રત્યેક સ્ત્રી ઈચ્છે છે કે એનો પતિ એને એના જીવનમાં કેન્દ્રસ્થાને રાખે. બીજી કોઈ વ્યકિતને તો નહીં જ પણ ખુદ ભગવાનને પહેલું સ્થાન અને એને બીજું સ્થાન આપો તો તે પણ તેને માન્ય નથી. માર્કડભાઈ કોઈપણ સંજોગોમાં પોતાનો ધર્મ પ્રત્યેનો પ્રેમ છોડવા તૈયાર નહતા. પુત્રના લગ્ન સંભારંભ કરતાં માઈના ઉત્સવનું એમને મન વધારે મહત્વ હતું.

તેથી સ્વાભાવિક રીતે જ તેમના કુટુંબમાં થોડો ખટરાગ રહેતો હતો. માઈજીના પત્ની તેમના ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા તૈયાર ન હતા. એક વખત પુનામાં પ્લેગનો रोग फैलायो હતો. જયારે આ ઉપદ્રવ શાન્ત પડયો ત્યારે માઈકૃપાનું ઋણ અદા મા મા ઈજીના બંગલામાં પૂજા રાખવામાં આવી હતી. ત્યાં ઘણા ભકતો હાજર . હતા પણ તે સમયે માઈજીના પત્નીએ એમના ખંડમાંથી બહાર આવવાની

ઘસીને ના પાડી દીધી.

એક રાતે દીનવંતીબહેનને માઈએ સ્વપ્નમાં આવીને એના પતિને ધર્મનું કાર્ય કરવા માટે સ્વતંત્રતા આપવા કહ્યું પણ જિદી પત્નીએ ચોખ્ખી ના પાડી દીધી. છેવટે એ માનસિક અસ્થિ રતાનો ભોગ બન્યાં અને તેમને યરવડાની માનસિક રોગની હોસ્પિટલમાં રાખવા પડયા. સન-૧૯૫૯માં તેમણે આ ફાની દુનિયા છોડી દીધી.

માઈજીને એમની પત્ની માટે ખૂબ આદર અને પ્રેમ હતા. એમણે એમની પત્ની વિશે લખતા જણાવ્યું છે કે માઈએ મારી પત્નીના દિવ્ય આત્માને ભ૨પૂર આશિર્વાદ આપ્યા છે, હું જે છું અને જે કંઈ કરી શકયો છું તે એના શાંતિપ્રિય સ્વભાવને લીધે

જ છે..

જાદાઈ.

સન ૧૯૩૨માં માઈધર્મની ધોષણા કર્યા પછી માઈજી પોતાના કુટુંબથી અલગ રહેવા લાગ્યા. એમના ઘરમાં બે ઓરડા, એક માઈ માટે અને એક પોતાને માટે એમ રાખ્યા હતા. અને બાકીના ઘ૨માં એમના પત્ની અને બાળકો રહેતા હતાં. ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન હોવા છતાં એમણે કુટુંબની જવાબદારી છોડી નહોતી. લાગણીના બંધનોને શકય એટલા ઓછા કરીને માઈજી પોતાના ઓરડમાં રહેતા હતા પરંતુ કટુંબની બધી જ આર્થિક જવાબદારીઓ નિભાવતા હતા. સાધુજીવનનાં લાભ મેળવ્યા વગર એ ગુહસ્થજીવનની અગવડો વેઠી લેતા હતા, કારણ કે એમનો ધમે એમને પોતાની સેવાપુજા કરાવવાનો ન હતો બલ્ક લોકોની સેવા કરવાનો હતો.

હવે પછીના પ્રકરણોમાં ''માઈસ્વરૂપ એક મનુષ્ય તરીકે" એ શિર્ષક હેઠળ લખાયેલા પ્રકરણ માં એમના વ્યકિતગત જીવનની અને એક સિધ્ધ આત્મા તરીકેની વિગતોની વાત કરી છે.


જ જયમાઈ


જયમાઈ જ 

પ્રક૨ણ ૧૨

સોપા૨ક૨ દંપતી.


 સ્વર્ગસ્થ શ્રી. સોપારકર અને શ્રી. માર્કડભાઈ પૂનાની કોલેજમાં સહાધ્યાયી અને મિત્રો હતા. આ બેમાંથી એક ઉપરી અમલદાર થયો અને બીજો એના હાથ નીચેના હોદ્દા પ૨ હતો ત્યારે પણ આ મૈત્રી ચાલુ રહી.

'અતિપરિચયાત અવજ્ઞા' એવું કહેવાય છે. પણ કયારેક અતિ પરિચયથી અનાદર ન જન્મે તોય કેટલીક વાર તેને લીધે બીજી વ્યકિતનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે નહીં એવું બને ખરૂ! શ્રી. સોપારકર એમના મિત્ર શ્રી. માર્કડભાઈની ઊચ્ચ પ્રકારની ધર્મનિષ્ઠાને કબૂલ કરતા પણ એમને સુપ૨માનવ તરીકે (એમનામાં રહેલી દૈવીશકિતને) સ્વીકારવા તૈયાર ન હતા. એ કોઈ પણ વ્યકિતમાં આવી અસાધારણ શકિત હોય એ બાબતનો ઈન્કાર કરતા એવું નહોતુ. પૂનામાં રહેતાં અને આધ્યાત્મિક શકિત ધરાવતાં એક સન્નારીના એ ભારે પ્રશંસક હતા. એ બહેનમાં આધ્યાત્મિક શકિત જેવું ખાસ હતું નહી પણ એ ગુઢવિદ્યાના ઉપાસક હતા. એમના ભકતો એમને 'માતાજી' તરીકે ઓળખતા હતા. આ 'માતાજી' વિશે હવે પછીનાં પ્રકરણોમાં વાત કરીશું.

શ્રીમતિ તારાબેન સોપારકર ભકિતભાવવાળા હતાં. સન ૧૯૩૧ના સપ્ટેમ્બરમાં એ ગંભીર માંદગીમાં સપડાયાં અને પથારીવશ થઈ ગયા. એક દિવસ એમને એવું લાગ્યું કે કોઈ આજુબાજુમાં જ 'સપ્તશતી'માંના એક શ્લોકનું રટણ કરી રહ્યું છે. એમણે એમના પતિને બોલાવીને કહ્યું કે આસપાસમાં કોઈ સાધુ આવ્યો હોય તો તપાસ કરી આવો. શ્રી. સોપારકરે તપાસ કરી અને કહ્યું કે આટલામાં તો એ પોતે અને હમણાં જ આવેલા માર્કડભાઈ સિવાય બીજુ કોઈ જ નથી. આ સાંભળી તારાબેને આનંદનો ઉદ્દગા૨ કાઢયો અને કહ્યું "એ આવ્યા છે એમ? તો પછી મેં એમને જ બોલતા સાંભળ્યા હશે, જાવ, એમને ઉપ૨ લઈ આવો."

સૌ. તારાબેને બારણાંમાં આવીને ઊભેલા આંગતુક સામે જોયું અને ધીરેથી નીચેનો શ્લોક બોલવા લાગ્યા.

"દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજંતોઃ સ્વસ્થ ઋતા મતિમતીવ શુભાં દદાતિ, દારિદ્ર દુ:ખ ભયહારિણિ કા તદન્યા સર્વોપકારક૨ણાય સદાદ્રચિત્તા."

એમણે માર્કડભાઈને પૂછયું કે આ શ્લોક તમે બોલતા હતા? માર્કડભાઈએ માથું હલાવીને 'હા' પાડી અને ઉમેર્યું કે હું આ શ્લોક બોલતો નોહતોપણ તે મનમાં ને મનમાં જ હોઠ ફફડાવ્યા વગર જ બોલતો હતો.

આ શ્લોક એમને અત્યંત પ્રિય હતો, અને વારંવાર એનું રટણ કરતા હતા. એનો અર્થ એવો છે કે હે મા દુર્ગા! તને યાદ કરવાથી તું અનેક પ્રકારે ઉત્પન્ન થતાં સર્વ ભયનો નાશ કરે છે. તારૂએક ચિત્તે સ્મરણ અને ધ્યાન કરવાથી તું સાચી સમજણ આપી સાચા નિર્ણય લેવાની બુધ્ધિ આપે છે. તારા સિવાય એવું કોણ છે કે જે દારિદ્રય, દુ:ખ અને ભય દૂર કરી શકે? તારૂં દય ભકતો માટે કરૂણાથી ભરેલું છે. તે ભકતો પર હંમેશા કૃપા ઊતારે છે.

તારાબહેન જિંદગીની છેલ્લી ઘડીઓ જીવી રહ્યાં હતાં તે વખતે તેમને માર્કડભાઈની હાજરીથી રાહત મળતી હોય એમ સહુને લાગ્યું. આથી શ્રી. સોપારકરે પોતાના મિત્રને પોતાને ઘેર જ રહી જવા આગ્રહ કર્યો.

તે દિવસોમાં સોપારકરના દીકરીને એક શ્રી પીપળખરે નામે શિક્ષક ડ્રોઈગ ભણાવવા આવતા હતા. તેમણે પંઢરપુરના એક સંતને તેમની વિદ્યાર્થીનીની માતાની આ માંદગીમાંથી સારા થવાની શકયતા વિષે પૂછયું. સંતે કહ્યું કે આ દર્દીનું આયુષ્ય તો પુરું થઈ ગયું છે પણ તેમના ઘરમાં એક સંત પુરૂષ રહે છે અને તેમની આમન્યા તોડીને મૃત્યુ તારાબહેનને લઈ જઈ શકતું નથી. જેવા આ સંત ઘરની બહાર જશે કે

તરત દર્દી આ દુનિયા છોડી જશે. આ ભવિષ્યવાણી જાણીને શ્રી. સોપા૨ક ૨ ઊંડા વિચારમાં પડી ગયા. તે લાગણીપ્રધાન કે વહેમી સ્વભાવના નહોતા પણ આ પ્રશ્ન એમની પ્રિય પત્નીને સ્પર્શતો હતો. સંતની વાણીમાં વિશ્વાસ ન હોવા છતાં ય એની અવગણ ના આફત સર્જી શકે તેમ હતી. આથી ખૂબ મનોમંથન કર્યા પછી એ એવા નિર્ણય પર આવ્યા કે આ કટોકટીમાં આ અવિશ્વાસને દ્રઢતાપૂર્વક મનમાંથી કાઢી નાખવો એ જ આવી પડનાર આફત સામે ડહાપણ ભર્યો બચાવ છે. શુષ્ક તર્કની સામે પત્ની પ્રત્યેનો પ્રેમ વિજયી થયો. તેમણે તેમના ઉપરી અધિકારીના હક્કથી અને મિત્રતાના દાવે એવી વ્યવસ્થા કરી કે માર્કડભાઈએ કોઈપણ કારણસર ઘ ૨ની બહાર જવું નહીં અને કાર્યાલયમાંથી કામ ઘે ૨ મંગાવી લઈને પૂરૂ ક૨વું.

થોડા દિવસ એમ જ નીકળી ગયા. તારાબહેન માંદગીને બિછાને જ છેલ્લા શ્વાસ લેતા હતા. એક દિવસ ત્રણ પ્રખ્યાત ડોકટરોએ એમને તપાસીને જાહેર કર્યું કે એ હવે ફકત એકાદ કલાકમાં જ મહેમાન છે. બધાં જ કુટુંબીઓ પથારીની આસપાસ હોલમાં ભેગાં થયાં હતાં. બંધ કરેલી આંખો, બેસી ગયેલા ગાલ અને બ્લેન્કેટમાં વીંટળાયેલું તારાબહેનનું નિર્બળ શરીર વ્યથાપૂર્ણ નજરે સહુ જોઈ રહ્યાં હતાં. પતિ ખૂબ જ વ્યથિત હતા.

- હર્બટ આર્મસ્ટ્રોંગે લખ્યું છે કે જયારે ગંભીર માંદગી આવે ત્યારે લોકો ડોકટરને બોલાવે છે. મનુષ્યના ધંધા કીય જ્ઞાન પર આધાર રાખવો એ મોટાભાગના માણસો માટે સ્વાભાવિક છે. પરંતુ જયારે દરદીની દેખભાળ કરતો ડોકટર માથું હલાવીને એમ કહે કે ડોકટરી જ્ઞાન કે વિજ્ઞાન હવે આનાથી વધારે કંઈ કરી શકે તેમ નથી ત્યારે છેવટે મનુષ્ય બેબાકળો બની ઈશ્વરને પોકારે છે.

- ડોકટરો ગયા એટલે સોપારકરે માર્કડભાઈ તરફ જોઈને ભારે દુ:ખ અને નિરાશાથી પૂછયું, "તમે કંઈ ન કરો?'' માર્કડભાઈએ માથુ ધૂણાવીને ના કહી ત્યારે બેબાકળા થઈને સોપારકરે ગુસ્સો ન કરતા વધારે દુ:ખથી કહ્યું, "તમારાથી જે બને તે કરો. હું ના સ્વીકારવા તૈયાર નથી, આત્મવિશ્વાસ ખોશો નહીં, કંઈ પણ કરો.'

આ સાંભળી માર્કડભાઈ મિત્રને સાંત્વન આપવા દરદીના માથા નજીક જઈને ઊભા રહ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. એમના આંસુ ગાલ પરથી સરીને દરદીના મોંઢા ઉપર પડયાં, અને ચમત્કાર થયો. કોઈ સંકેતનો પ્રતિભાવ મળ્યો હોય તેમ દરદીના શરીરમાં ચેતન આવ્યું અને ગાલ પ૨ તેજી દેખાઈ, નાડીનો વેગ વધ્યો, છાતીના ધબકારા વ્યવસ્થિત થયા અને તારાબહેને આંખ ઊઘાડી, અને મહેમાન તરફ જોયું. અને કહ્યું, 'મેં માઈને જોઈ જો તમે એક દિવસ ઉપવાસ કરવાનું વચન આપો તો મને એક અઠવાડિયાનું આયુષ્ય વધારી આપવાનું એમણે મને કહ્યું છે. તમે વચન આપશો? માર્કડભાઈએ તરત જ વચન આપ્યું અને એક જ મિનીટમાં તારાબહેન બેઠાં થયાં અને દૂધ પીધું. એમની માંદગી જતી રહી અને એમના પતિની ચિંતા પણ જતી રહી. ઘ રને ઘેરી વળેલું ચિંતાનું વાદળ પણ વિખરાઈ ગયું. જાણે એ કોઈ દિવસ માદાં હતાં જ નહીં એવું થઈ ગયું.


કોઈએ આને ચમત્કાર કહ્યો, બીજાએ આને 'નસીબ' કહ્યું, તો બીજા કેટલાક લોકોએ આને ડોકટરોએ આપેલી દવાઓનું મોડું મોડું પરિણામ આવ્યું એવું કહ્યું . આ બાબતમાં, આર્મસ્ટ્રોંગે બહુ સાચું કહ્યું છે કે જો ઈશ્વર વચ્ચે પડી દરદીને સાજો કરે તો બહુ જ થોડા લોકો સાચા હૃદયથી આભારની લાગણી અનુભવશે.

આ પ્રસંગ બની ગયા પછી સાતમા દિવસની સવારે તારાબહેનને ઓચિંતો તાવ આવ્યો. શ્રી સોપારકર જાણી ગયા કે આજે પત્ની હંમેશ માટે ચાલી જવાની છે. વધારેલા આયુષ્યની મુદત તે દિવસે સાંજે પૂરી થતી હતી. એ ભાંગી પડયા અને એકદમ બેબાકળા થઈ ગયા. માર્કડભાઈની લાંબા સમયની સારવારથી એ પાછા સામાન્ય સ્થિતિમાં આવ્યા. તે દિવસે બપોર પછી એમને માટે સચિવાલયમાંથી સંદેશો આવ્યો. ઓફિસની ખાનગી ફાઈલ તાત્કાલિક પહોંચાડવાની હતી. એ ફાઈલ શ્રી, સોપા૨ ક૨ના કાર્યાલયમાં લોકરમાં પડી હતી. કાગળો એટલા ગુપ્ત હતા કે તે તેમણે જાતે અથવા જેમનામાં એમને પૂર્ણ વિશ્વાસ હોય એવી વ્યકિત દ્વારા જ મોકલાવી શકાય એમ હતું. એ પોતે એમની પત્નીને છોડીને જઈ શકે એમ નહોતું અને સંપૂર્ણ વિશ્વાસ રાખી શકાય એવી એક જ વ્યકિત તે માર્કડભાઈ હતા.' માર્કડભાઈને ઘરની બહાર નીકળવા દેવા એટલે ભવિષ્યવાણી પ્રમાણે આફતને આમંત્રણ હતું. એમનું મન ડામાડોળ હતું. છેવટે એમણે એમની પત્નીની અંતિમ ઘડીએ પત્ની પાસે જ હાજર રહેવાનું નક્કી કર્યું અને મિત્ર માર્કડભાઈને સૂચના આપી કે ઓફિસમાં કાગળિયાં આપી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાછા આવે.

જેવો માર્કડભાઈએ ઘરની બહાર પગ મૂકયો તેવો જ તારાબહેને દેહ છોડી દીધો..

આ દુનિયામાં શંકાશીલ વ્યતિઓની ખોટ નથી. સોપારકર પણ એમાનાં એક હતા. એમની પત્નીની માંદગી વખતે અનુભવ થયો હોવા છતાં એ એમના મિત્રની દૈવી શકિતનો સ્વીકાર કરતા નહોતા. એ તો એટલું માનતા કે માર્કડભાઈ એમની

ઓફિસના સૌથી જૂના કાર્યકર છે. ઉપરના પ્રસંગ પછી થોડા વર્ષો બાદ બનેલા બીજા એક પ્રસંગથી આ વિધાન સ્પષ્ટ થશે. | એક ઉદાર મતવાદી ભલા અને જાણીતા પાદરી સદગૃહસ્થ હતા. તેઓ દૈવી શકિતવાળી વ્યકિતઓને જોઈને ઓળખી શકતા. તેઓ એકવાર ચર્ચગેટથી વાંદ્રા જઈ રહ્યા હતા અને સંત માઈસ્વરૂપ એમના જ ડબામાં સહ પ્રવાસી હતા. પ્રખર ધાર્મિકવૃત્તિવાળા આ બન્ને પુરૂષો એકબીજાનો પરિચય મેળવી ધર્મ અને ઈશ્વરની વાતોએ વળગ્યા. પાદરીને તરત ખબર પડી ગઈ કે પોતે કોઈ સિધ્ધ આત્મા સાથે વાત કરી રહ્યા છે. વાતચીત દરમ્યાન માઈસ્વરૂપે પોતાના ""ધી મધર્સ મેસેજ" નામના પુસ્તકની વાત કરી. પાદ રીએ એમની પાસે એ પુસ્તક માગ્યું. તે વખતે માઈજી પાસે તે પુસ્તકની એક પણ પ્રત હતી નહીં. પેલા પાદરીએ ગંભીરતાપૂર્વક કહ્યું " જો તમે મા પાસે માંગશો તો જરૂર એ પુસ્તક તમને આપશે" જો કે આ સ્પષ્ટ આહવાન નહોતું પણ કદાચ માઈજીની શકિતના પડકાર રૂપે અને સાથે સાથે માઈજી ની કદર રૂપે પણ કહેવાયું હોય ! માઈજીએ પ્રાર્થના કરી અને એમના ખોળામાં ત્રણ પુસ્તકો આવીને પડયા.

સાંજે જયારે સોપાર કરે આ વાત જાણી ત્યારે અવિશ્વાસથી ફકત ઠેકડી ઊડાવી.


છે જય માઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૧૩

માઈના સંદેશ વાહકો.


 સ્વ. તારાબહેનના પ્રસંગ પછી માર્કડભાઈનું મન માઈની ખ્યાતિ ફેલાવવા માટે ઉત્સુક બન્યુ. વિલક્ષણ તાંતણે થી બંધાયેલા પ્રસંગો: એક ભકતે મનમાં રટણ કરેલા મંત્રો બીજા ભકતને સંભળાય, પંઢરપુ ૨ના સંતની ભવિષ્યવાણી સાચી પડે, એક ભકતના એક દિવસના ઉપવાસથી દરદીની જીવાદોરી એક અઠવાડિયું લંબાય, ભકત ઘ ૨ માંથી બહાર નીકળે કે તરત જ દ ૨દીનું મૃત્યુ થાયઃ આ બધું એમના મગજમાં એકબીજા સાથે એવી રીતે સંધાઈને જડાઈ ગયું કે એમને લાગ્યું કે માઈનું કીર્તિગાન કરવું એ જ એમની ફરજ છે. આ વિચારે એમના પર એવો કબજો જમાવી દીધો કે એ અર્ધપાગલ અવસ્થામાં મૂકાઈ ગયા. ઓફિસમાં માંદગીનું કારણ આપી રજાઓ લેવી પડી. ડોકટરો એમનું દર્દ પારખી શકયા નહીં.

થોડા વખત પછી એક અસાધારણ ઘટનાએ આકાર લેવા માંડયો. મનુષ્યના માધ્યમ વગર ગેબી અવાજો સંભળાવા લાગ્યા. 'ઈશ્વ ર તે જ 'મા' છે. વૈશ્વિક પ્રેમ, સેવા, ભકિત અને બીનશ રતી પ્રસન્ન શરણાગતિ સ્વીકારીને આ સર્વલોકની 'મા' ની કૃપા પામી શકાય છે. આ શબ્દો એમને વારંવાર સંભળાવા લાગ્યા અને એટલેથી જ ન અટકતા માર્ક ડભાઈ જયાં જયાં નજર કરે ત્યાં ત્યાં દીવાલ પર, બા રણ ૫ ૨ કે બારી પર બધે જ આ શબ્દો લખાયેલા દેખાવા માંડયા, જાણે માઈ પોતાની સ્થાપના કરવા દબાણ કરવા લાગી. માર્ક ડભાઈએ ઘણાં બહાના કાઢયા. આ મહાન કાર્ય કરવા માટે પોતાની લાયકાત નથી પૂરતું શિક્ષણ કે પૈસા નથી વગેરે બધાં જ બહાનાનો ભાઈએ અસ્વિકાર કર્યો, અને એની સ્થાપના કરવાનું વચન નહીં આપે તો જીવનભ ૨ એમણે અર્ધ ઉન્માદાવસ્થામાં જ જીવવું પડશે એવી ધમકી આપી. હવે બીજો કોઈ ઉપાય જ નહોતો. જેવું એ મણે માઈસ્થાપનાનું વચન આપ્યું કે તરત જ એ સહજ સ્થિતિમાં આવી ગયા.

માઈસ્થાપના માટે માર્કડભાઈએ માઈને વચન તો આપ્યું પણ એ વચન પાલનની કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી નહતી. તેથી આ કાર્ય તાત્કાલિક આ મહો. મૂકાયું નહીં.

પાછળના વર્ષોમાં સંત માઈસ્વરૂપ એમના અનુયાયીઓને કહેતા કે આધ્યાત્મિ , પ્રગતિની ઈચ્છા ધરાવનાર વ્યકિત માટે પહેલી જરૂરિયાત છે નમ્રતા ની નિરાભિમાનીપણું અને આધ્યાત્મિક પ્રગતિ એક બીજાના પૂરક છે. એ હંમેશા કહેતા, '' તૈરને કો નમ્ર જીવન, ડુબને કો અભિમાન.'' (જો તમે નમ્ર હશો તો સંસાર સાગરમાં તરી શકશો, અભિમાની હશો તો ડુબી જશો.) માર્કડભાઈ સંત તરીકે તો પછીથી ઓળખાયા પણ એ પહેલાં બાળપણ થી જ તેમનામાં અત્યંત નમ્રતા હતી. તેથી જ એમણે માને વચન આપ્યું હતું છતાં સ્થાપના કરવાનું મુલતવી રાખતા હતા. એમને પોતાની નમ્રતાને લીધે હજી પણ એમ જ લાગતું હતું કે સ્થાપના કરવાની લાયકાત પોતાનામાં નથી. માઈ એ મને વારંવાર યાદ કરાવતી હતી પણ સ્થાપના પાછળની ભારે જવાબદારીનો વિચાર કરીને માર્કડભાઈ સ્થાપના કરવાનું મુલતવી રાખતા હતા. દરમ્યાન માઈના બે સંદેશવાહકો એક કલકત્તાથી અને બીજો શિમોગા (મૈસુ ૨) થી આવ્યા. પૂના જઈને ત્યાં રહેતા એક ભકતને એક નિશ્ચિત સંદેશો આપવા માટે માઈએ સ્વપ્ન માં એ બન્નેને સૂચના આપી હતી. બન્ને જણ એવા અનન્ય ભકત હતા કે એમણે જે વ્યકિતને જોઈ નહોતી કે એને વિષે કશું જાણતા નહોતા એની શોધમાં જરા પણ વિચાર કે શંકા કર્યા વગર નીકળી પડયા. એમને વિશ્વાસ હતો કે મા તેમને યોગ્ય માણસ પાસે જવા રસ્તો બતાવશે જ.

- કલકત્તાથી આવેલા ભકતે પુના આવીને કોઈ હોટલમાં ઊતા રો મેળવીને પછી જે વ્યકિતને એમણે મળવાનું હતું અને વિશે પૂછતાછ કરવાનો વિચાર કર્યો. માંકડભાઈ જે હોટલમાં હતા તે હોટલમાં તે આવ્યો ત્યાં સુધી બીજી કોઈ હોટલમાં એને જેના મળી નહીં. હોટલમાં રહેવાની જગ્યા તો મળી પણ એને કયાં ખબર હતી કે એ જ મળવા આવ્યો છે તે વ્યકિત તો અહીં ના કમાં જ છે. થાકીને નિરાશ થઈને તે ગયો. ઊંઘ માં એને સ્વપ્ન આવ્યું અને એ માં કોઈ એને કહેતું હોય એમ લાગે '' નિરાશ ના થઈશ. તારે જેને મળવાનું છે તે તા ૨ા ખંડના આગળના ખંડમાં છે" સ્વપ્નાની વાતની ખાતરી કરવા તે ઊઠયો અને બારણાની તડમાંથી જોયું કે એક ભકત પોતાની યોગ્ય લાયકાત ન હોવાથી બીજા કોઈ વધારે લાયકાતવાળા માણસ પાસે સ્થાપના કરાવવા માઈને નમ્રતાથી વિનવતો હતો. કલકત્તાથી આવેલા સજજન પાછા સૂઈ ગયા અને બીજે દિવસે સવારે વધારે ઢીલ કર્યા વગર માર્કડભાઈ પાસે જઈને પોતાને સ્વપ્નમાં મળેલો માઈસ્થાપનાનો આદેશ સંભળાવ્યો.

બીજે દિવસે મૈસુ ૨ થી એક યુવાન સંજોગવશાત્ એ જ હોટલમાં આવી ચઢયો. એનું નામ અનંત આયર હતું. એણે માર્કડભાઈને હોટલના ડાયનીંગ હોલમાં જોયા. એને મનમાં એમ થયા કર્યું કે જેને મળવા આટલી મુસાફરી કરીને આવ્યો છે એ આ જ માણસ છે અને તેથી એણે હિંમતપૂર્વક પૂછી નાંખ્યું કે તેઓ જ માઈના ભકત છે ને? માર્કડભાઈએ જવાબમાં 'હા' પાડી એટલે એમણે માઈનો સંદેશો માર્કડભાઈને આપ્યો. અનંત આયરને થોડું ઘણું આધ્યાત્મિક જ્ઞાન હતું અને પૂજાવિધિનું જ્ઞાન પણ હતું. એમને કંઈ નહીં તો છેવટે સ્વપ્નમાં પણ માઈના દર્શન કરવાની ઈચ્છા હતી. એમણે આ ઈચ્છા ફળીભૂત કરવા માર્કડભાઈની મદદ માંગી, અને માર્કડભાઈ કબૂલ થયા અને એમણે શેખ સુલા પૂલ પર ચર્ચા કરવા લઈ ગયા. એ બન્ને જણાંએ રાતના ૧૧ વાગ્યાથી સવારના ૪ વાગ્યા સુધી 'મા' ની વાતો કરી, ત્યાર પછી શ્રી અનંત આયર પાછા આવીને સૂઈ ગયા. ત્યાં એમને ખૂબ જ આશ્ચર્યજનક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મા આવી અને કહ્યું " તું મને સ્વપ્નમાં જોવાની ઈચ્છા રાખતો હતો ને! તારી સાથે પૂલ ઉપ૨ કોણ વાતચીત કરતું હતું? એ હું જાતે જ હતી !" આંખમાં આનંદના આંસુ સાથે તે જુવાન માર્કડભાઈ પાસે દોડી ગયો અને તેમને આ બનાવ કહી સંભળાવ્યો.

*


જયમાઈ છે


ક જયમાઈ જ

પ્રકરણ ૧૪

જાહેરાત :- માઈ સ્થાપના. 


માઈસ્થાપનાના કાર્ય માટે માઈ માર્કડભાઈ ઉપર વધારે ને વધારે દબાણ કરવા લાગી. હવે આમાંથી મુકત થવાનું કે આ બાબત મુલતવી રાખવાનું શક્ય ન હતું. એટલે માર્કડભાઈએ માઈ સમક્ષ કેટલીક શરતો મૂકી.

એ શરત એવી હતી કે પહેલા કદી ભાડે આપવામાં આવ્યું ન હોય એવું ઘર મને મળે અને એ ઘ૨માં હું શુક્રવારે પ્રવેશ કરૂં. તે રાત્રિએ મને આંખો આંજી દે એવો પ્રકાશ દેખાય. તે જ દિવસે મીઠાઈની અને ફળોની એક એક ટોપલી મળે. રાત્રે સાડા નવ વાગે બે છોકરીઓ અને બે પુરૂષો વગર બોલાવ્યે આવે અને મને માઈસ્થાપના કરવા આગ્રહ કરે. વળી રાતના સાડાદસ વાગે મને 'મા' નો ફોટો મળે. રાતના અગિયાર વાગે દુકાનમાંથી પૂજાનો સામાન મળે રાતના સાડા અગિયાર વાગે કોઈ ફેરિયો મા ને યોગ્ય હાર મને લાવીને આપે તો મા, હું તારી સ્થાપના કરીશ. - ઈ.સ. ૧૯૩૨ ની ૨ જી સપ્ટેબરને દિવસે ઉપર જણાવેલી બધી જ શરતો એક પછી એક ચોક્કસ સમયે અદ્ભૂત રીતે પૂર્ણ થઈ. 'મા' માટે કશું જ અશકય નથી કારણ કે 'મા' તો 'ઉન્મેશનિમિષોત્પન્ન વિપન્ન ભૂવનાવલિ' છે. (જે પળમાત્રમાં સર્જન અને વિનાશ કરનારી છે. -૨૮૧: લલિતા સહસ્ત્રનામ). આખરે જયારે રાતના સાડા અગિયાર વાગે 'હાર, હાર' એમ બૂમો સંભળાઈ ત્યારે માઈજીનું હૃદય ભરાઈ આવ્યું અને આસું સાથે બોલ્યા "મા, તેં મને આખરે પકડયો. તું કોઈ વધારે યોગ્ય વ્યકિત તારું કામ કરવા ના શોધી શકી હોત?"

પાંચ માણસો જે વગર બોલાવ્યે જ ત્યાં આવ્યા હતા તેમણે માર્કડભાઈને હિંમત આપતા કહ્યું, ''મા પોતે જ પોતાનું કામ કરશે. તમારા કરતાં કોણ વધારે કૃપાપાત્ર છે? તમારે શા માટે હિંમત હારવી જોઈએ? તમારી લાયકાત બીનલાયકાતનો પ્રશ્ન જ ઊભો થતો નથી. માઈએ જ તમને આ કામ સોપ્યું છે."

માઈસ્થાપના તા.૨-૯-૧૯૩૨ના દિવસે મધ્યરાત્રિએ વિધિપૂર્વક કરવામાં આવી. શ્રી. માર્કડભાઈએ હાજર રહેલી વ્યકિતઓને કહ્યું, " આજથી હું માઈધર્મી (માઈસ્ટ) છું આજથી હું 'મા' ને જ ઈશ્વ ૨ ગણીશ, પ્રેમ, સેવા, ભકિત, અને શરણાગતિના સિધ્ધાંત મુજબ વર્તનારા સર્વ પર પ્રસન્ન થનારી 'મા'નો હું ભકત છું. શ્રી કૃષ્ણ, જ૨Dોસ્ત, મહમ્મદ અને દરેક ધર્મના સ્થાપકો 'મા' ના આદર્શ પુત્રો છે. જે રીતે હું આજ સુધી પૂજા કરતો હતો એ જ રીતે એટલી જ ઉત્કટતાથી અને પ્રેમથી હિંદુ મંદિરમાં, પારસી અગિયારીમાં, ખ્રિસ્તીઓના દેવળમાં કે મુસલમાનોની મજીદમાં અથવા યહુદીઓના સાયનેગોગમાં હું ઈશ્વરની પૂજા કરીશ ધાર્મિક ભેદભાવ વગર. માઈની ભકિત એટલે માઈના બાળકોની ભકિત, આજથી હું ધર્મથી બદલાયેલો માણસ છું. આજે હું માઈની સ્થાપના કરું છું. આજે હું 'માઈઝમ' જાહેર કરૂં છું.

આ જાહેરાતના સમાચાર બધે જ ફેલાઈ ગયા અને વિચારવંત લોકો આ નવા ધર્મની વૈશ્વિક ભાવના સમજયા. પ્રેમનું મૂર્ત સ્વરૂપ, સેવાનું જીવંત પ્રતિક, ભકિતનું શુધ્ધ સ્વરૂપ અને શરણાગતિના આદર્શરૂપ આ નવા ધર્મના સ્થાપક શ્રી, માર્કડભાઈ હવે 'માઈસ્વરૂપ' 'માઈકાકા' અને 'માઈબાબા' તરીકે ઓળખાવા લાગ્યા. અને એમના ભકતો એમને 'માઈજી' તરીકે સંબોધવા લાગ્યા.


* જયમાઈ છે


જ જયમાઈ જ

પ્રકરણ ૧૫

માઈધર્મના મૂળભૂત સિધ્ધાંતો. 


'માઈ' શબ્દનો અર્થ થાય છે 'મા', માઈધર્મમાં ઈશ્વરના પરિપS 'મા' રૂપે સ્થાપના કરવામાં આવી છે. વિશ્વબંધુત્વ, ઈશ્વરને માત, સેવા. ભકિત અને બીનશરતી પ્રસન્ન શરણાગતિ એ માઈધર્મના પાયાના Sિ છે સ્ત્રી અને પુરૂષના આધ્યાત્મિક સમાનાધિકારનો સ્વીકાર એમાંથી આપમેળે નિષ્પન્ન થાય છે એ ખરૂ છે કે પ્રત્યેક ધર્મમાં આ સર્વ સિધ્ધાંતો સામાન્યપણે સ્વીકારાયા. હોવાનો દાવો થાય છે પણ માઈધર્મ આ સમાનાધિકારને ખાસ ધાર્મિક અનુમોદન આપે છે. બીજા ધર્મો અને માઈધર્મ વચ્ચે મુખ્ય ભેદ આ જ છે, માઈધર્મ એની અનિવાર્ય અગત્ય સ્વીકારે છે. મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જવાની જરૂરિયાત કરતાં પે મ અને સેવાને માઈધર્મમાં વધારે જરૂ૨ના ગણ્યાં છે. તમે વેદપઠન કરી શકતા હો, તમે બાઈબલ, કુરાન કે બીજા કોઈ ધર્મના પુસ્તકોના સિધ્ધાંતોનો અભ્યાસ કર્યો હોય પણ જયાં સુધી તમે તમારી જિંદગીના રોજ-બ-રોજના વ્યવહારમાં પ્રેમ, સેવા, ભકિત અને વિશ્વબંધુત્વના સિધ્ધાંતોનો કોઈપણ જાતના ભેદભાવ વગર અમલ ન કર્યો હોય ત્યાં સુધી માઈધર્મે નક્કી કરેલા ધોરણો પ્રમાણે તમે ધાર્મીક' નથી. હિંમત અને વિશ્વાસપૂર્વક કહી શકાય કે દુનિયાના કોઈ પણ ધર્મે આ પ્રમાણે કહ્યું નથી. | વિશ્વધર્મ માટે સર્વસ્વીકાર્ય ઈશ્વર જોઈએ આવા ઈશ્વર માટે કોઈ ચોક્કસપણે નિશ્ચિત કરેલી વ્યકિતઓ, મંદિરો, શાસ્ત્રો કે તિર્થસ્થળો હોઈ શકે નહીં.

વિશ્વમય દ્રષ્ટિની અસર મનુષ્યના સમગ્ર દર્શન અને સંપૂર્ણ વ્યવહારમાં ઉચ્ચતમ મૂલ્યો માટેની શ્રધ્ધામાં દેખાઈ આવે. વિશ્વઐક્યની દ્રષ્ટિ કોઈ વિશિષ્ટ હતુસિધ્ધી માટે કે માત્ર કામ ચલાઉ હોવી જોઈએ નહીં, માઈસ્વરૂપની જિંદગીના એક પ્રસંગ આ મુદ્દો સ્પષ્ટ કરશે.

નાસિકમાં એકવાર એક મજીદના બાંધકામ માટેની જગા અંગે હિંદુઓ અने મુસલમાનો વચ્ચે મતભેદો હતા. કોમવાદ જો ૨ માં ફેલાયેલો હતો. બન્ને પક્ષે ઝેર ઓકવામાં આવતું હતું. છેલ્લા પંદર વર્ષથી આ કારણે કડવાશ વધતી જતી હતી અને દંગલો થતાં હતા. સત્તાધારી અમલદારો આ ઝઘડાનો નિકાલ લાવી શકતા ન હતા. સન ૧૯૩૮ના જુલાઈ માસમાં માઈજી સરકારી કામ અંગે નાસિક ગયા હતા. આ ઝઘડાનો નિકાલ લાવવો એ એમની ફ રજનો ભાગ ન હતો પણ એમનામાં ૨ હેલી માનવતાએ એમને આ બાબતનું નિરાકરણ કરવા પ્રેર્યા. ૮ મી જુલાઈ ૧૯૩૮ના દિવસે એમણે થોડા જ કલાકમાં બન્ને પક્ષને સંતોષ થાય એ રીતે આ પ્રશ્ન ઉકેલ્યો. વૈશ્વિક માઈધર્મની દ્રષ્ટિનો એમની આસપાસ વિંટળાયેલો પ્રકાશ. એમના મુખારવિંદ પ૨નો સર્વજન માટેના પ્રેમનો પ્રભાવ અને એમની હાજરી માત્રથી વિશ્વબંધુત્વની ભાવના વાતાવરણ માં વ્યાપી ગઈ હોય એમ બન્ને પક્ષોને એમનામાં સંપૂર્ણ વિશ્વાસ પેદા થયો. આ તો વૈશ્વિક માઈની ભાવનાનું કાર્યમાં રૂપાંતર હતું.

હવે ઈશ્વરની મા સ્વરૂપની કલ્પનાનો વિચાર કરીએ. આપણા બધાંનો જીવનનો સામાન્ય અનુભવ છે કે માતા હંમેશા એના બાળકોના સુખમાં રાજી હોય છે. અને જે બાળક એનાં બીજાં બાળકોને ખુશ રાખવા ઉત્સુક હોય તે એને વધારે વહાલું હોય છે. તેથી જો ઈશ્વર મા સ્વરૂપે હોય તો સર્વ મનુષ્યો એના સંતાનો થયાં, અને તેથી જયારે તેનું જે બાળક બીજા બાળકોની સેવા કરતું હોય તેના ઉપર એ પ્રસન્ન થાય જ. તમે પણ એ માં ના બાળક છો એવા ભાવને મનમાં પ્રબળ કરો અને એવો વિશ્વાસ રાખો કે તમે ગમે તેવા દુષ્ટ હશો પણ મા તમારો સ્વીકાર કર્યા વગર રહેશે નહીં 'મા'ની પાસે બાળક થઈને જાવ. 'મા' તમને ખોળામાં બેસાડવા ઉત્સુક

e જો ઈશ્વર તમારી મા હોય તો એને પ્રસન્ન કરવા માટે એના ઔપચારિક ગુણગાન ગાવાની જરૂર જ કયાં છે? કોઈનો પણ પોતાની મા સાથેનો એ પ્રકારનો વ્યહવાર હોતો નથી. પ્રત્યેક બાળકનો 'મા' પાસે માંગણી કરવાનો અધિકાર છે, (આ રીતે માઈધર્મમાં સકામભકિતને માન્યતા આપવામાં આવી છે.) તમે હંમેશા તમારી મુશ્કેલીઓ લઈને એની પાસે દોડી જઈ શકો છો. તમે નિર્ભય બનીને તમારી ભૂલો અને દુષ્કૃત્યોની કબૂલાત કરી શકો છો. તમે ગેમ તેટલા દુષ્ટ હો તો પણ તમે તેનું રક્ષણ માંગી શકો છો. પણ તમે તેને પોતાની મા ગણી તેના પર કેટલો પ્રેમ રાખો છો અને તેની કેવી સેવા કરો છો એનો વિચાર કરીને જ તમારી એ મા ઉપર તમે હક્ક કરી શકો છો. નિરંજન નિરાકારને માઈધર્મમાં પ્રાણીમાત્ર જેના બાળકો છે એવી દૈવી માતા કલ્પીને સંબોધવામાં આવે છે. મા એ અનંતપ્રેમ અને દયાનો સાગર છે. એ 'માઈ' કે 'મા' તે જ માનવીય મા ને સમગ્ર સત્તાધીશ ઈશ્વરનું પદ આપવામાં આવ્યું છે. સર્વ દેશો, સર્વ ધર્મો અને સમગ્ર માનવજાતના આરાધ્ય દેવતાને 'મા' તરીકે સ્થાપ્યા છે.

એ સ્પષ્ટ સમજવાનું કે 'મા' ને કોઈ નર નારી કે નાન્યતર જાતિ નથી. નારીજાતિ ફકત સંબોધનના શબ્દોમાં અને સ્વરૂપની કલ્પનામાં જ છે. 'મા' એ પૂર્ણ ચેતના છે. એની પાસે ભકિતનો ઊભરો ઠાલવવા સિવાય બીજા કોઈ પણ પ્રસંગે એનામાં જાતિનું આરોપણ કરવાનું નથી.

સામાન્ય માણસ ઈશ્વરના નિરંજન નિરાકાર સ્વરૂપનું ધ્યાન ધરી શકતો નથી, તેથી ઈશ્વ૨નું કોઈ સાકાર સ્વરૂપ સ્વીકારવું જરૂરી બને છે. આવું સ્વરૂપ માતા કે પિતા સિવાય અન્ય કોઈ હોઈ શકે નહીં. પિતા એ ન્યાયનું મૂર્તરૂપ છે અને મા એ કરૂણામયી છે. ભકતને ઈશ્વરનું માતૃસ્વરૂપ સ્વીકાર્ય હોય એ સ્વાભાવિક છે.

મને યાદ છે કે પરમ પવિત્ર પોપ જોન ૨૩માએ તા.૩-૬-૧૯૬૩માં દેહત્યાગ કર્યો ત્યારે એમના છેલ્લા શબ્દો હતા 'મારી મા' (Mater Mea)

પ્રેમ અને સેવા માઈધર્મના આધાર સ્થંભો છે. માઈધર્મ કહે છે કે સર્વને પ્રેમ કરો. બાકીનું સર્વ ત્યાગી દો. આ એક જ આદેશનો ફરી ફરીને અભ્યાસ કરો. સેવા એ પ્રેમ મેળવવાની અરજી છે. સેવાથી પ્રેમ ગાઢ થાય છે. માઈધર્મમાં પ્રેમ અને ધર્મને સમાન કક્ષાએ ગયા છે. અમૂલ્ય ભેટ સોગાદો, શુધ્ધ મંત્રોચ્ચાર કે ચુસ્ત ક્રિયાકાંડ નહીં પણ તમે બીજાઓની પ્રેમપૂર્વક સેવા કરવા કેટલા અને કેવી રીતે તૈયાર છો એ માઈધર્મમાં વધારે મહત્વની વાત છે. એકવાર માઈસ્વરૂપના એક સગા અમદાવાદમાં નવરાત્રિના ઉત્સવ વખતે પોતાની આઠ વર્ષની દીકરીને લઈને ભદ્રકાળીના મંદિરે ગયાં હતાં માણસોની ભીડમાં બાપદીકરી છૂટાં પડી ગયા. નાની છોકરીને પોતાનાં ઘરનો રસ્તો ખબર નહતો એટલે એ ગભરાઈને એક ખૂણામાં બેસીને રડતી હતી, મંદિરના ચોગાનમાં હજારો ભકતો ''કાલીમાતાની જે" પોકારતા હતા પણ તેમાંથી કોઈને ય આ ૨ડતી છોકરી ત૨ફ ધ્યાન ગયું નહીં, પણ થોડીવાર પછી એક ભકતનું આ તરફ ધ્યાન ગયું. એ નિસ્વાર્થી સજજને છોકરીની પાસે આવી મીઠા શબ્દોથી એને શાંત પાડી અને એની પાસેથી એના પિતાનું નામ અને ઘરનું સરનામું મેળવ્યું, અને એની સાથે જઈને એને ઘેર પહોંચાડી આવ્યા. દીકરી ખોવાઈ ગઈ હતી એટલે ઘ ૨માં સહુ અશાન્ત હતા. દીકરીને ઘે ૨ પાણી પહોંચાડનાર સનનો ખૂબ આભાર માન્યો. પણ આ સર્જનનાં મનમાં થોડો કચવાટ હતો. એમણે કહ્યું કે મેં ઘેટું બચાવવા ઊંટ ગુમાવ્યું છે એટલે કે આ છોકરીની પંચાતમાં એમના રોજ ભદ્રકાળીના દર્શન કરવાના વ્રતનો ભંગ થયો છે. તે વખતે માઈસ્વરૂપ ત્યાં હાજર હતા. એમણે પેલા ભકતને આશ્વાસન આપ્યું, "ચિંતા ના કરશો, જીવ ના બાળશો. તમે તો સારું કામ કર્યુ છે. આનંદથી ઘેર જાવ, તમે માના બાળકને મદદ કરવા માટે મા પાસે જઈ શકયા નથી તો મા તમારી પાસે આવશે." એ રાત્રે કાળીમાતાએ તે ભકતને સ્વપ્નમાં દર્શન આપ્યા અને આશિર્વાદ આપ્યા. માઈધર્મ કહે છે કે આવી સેવા આપવા માટે માની પૂજા ન થાય તો વાંધો નહીં પણ માઈધર્મ ઈચ્છે છે કે પરોપકારના નિયમને વળગી રહેવું જોઈએ.

તમે ઈશ્વરના અસ્તિત્વમાં ન માનતા હો પણ તમારાથી શકય હોય તેટલા લોકોને પ્રેમ આપો અને લોકોની સેવા કરો તો તમે માઈધર્મી જ છો, કારણ કે તમે એ રીતે અંતકરણ પૂર્વક એનો સિધ્ધાંત સ્વીકારીને માઈનું સન્માન કરો છો. આ બાબત વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે એક પ્રસંગ જાણવા જેવો છે. એક વખતે એક શહેર માં પાણીનું પૂર આવ્યું હતું અને તેમાં શહેરનો મોટો ભાગ ડૂબી ગયો હતો. લોકોના જાનમાલને મોટા પ્રમાણ માં નુકશાન થવાનો ભય હતો. સરકારી અધિકારીઓ બધી જ જગ્યાએથી લોકોને ખસેડી લેવા અથવા જાનમાલનું રક્ષણ કરવા અસમર્થ હતા. તે વખતે ત્યાં આવેલા એક સરકસના માલિકે એના સહ કર્મચારીઓ અને હાથી ઘોડા જેવા પ્રાણીઓને પણ કામે લગાડી દીધા અને પોતે ભૂખ તરસની પરવા કર્યા વગર જાતે જ આખી કામગીરીની દેખરેખ રાખતો હતો. પણ આ બધા સાથે એક ધ્યાન ખેંચે એવી બાબત એ હતી કે એ વચ્ચે વચ્ચે એના ખીસામાંથી જીનની બાટલી કાઢી ઘૂંટડો ભરી લેતો હતો. આ માણસે હજારો લોકોને બચાવી લીધા હતા, પણ એ કંઈ સામાન્ય અર્થમાં ધર્મિષ્ઠ ન હોતો. એ ભાગ્યે જ ભગવાનની પૂજા કે પ્રાર્થના કરતો હશે. વર્તમાનપત્રોએ આ પૂરનો અહેવાલ છાપતી વખતે આ સરકસના માલિકની ખૂબ પ્રશંસા કરી પણ પેલા મેનેજરની દારૂ પ્રત્યેની નબળાઈની નોંધ લીધા વગર રહી શકયા નહીં પણ 'માઈધર્મ'નો માપદંડ જુદો છે. આપત્તિમાં બીજાને મદદ ન કરનાર શાસ્ત્રના જાણકારો અને નિયમિત મંત્રોચ્ચાર કરનારા માણસો કરતાં બીજાને મદદ કરનાર આ સરકસનો માલિક વધારે ધર્મિષ્ઠ છે એવું 'માઈધર્મ' માને છે.

ભકિત : આજના યુગને માટે ભકિતયોગ અત્યંત આવકાર્ય છે. એવું કોઈ દુ:ખ નથી કે જેનું ભકિતભાવ સેવાથી નિવારણ થઈ શકે નહીં, આપણે સંતો અને ભકતોના જીવનચરિત્રોમાંથી ઘણાં એવા પ્રસંગો જાણીએ છીએ કે જેમાં એમણે લોકોને દુ:ખમાં રાહત આપી હોય. એવું કંઈ જ નથી કે જે સાચો ભકત મેળવી શકે નહીં. |

શ્રી. માઈસ્વરૂપે એક વખત કહ્યું હતું કે જો ધર્મની વ્યાખ્યા એક જ શબ્દમાં કરવી હોય તો તે શબ્દ છે 'શરણાગતિ' આ શરણાગતિ તે બિનશરતી, પ્રસન્ન સમર્પણ ધાર્મિક લેખન માટે પ્રસિધ્ધ અંગ્રેજ લેખક શ્રી. જોસેફ હેડલી 'વર્લ્ડ રીલીજીઅસ કોંગ્રેસ'ના અંગ્રેજી રિપોર્ટમાં લખે છે કે માઈસ્વરૂપ જે બિનશરતી આનંદમય શરણાગતિનો નિર્દેશ કરે છે તે પ્રત્યેક મનુષ્યના સ્વત્વનું દેવી ઈચ્છામાં | વિલીનીકરણ અને વૈશ્વિક ચેતનાના વિશાળ ક્ષેત્રમાં તેનો (સ્વત્વનો) આવિષ્કાર

ગુરૂ : ગુરૂ શિષ્ય સબંધનું મહત્વ માઈધર્મમાં ત્રણ ત્રિપુટીઓની રચના દ્રારા દર્શાવવમાં આવ્યું છે. માઈજી કહે છે કે માઈધર્મમાં સર્વ સિધ્ધાંતોને ત્રણ ત્રિપુટીઓમાં સમાવી લીધા છે.

(૧) માનવતા, પ્રેમ અને સેવા. (૨) મા, ભકિત અને શરણાગતિ. (૩) ઈશ્વ૨, ગુરુ અને શિષ્ય.

કોઈપણ એક ત્રિપુટીને સ્વીકારીને આગળ વધો. મા તમારી ગતિ આગળ વધારશે. આમ કરવામાં શું ખાવું' 'કયારે નહાવું' 'કોનો સ્પર્શ ન કરવો' 'કયું મંદિર' 'કઈ નદી', કયું ધર્મસ્થાન, કયો સંત કે કયો ગુરૂ' એવી કશી જ અડચણ નડશે નહીં. આમાં પહેલી ત્રિપુટીનો સ્વીકાર કરવામાં તો નાસ્તિકો પણ અચકાય તેમ નથી.

માઈધર્મનું પ્રતિક : માઈધર્મના પ્રતીક તરીકે માઈજીએ સ્વસ્તિકના ચિન્હનો સ્વીકાર કર્યો છે.


સ્વસ્તિકનામધ્યમાંથી જમણી ત૨ફ આગળ વધીને નીચે જતી રેખા વિશ્વપ્રેમ દર્શાવે છે. બીજી રેખાઓ સાથે ઘડીયાળના કાંટાની દિશામાં જઈએ તો તે સેવા. ભકિત અને શરણાગતિનું સૂચન કરે છે. સ્વસ્તિકમાં વચ્ચેની ચોકડીમાંની આડી. રેખા વિશ્વઐક્યની ભાવના અને ઊભી રેખા સ્ત્રી અને પુરૂષનો સમાન દરજજો. દર્શાવે છે.

| માઈધર્મ કહે છે કે અદ્વૈતવાદ એ કોઈ સ્વતંત્ર માર્ગ નથી પણ એક આધ્યાત્મિક ભૂમિકા છે. જો કે "હું ઈશ્વર છું" એ ભાવનાની મહત્તાને નકાર્યા વિના "તું જ ઈશ્વર છે" એમ સમજાવવાથી જગતનું વિશેષ કલ્યાણ થશે. માઈધર્મનો 'ઈશ્વર' મનુષ્યની અંદર, બહાર કે આસપાસ હોવા કરતાં સર્વ કોઈ માટે પ્રેમથી સેવા અર્પણ કરનારની સાથે જ હોય છે.

કેટલીક ટીકાઓ ઃ કેટલાક લોકો એવું માને છે કે ઉપરોકત સિધ્ધાંતોના પ્રચાર માટે માઈજીએ જુદો ધર્મ સ્થાપવાની જરૂર નહોતી. તો વળી કેટલાક ધર્મપ્રેમીઓ કહે છે કે માઈધર્મમાં હિન્દુધર્મનો રંગ વધારે છે.

અહીં પહેલી ટીકાના જવાબમાં માઈજી કહે છે કે જો બધા જ ધર્મોમાં એક સરખા સિધ્ધાંતો છે એમ માનીએ તો ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં હતો તો પછી ઈસ્લામ ધર્મની જરૂર ન હતી અને જરસ્થોસ્તી ધર્મનું ચલન હતું તો પછી ખ્રિસ્તી ધર્મની જરૂર ન હતી. આ રીતે વિચારીએ તો જે ધર્મ સૌથી પહેલાં સ્થાપિત થયો તે સિવાયના પાછળથી અસ્તિત્વમાં આવેલા સર્વ ધર્મો માટે આવું કહી શકાય. પરંતુ રોજિંદા જીવનવ્યવહારમાં વિશ્વઐયની ભાવના પ્રગટાવવાની અને પ્રેમ અને સેવાનો ધાર્મિક આદેશ તરીકે સ્વીકારવાની જરૂર હતી માટે જ માઈજીએ માઈધર્મ જાહેર કરવાનો આગ્રહ રાખ્યો.

| માઈધર્મમાં હિંદુત્વનો રંગ વિશેષ છે એ ટીકાનો પણ માઈજીએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તમારે કોઈ માણસને ગળપણ નો અર્થ સમજાવવો હોય અને તેને ગળપણ વિષે કંઈ ખ્યાલ જ ન હોય તો તમારે સાકર કે મધનું ઉદાહ૨ણ આપીને સમજાવવું પડે. એવી રીતે ધાર્મિકતાનું સત્વ વ્યવહારૂ રીતે સમજાવવા માટે કોઈ માધ્યમની જરૂર પડે. આ સંતની આજુબાજુમાં હિંદુઓ વધારે હતા તેથી તેમણે પોતાને જે સમજાવવું હતું તે હિંદુધર્મના માધ્યમ દ્વારા સમજાવ્યું. આ બાબત વધારે સરળ રીતે સમજાવવા એક બીજો દાખલો લઈએ. જો તમારે ભાતમાં કે દૂધમાં કેસર ભેળવવું હોય તો તે સીધે સીધે ભાતમાં નાંખી દેવાય નહીં પ૨તું એ કેસર પહેલાં કોઈ પ્રવાહીમાં ઓગાળી દેવું પડે અને પછી જ તૈયાર થયેલા ભાત કે દૂધમાં એ ભેળવી શકાય. તેવી રીતે માઈસ્વરૂપે સૌથી પહેલાં એમની આજુબાજુ જે હિંદુ ધર્મી વ્યકિતઓ હતી તે સહુને ભેગાં કરી એક અલગ પ્રકારનું જૂથ ઊભું કર્યું અને પાછળથી એને અન્ય માઈધર્મીઓમાં સમાવી દેવાની યોજના કરી. માઈધર્મની સ્થાપના અને ફેલાવા માટે આ પધ્ધતિ યોગ્ય હતી. (પણ સાથે સાથે માઈજીએ વારંવા૨) શ્રી. માઈની પૂજા થોડે ઘણે અંશે હિંદુ ધર્મમાં 'માતાજી'ની પૂજા થાય છે તેવી રીતે થાય છે પણ માઈજીએ વારંવાર કહ્યું છે કે જો બીજા ધર્મના લોકો મોટી સંખ્યામાં શ્રી. માઈની સમૂહપૂજા માટે આવવા માંડે ત્યારે ફકત સામાન્ય પ્રાર્થના જ કરવામાં આવે. કેટલાંક ક્રિશ્ચિયન અને કેટલાંક પારસી કુટુંબોએ 'માઈધર્મ' સ્વીકાર્યો છે. આ સામાન્ય પ્રાર્થનાનો માઈધર્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવી એક પ્રાર્થના માનનીય ભગિની શ્રીમતી ડોરોથી ડીને તૈયાર કરી છે. આ બધી સામાન્ય પ્રાર્થનાઓ માઈધર્મના 'માઈ સહસ્ત્ર નામ" નામના પુસ્તકમાં શરૂઆતમાં અંગ્રેજી ભાષામાં પ્રગટ કરવામાં આવી છે. (એ જ પુસ્તકમાં ''જો પ્રેમ એ જ મા છે ને મા જ સ્વયં પ્રેમ છે..." એ પ્રાર્થના અંગ્રેજીના અનુવાદિત રૂપે મૂકવામાં આવી છે.)

માઈધર્મના ઉદેશો :

માઈધર્મનો હેતું બધા ધર્મોને એકત્ર કરી પરસ્પર સમજૂતીથી એક સૂત્રે બાંધવાનો અને સર્વધર્મની એક મધ્યસ્થ સત્તા સ્થાપવાનો છે. એ માટે માઈધર્મ પોતે સર્વધર્મોને સ્વીકૃત એવા એક સામાન્ય મુદ્દા પર સહુને એકત્ર કરવાની ભૂમિકાનો ઉદેશ સેવે છે. વિશ્વની એકતાનાં માનનારા બધા જ ધર્મોના વિદ્વાનો એકત્ર થઈ અરસપરસ ચર્ચાવિચારણા કરી સર્વને સ્વીકાર્ય એવી ધર્મની સંહિતા (પુસ્તક) તૈયાર કરે એમ માઈસ્વરૂપ ઈચ્છતા હતા. બધા ધર્મોના સર્વોચ્ચ સામાન્ય સત્યોનું સમર્થન કરવા માટે વિશ્વએકતાની તરફેણ કરનારા સંતોની એક સભા સ્થાપવાની એમની ઈચ્છા હતી. માઈધર્મ તેના અનુયાયીઓને પોતાના કુલધર્મનો ત્યાગ કરવાનું કહેતો નથી. માઈધર્મ શું કહે છે તે સમજાવતા "ધી વર્લ્ડ'ઝ નીડ એન્ડ માઈઝમ" (વિશ્વની જરૂરિયાતો અને માઈધર્મ) પુસ્તકના લેખક શ્રી. અર્નેસ્ટ કર્ક લખ્યું છે કે પ્રત્યેકના હૃદયમાં જે સત્ય અને સનાતન સત્વ રહેલું છે તેનું માઈધર્મ દર્શન કરાવે છે.

પૂજય માઈસ્વરૂપે માઈધર્મનો ચાર્ટ' (નકશો) તૈયાર કર્યો છે. એ એક સુંદર ભૌમિતિક રચના છે. તેમાં ત્રણ વર્તુલોની રચના કરીને વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ રાખવામાં આવી છે. પ્રત્યેક વર્તુલ આધ્યાત્મિક વિકાસ ઈચ્છનાર જિજ્ઞાસુનું કોઈ એક ચોક્કસ પગથિયું સૂચવે છે. પ્રત્યેક જિજ્ઞાસુની પ્રગતિના ત્રણ વિભાગ દર્શાવવામાં આવ્યા છે. (૧) નૈતિક વિભાગ (૨) ધાર્મિક વિભાગ (૩) આધ્યાત્મિક વિભાગ.

આ ત્રણ તબક્કાઓમાંથી પસાર થયા પછી જ ભકત માઈના સર્વોપરિ ક્ષેત્રમાં પ્રવેશી શકે છે. આ ચાર્ટ'ની વિશેષતા તો એ છે કે એમાં વિશ્વના મુખ્ય એવા બાર ધર્મોને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રત્યેક ધર્મના અનુયાયી ઉપર જણાવેલા ત્રણ વિભાગોમાંથી પસાર થયા પછી જ વૈશ્વિક અને અંતિમ ઈશ્વ સ્વરૂપ માઈના ક્ષેત્રમાં પ્રવેશી શકે છે.

આ 'ચાર્ટ' અને એની સમજણ આપતું પુસ્તક માઈજીના અનુયાયીઓની વિનંતીથી એમણે પ્રગટ કર્યું છે. માઈધર્મ કેટલો બધો સર્વસ્પર્શી છે તે બતાવવા માત્ર આ એક ચાર્ટ પૂરતો છે.


જ જયમાઈ જ


જે જ યમ1ઈ જ

પ્રકરણ ૧૬

 સિસ્ટર સોશ્યલ અને કોન્વોકેશન : 


માઈની સ્થાપના કરી તે પહેલાં અને પછીથી માઈજીને જે કંઈ શ્રમ લેવો પડયો એના થાક અને માનસિક તાણ ને લીધે તેઓ બે ત્રણ દિવસ કશું જ કરી શકયા નહીં. ત્રીજે દિવસે રાત્રે માઈજીને સ્વપ્ન આવ્યું. એમાં એમણે જોયું કે એક વિશાળ ખુલ્લી લીલી હરિયાળી ૫૨ જૂદા જૂદાં ધર્મમાં આસ્થાવાળી અનેક સન્નારીઓ એકઠી મળી છે અને તેઓ ધર્મની ચર્ચાઓ કરે છે. માઈજીએ આ સ્વપ્નનો અર્થ એવો કર્યો કે જુદાં જુદાં ધર્મમાં શ્રધ્ધાવાળી બહેનોને ભેગી કરીને માઈધર્મના નેજા હેઠળ એક ચર્ચાસભા અથવા ભગિનીમિલન યોજવું, જયાં તેઓ ભેગા મળી ધર્મની ચર્ચાઓ કરે. પરંતુ આવી જાતનું સંમેલન યોજવું સહેલું નહોતું. આ વિચારનો સ્વીકાર કરી સક્રિય સાથ આપનારાં બહુ જ થોડાં લોકો હતાં, કહો કે નહીં જેવી સંખ્યા હતી, બલ્ક કેટલાક તો આ બાબતનો ઉત્સાહ ભાંગી નાખવાં જ તૈયાર હતા.

અનેક મુશકેલીઓ હોવા છતાં માઈજીએ પ્રયત્ન ચાલુ રાખ્યો અને સહુના આશ્ચર્ય વચ્ચે પૂનામાં સન ૧૯૩૨ની ૯મી ઔગસ્ટે ૩૦૦ કરતા વધારે જુદાં જુદાં ધર્મોની બહેનોએ મળીને 'સીસ્ટર સોશ્યલ'ની ઉજવણી કરી. આ સમારંભના પ્રમુખપદે શ્રીમતી ઈ. ટી. ચૌધરી નામના એક બંગાળી મહિલા હતાં. પુરૂષો અને છોકરાઓને આ સમારંભના સ્થાને હાજર રહેવાની બંદી હતી. સહુએ આ સમારંભને 'માઈ ચમત્કાર' રૂપે નવાજયો.

ત્યાર પછી ઘણાં લાંબા સમય સુધી માઈજીએ અમદાવાદ અને બીજે સ્થળોએ 'માઇઝમ'ના પ્રસાર માટે કાર્ય કર્યું. અને બીજું 'ભગિની સંમેલન' મદ્રાસમાં તા. ૧–૧૦–૧૯૪૯માં યોજવામાં આવ્યું.

ત્રીજું 'ભગિની સંમેલન' તા.૮/૮/૧૯૫૪માં કાલીકટમાં યોજાયું.

ચોથું સંમેલન 'શિમિઝિલ' શહેર માં (જાપાન) ૧૯૫૫માં ૨૦ મી મેના દિવસે માનનીય બહેન યાશિકો નાકાનોના પ્રમુખપદે યોજવામાં આવ્યું. અને ત્યાર પછીની પાંચમુ સંમેલન ત્રિચુરમાં ૪થી ઓકટોબર ૧૯૫૭માં અને છઠું ત્રિવેન્દ્રમમાં ૨૪મી ઓકટોબર ૧૯૫૮માં યોજાયું. આ રીતે સન ૧૯૯૨ સુધીમાં ચૌદ ભગિની સંમેલનો યોજાયાં છે. છેલ્લા ત્રણ સંમેલનો મુંબઈમાં યોજવામાં આવ્યા હતાં.

આ 'ભગિની સંમેલનો' એક દિવસ પૂરતા હોય છે અને તેમાં ફકત સ્ત્રીઓ જ ભાગ લઈ શકે છે. આ પ્રવૃત્તિને વેગ આપવા માઈજીએ 'માઈ સંમેલનો' સળંગ ત્રણ દિવસ ઉજવાનું નક્કી કર્યું. એમાંનો એક દિવસ ફકત સ્ત્રીઓ માટે જ રાખ્યો. આવાં આઠ સંમેલનો ઈ.સ.૧૯૯૨ સુધીમાં યોજવામાં આવ્યાં છે. શરૂઆતમાં ૧૯૬૦માં ત્રિપુરમાં બીજું ૧૯૬૨માં અર્નાકુલમમાં, ત્રીજું ૧૯૭૨માં સિંકદરાબાદમાં, ચોથું ! મદ્રાસમાં ૧૯૭૬માં અને સાતમું ૧૯૭૮માં બેંગ્લોરમાં અને છેલ્લા ત્રણ મુંબઈમાં ૧૯૮૨, ૧૯૮૫ અને ૧૯૯૨માં યોજવામાં આવ્યાં હતાં.

ધર્મગુરૂઓ, કવિઓ, લેખકો, વિદ્વાનો, પ્રાધ્યાપકો, ન્યાયધિશો, અને પત્રકાર જેવા બૌધ્ધિકોમાંથી અનેક નામાંકિત વ્યકિતઓએ આ સંમેલનોમાં ભાગ લીધો છે. માત્ર ગણત્રીની જ વ્યકિતઓના નામ આપવાનું યોગ્ય ન કહેવાય અને સવેના ના આપવાનું શકય નથી. એટલે જ અહીં નામોલ્લેખ કરવાનું ટાળ્યું છે.


* જયમાઈ જજે જયમાઈ જ 

પ્રકરણ ૧૭.

: માઈપ્રપત્તિ સુલભા : 


સને ૧૯૩૨ના અંતમાં એકવાર મોડી રાત્રે માઈજીના દ૨વાજે કોઈ ટકોરા મારતું હોય એવું લાગ્યું. માઈજીએ પોતે દરવાજો ઉઘાડયો. આવનાર સદ્ગૃહસ્થને માઈજી ઓળખતા હતા. સમય ગુમાવ્યા સિવાય આગન્તુકે પોતાના આ કસમયે આવવા માટેનું કારણ બતાવ્યું. આ ગૃહસ્થ પર એક અણધારી આફત આવી પડી હતી, અને તે માટે કાયદેસર કાર્યવાહી થાય તેમ હતું. સાધારણ મશ્કરીમાં જ એમણે કોઈ સ્ત્રી સામે અટકચાળુ કરેલું એ માટે શિક્ષા ભોગવવાનો વારો આવ્યો હતો, અને આમ થાય તો ઘણું બધું જાહેરમાં આવવાની શકયતા હતી. આ ગૃહસ્થ માફી માંગી હતી પણ સામેવાળા જરા પણ નમતું મૂકવા તૈયાર ન હતા. એમને એક વિચાર એવો આવ્યો હતો કે પૈસા આપવાથી કદાચ આ બાબત રોકી શકાશે પણ એ પૈસાની પૂરતી વ્યવસ્થા કરી શકયા નહીં. થાકીહારીને એ છેવટે માઈજી પાસે આવ્યા હતા. સમય ઓછો હતો કારણ કે બીજે દિવસે તો કદાચ કોર્ટમાં કેસ દાખલ થઈ પણ જાય. માઈજીએ કહ્યું કે મારી પાસે પૈસા તો નથી પણ તમે માઈ પાસે પસ્તાવો કરીને આવ્યા છો એટલે હું તમને બચાવવા માટે માઈને વિનંતી કરીશ. માઈજીએ પૂછયું, ''મારી શરતો મંજૂર છે?" આ દુ:ખી માણસને માથે તો લટકતી તલવાર હતી એટલે એ મનેકમને કબૂલ થયો.

માઈજીએ આ સજજનને ચટાઈ પાથ રી માઈના ચરણો પાસે સૂવાડયો. અને અમુક મંત્રો વારંવાર બોલવાનું કહ્યું. ૩ દિવસ સુધી એને ઘેર જવા દીધો નહીં અને પોતાની પાસે જ રોકી રાખ્યો, અને ઉપવાસ કરાવ્યા. આ ગૃહસ્થનો એક મિત્ર જે સામાપક્ષ ઉપર નજર રાખતો હતો એણે સમાચાર આપ્યા કે પેલા કેસ કરવાના હતા એ સજજનને તાવ આવ્યો છે અને કેસ ફાઈલ કરવામાં ઢીલ થઈ છે. માઈજીએ હિંમતપૂર્વક પેલા સજજનને સંદેશો મોકલાવ્યો કે ગુન્હેગાર માઈને શરણે આવ્યો છે. જેથી જયાં સુધી કોર્ટમાં જવાનો વિચાર માંડી વાળશો નહીં ત્યાં સુધી તાવ ઉતરશે નહીં.

આ પ્રસંગ બન્યા પછી ચોથે દિવસે રાતના આઠ વાગ્યા હતા અને માઈજીએ રાતની ૯ વાગ્યાની ગાડીમાં ધારવાડ જવાનું હતું. એમણે માથે લીધેલા કામમાં કંઈ પ્રગતિ થતી નહોતી તેથી તે ચિંતિત હતા, તે જ વખતે ત્રણ માણસો આવ્યાં કે જેમને થોડા સમય પહેલા જ તાવ ઉતર્યો હતો એ યુવાન, એની માતા અને એની પત્ની હતા. ઓળખાણ આપવાની જરૂર જ નહોતી. પેલા ગૃહસ્થને કોર્ટમાં લઈ જવા માંગતા હતાં તે જ આ માણસો હતા. એ લોકોને એમની ફરિયાદ રજૂ કરવાનો સમય આપ્યા વગર જ માઈજીએ મીઠાશથી કહ્યું " મારી પાસે સમય નથી. તમે બધાં માઈને પગે લાગો. ભૂતકાળને ભૂલીને માફી આપો. માઈ તમને સહુને સુખી રાખશે. આ પ્રસાદ લો." પ્રસાદરૂપે માઈજીએ પોતાના પાકીટમાંથી રૂ.૨૫) આપ્યા. આ રીતે આ પ્રસંગનો અંત લાવવામાં આવ્યો.

)માઈજી ઘણી વખત કહેતા કે 'માઈ પ્રપત્તિ સુલભા' છે, એટલે કે જે એને શરણે આવે તેના પર તે જલદીથી રીઝે છે.

+પોતે મોડા પડશે એમ સમજી માઈજી ઝટપટ સ્ટેશને પહોંચ્યા પણ ત્યાં તો ટ્રેન પણ મોડી જ હતી. એમને શાન્તિ થઈ કે એમણે જે સેકન્ડ કલાસના ડબ્બામાં જગ્યા લીધી એ ડબ્બામાં બીજો કોઈ મુસાફર નહોતો. તેથી હવે કોઈપણ જાતની ડખલ વગર માઈ સાથે અનુસંધાન જોડી શકશે.

જયારે ટ્રેન બળગાંવ પહોંચી ત્યારે માઈજીથી અને એકબીજાથી પણ અજાણ્યાં એવાં ઘણાં સ્ત્રી-પુરૂષો માઈની પૂજામાં જોડાયા. ફુલ, હાર, મિઠાઈ બધું જ ગમે તે રીતે મેળવીને માઈને ધરાવવામાં આવ્યું. સહુએ આ અણધાર્યો અનોખો પ્રસંગ એકઅવાજે વધાવી લીધો.

આ જ મુસાફ રી દરમ્યાન માઈજીને ગડગ નામના સ્થળે જવાનું થયું. ત્યાં ઘણાં ભકતો અને માઈજીના પ્રશંસકોએ કોસ્વાગી નામની ચાલમાં, જયાં માઈજીનો ઉતા ૨ો હતો ત્યાં માઈપૂજામાં હાજરી આપી. ધર્મ અંગેના વાર્તાલાપ દરમ્યાન એમણે એમ કહ્યું કે માઈ તો શ્રી કૃષ્ણ ની પણ મા છે. એથી એક કુષ્ણ ભકતે વિવેકપૂર્વક આ વિધાનની સત્યતા પૂરવાર કરવાની માંગણી કરી, માઈજીએ ઘણી દલીલો કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કૃષ્ણ ભકતના મનનું સમાધાન થયું નહીં. હરિવંશ અને કર્મપુ રાણ માંના દ્રષ્ટાંતો પણ કંઈ ઉપયોગી થયાં નહીં. (ભિષ્મપર્વના ૨૩માં પ્રકરણ માં કૃષ્ણ અર્જુનને માની પ્રાર્થના કરવા કહે છે.) છેવટે માઈજીએ માઈ અને કૃષ્ણ ને પ્રાર્થના કરી પ્રશ્નનું નિરાકરણ કરવાની વિનંતી કરી. તે દિવસે રાત્રે એ કૃષ્ણ ભકતને રાત્રે સ્વપ્નામાં એક દિવ્ય સ્ત્રીનાં દર્શન થયાં. તે સ્ત્રી એક વિશાળ સરોવરને કિનારે ઊભી રહી અનાજના દાણા પાણીમાં વેરતી હતી. ત્રણ કાચબા તરતાં તરતાં ત્યા આવી આતુરતાથી દાણાં ખાઈ જતાં હતા. આ કાચબાઓની પીઠ પર તેમના નામ વંચાતા હતા. એ નામ હતા, 'બ્રહ્મા', 'વિષ્ણુ', અને 'મહેશ'. કૃષ્ણ ભકતનો સંદેહ આ રીતે જતો રહ્યો. કૃષ્ણ ભકત માઈજી પાસે દોડી આવ્યો અને માઈજીને પોતાનો અનુભવ વર્ણવ્યો. (માઈનું એક નામ 'સંશયબી' છે – લલિતા સહસ્ત્ર નામ નં.૧૭૩.) માઈજીએ હસતાં હસતાં કહ્યું કે વૃંદાવનમાં ૨મતો કૃષ્ણ માઈનો બાળક છે અને સર્વજગતના પિતારૂપ કૃષ્ણ એ પણ માઈ જ છે.


જ જયમાઈ જ


જયમાઈ જ

પ્રકરણ ૧૮ 

: પ્રારંભના ધર્મપ્રિય મિત્રો અને પરિચિતો : 


માઈજીના ધર્મપ્રિય મિત્રોમાં સૌથી જૂના તે શ્રી. ટી. એન. કોપીકર, ધારવારના રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર હતા. માઈજીની સરકારી કામગીરી દરમ્યાન ધારવારના 'પ્રવાસી બંગલાની' સહજ રીતે મુલાકાત થઈ હતી. ધાર્મિક વૃત્તિવાળા હોવાથી આ રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસ૨ આ સંતવૃત્તિવાળી વ્યકિત સાથે ખૂબ આત્મિયતા અનુભવતા. કોઈ અજ્ઞાત આકર્ષણ થી ખેંચાતા આ સજજન થોડા કલાકો દરમ્યાન માઈજીને ઉપરાઉપરી ત્રણ વખત મળવા ગયા. ટૂંક સમયમાં જ આ પરિચય સ્નેહભાવમાં પરિણમ્યો. માઈજીએ શ્રી કોપીકરને માઈધર્મના અનુયાતી બનાવ્યા. બાગલકોટમાં એક વિખ્યાત મુસ્લીમ સંત પીર સાહેબ અબ્દુલ કાદીર ચિસ્તી હતા. શ્રી. કોપીકર જયારે જયારે આ પીર સાહેબને મળતા ત્યારે ત્યારે માઈજી માટેનો પોતાનો ઊંચો અભિપ્રાય પ્રગટ કરતા. શ્રી. કોપીકરની માઈજી વિષેની માન્યતામાં પીર સાહેબને વિશ્વાસ બેસતો નહોતો, એટલે એમણે માઈજીની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. એમણે માઈજીને પત્ર લખ્યો અને પૂછયું, ''તમે મારા મયખાનામાં આવશો?" માઈજીએ પણ એવો જ રહસ્યમય જવાબ આપ્યો, "ચોક્કસ આવીશ. જયારે શરાબ અને સાથી તૈયાર હોય ત્યારે જણાવવા કૃપા કરશો." થોડા જ સમયમાં બન્ને સંતો મળ્યા અને એકબીજાના વિચારોની આપલેથી પ્રસન્નતૃપ્ત ક્ષણો દરમ્યાન બન્ને જણ લગભગ સમાધિમાં સરી પડયા અને પીર સાહેબ 'માઈ માઈ'નું રટણ કરવા લાગ્યા અને માઈજી 'અલ રહેમાન અલ રહેમાન' બોલવા લાગ્યા. પીર સાહેબે આ દુનિયામાંથી ૬, ફેબ્રુઆરી ૧૯૫૯માં ચિર વિદાય લીધી ત્યાં સુધી બન્ને મિત્રો રહ્યો.

તમન્ના શાસ્ત્રી : માઈજી ધારવારથી હુબલી ગયા, એ ત્યાં પહોંચ્યાં એ જ દિવસે એક વિચિત્ર અનુભવ એમની રાહ જોતો હતો. શ્રી રામના પરમ ભકત મી. તમન્ના શાસ્ત્રી મરણ પથારીએ હતા. એમણે ઘણા દિવસથી ખોરાક લીધો ન હતો. . જે દિવસે માઈજી હુબલી પહોંચ્યા તે દિવસે શ્રી. શાસ્ત્રીને અંતરમાંથી સહજ प्रेरणा થઈ. એમણે એમના એક ભકત શ્રી. બી. એલ. બડ્ડીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ''એક ઉચ્ચ ધાર્મીક વૃત્તિના સરકારી ઓફિસર આજે હુબલીમાં આવ્યા છે. એમને અહીં બોલાવી લાવો. કોઈ પણ હિસાબે એમને લઈ આવજો. મારા આશિર્વાદ તમારી સાથે છે." શ્રી. બડ઼ી ગુરૂની આજ્ઞાથી જરા ગુંચવાયા પણ એ પોતાની ફરજ બજાવવા પ્રવૃત થયા. તે દિવસે સરકારી ગેસ્ટહાઉસમાં નવી આવેલી વ્યકિતઓની ઝીણવટભરી તપાસને અંતે શ્રી. બડી એવા નિર્ણય પર આવ્યા કે એમના ગુરૂ જેમને મળવા માંગે છે તે વ્યકિત તે આ 'માઈજી' જ છે. આ પશ્ચિમી પોષાક ધારણ કરનારને ગુરૂજી શા માટે મળવા માંગતા હશે એવો સંશય એમના મનમાં આવ્યો તેમ છતાં એમણે પોતાના ગુરૂનો સંદેશો માઈજીને આપ્યો. અને નમ્રતા પૂર્વક પૂછયું કે શાસ્ત્રીજીને મળવા માઈજીને કયો સમય અનુકૂળ થશે? માઈજીએ કહ્યું કે હમણાં જ આપણે સાથે જઈએ છીએ.આ બન્ને મહાન પુરૂષો એકબીજાને ઓળખતા નહોતા તે છતાંય પેમથી એકબીજાને ભેટયા. અને શાસ્ત્રીજીના ઘણાં ભકતો અને અનુયાયીઓએ આ દ્રષ્ય જોયું. માઈજીએ શાસ્ત્રીજીને થોડો ખોરાક લેવા આગ્રહ કર્યો અને તેમને ખવરાવ્યું. બધાં જ ખુશી થયાં.

સ્વામી સિધ્ધારૂઢ : હુબલીમાં તે સમયના મહાન સંત સ્વામિ સિધ્ધારૂઢ રોજ સાંજે ધર્મ ઉપર પ્રવચન આપતા હતા. ત્યાં એક કમ્પાઉન્ડની 'લોન'માં ઘણાં માણસો એકત્રિત થતા અને રોજ સાંજે ચોક્કસ સમયે સ્વામીજી પોતાનું વયાખ્યાન શરૂ ક૨તા.

તમન્ના શાસ્ત્રીને મળ્યા પછી થોડા સમય બાદ એક સાંજે માઈજીને સિધ્ધારૂઢ સ્વામિનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા થઈ એટલે ત્યાં જવા એમણે એક ટાંગો (ઘોડાગાડી) ભાડે કર્યો. ટાંગાવાળાનું કહેવું હતું કે માઈજી ત્યાં સમયસર પહોંચીને દરવાજો બંધ થતાં પહેલાં અંદર પ્રવેશ મેળવી શકશે નહીં. પણ માઈજીએ ટાંગાવાળાને ખાત્રી આપી કે ચિંતા કરીશ નહીં. સ્વામીજી મારી રાહ જોઈને દરવાજો ખૂલ્લો રખાવશે. ટાંગો મુક૨૨ કરેલી જગ્યાએ ચાલીસ મિનિટ મોડો પહોંચ્યો પણ દરવાજા બંધ થઈ ગયા નહોતા, એટલું જ નહીં પણ સ્વામિજીએ મોટેથી શ્રોતાઓને સંબોધન કરીને કહ્યું ''જુઓ, એ ત્યાં આવી રહ્યો છે, એ આવી જાય પછી દરવાજા બંધ કરો. બધાં ને નવાઈ તો લાગતી જ હતી કે સ્વામીજી એમનું પ્રવચન કેમ શરૂ કરતા નથી? અને હવે સહુ વિચાર કરવા લાગ્યા કે આ સજજન આવવાના છે એની ખબર એમને કેવી રીતે પડી? માઈજી ત્યાં પહોંચ્યા પછી થોડીક ધર્મ અંગેની વાતચીત કર્યા પછી સ્વામીજી માઈજીને પોતાના સ્થાને લઈ ગયા.

ઉપરનો પ્રસંગ ૧૯૩૨ માં બન્યો. બાર વર્ષ પછી માઈજી ફરીથી હુબલી ગયા હતા. એક દિવસ એમની કાર રસ્તામાં જ બગડી ગઈ. જયાં સુધી એનું સમારકામ થાય નર્ટી ત્યાં સુધી આરામ કરવાનો માઈજીએ વિચાર કર્યો. આશ્ચર્યની વાત એ હતી કે સ્વામી સિધ્ધારૂઢ એમને ૧૯૩૨માં જે જગ્યાએ લઈ ગયા હતા એ જ આ ઘ ૨ હતું. (સ્વામીજી થોડા વર્ષો અગાઉ ગુજરી ગયા હતા.) સ્વામીજી જે જગ્યાએ જે ખુરશીમાં બેસતા તે જ ખુરશીમાં માઈજી બેઠા, બધું એ જ હતું. માઈજીને લાગ્યું કે સિધ્ધારૂઢજીના આત્માએ જ આ ઘટના યોજી હશે.


જ જયમાઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૧૯

 મધર્સ લૉજની સ્થાપના અને ત્યાર પછીનો સમય.


 ફેબ્રુઆરી ૧૯૩૩ના અંતમાં માઈજીને ઓફિસના કામ અંગે બેલગામ જવાનું થયું. એ વખતે બેલગામમાં એક ગણે શભકતની બોલબાલા હતી. લોકોનાં ટોળેટોળા એમના દર્શન કરવા જતાં. એમ કહેવાતું કે કોઈપણ વ્યકિતની સામે નજર કરીને જ તેઓ એનું ભવિષ્ય કહી શકે છે. માઈજીને એમના ભકતોએ આ ગણેશભકતને મળવા જવા માટે તૈયાર કર્યા. માઈજી ત્યાં ગયા ત્યારે પોતાના ભવિષ્યમાં શું છે તે જાણવા માટે આતુર લોકોનું ટોળું ત્યાં હાજર હતું. આ સંત પ્રત્યેક વ્યકિતને માથાથી પગ સુધી નિહાળતા અને પછી થોડા શબ્દો બોલતા. તે પછી બીજા માણસ તરફ નજર ફે રવી લેતા જેવા માઈજી ટોળામાં ઘૂસ્યા કે આ સાધુએ એમને જોયા અને જમણો હાથ લંબાવી આંગળીથી આગળ આવવા ઈશારો કર્યો. જયારે કોટ, પેન્ટ અને ટાઈમાં સજજ એવા આ લેન્ડ એકવીઝીશન ઓફિસર એમની પાસે પહોંચ્યા ત્યારે આ ભવિષ્યવેત્તાએ કહ્યું, "તમે નવા ધર્મના સ્થાપક છો. જો તમે અહીંયા થોડીવાર રોકાઓ તો હું તમને આ સહુનું કામ પતાવીને વધારે કહીશ. માઈજીને આ સાંભળીને આશ્ચર્ય તો થયું પણ મોં પર એ દેખાવા દીધું નહીં અને રાહ જોઈને બેઠા. એ પછી માઈજી સાથે એમણે ઘણી વાતો કરી અને અંતે બીજી ઘણી બાબતો સાથે એમણે કહ્યું કે એક મહિનાની અંદર આ વ્યકિત એક નવી સંસ્થા શરૂ કરશે.

બેલગામથી પૂના આવ્યા પછી તરત જ માઈજીના અનુયાયીઓ અને પ્રશંસકોએ તેમને માઈધર્મના પ્રચાર માટે એક ધાર્મિક કેન્દ્ર ઉઘાડવા દબાણ કર્યું. એક બાજુ 'મધર્સ લોજ'ની સ્થાપના કરવાની વ્યવસ્થા થતી હતી ત્યારે બીજી બાજુ વિરોધીઓએ અડચણો ઊભી કરવા માંડી. આ જગતમાં વિચારભેદ અને રૂચિભેદને લીધે ગમે તેવી ઉચ્ચ હેતુવાળી સદ્પ્રવૃતિના પણ કેટલાક વિરોધીઓ તો હોવાનાં જ. પૂનામાં એક વગદાર ભાઈને 'મધર્સ લોજ' સ્થાપવાના વિચાર પ્રત્યે સખત નફરત હતી. તેમણે માઈધર્મના વિરોધમાં પ્રચાર કરવા માંડયો. આ કૃત્યોના પરિણામે આ સજજન માનસિક સમતુલા ગુમાવી બેઠા અને એમને તા.૨૭/૩/'૩૩ ના દિવસે ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. યોગાનુયોગ એ જ દિવસે 'મધર્સ લોજ'નું ઔપચારિક રીતે ઉદ્ઘાટન થયું. આ રીતે બળગાંવના સંતનું ભવિષ્ય સાચું પડયું.

આ ઉદઘાટન પછી તરત થોડા 'માઈકૃપા'ના ચમત્કારિક અનુભવો થયા. તેમાંના બે પ્રસંગ નીચે નોંધ્યા છે.

દૈવી દ્વારપાળ : એક પારસી સન્નારી જેમણે ઓકટોબર ૧૯૩૨ના 'સિસ્ટર સોશ્યલ'માં અગત્યનો ભાગ ભજવ્યો હતો તે એકવાર એક ગંભીર મુશ્કેવીમાં મૂકાઈ ગયાં હતાં. આ સન્નારીનો એક ભાઈ હતો. સ્વભાવે ઉડાઉગીર આ ભાઈ હંમેશા દેવાદાર થતો અને બહેન પર આધાર રાખતો. બહેનને પણ ભાઈ માટે ખૂબ પ્રેમ એટલે એને સુધારવાના ખૂબ પ્રયત્નો કરતાં પણ સાથે સાથે મદદ કર્યા વગર પણ રહી શકતાં નહોતાં. એક દિવસ આ ભાઈએ બહેન પાસે ૫૦૦ રૂપિયા માંગ્યા. બેને કહ્યું કે તને રોકડા રૂપિયા હાથમાં આપું તો તું વાપરી નાંખે એવી મને ખાત્રી છે એટલે તારા લેણદારને જ બારોબાર આપવા તૈયાર છું. ભાઈને આ બાબત માન્ય નહોતી. એટલે લાગણી રાખનાર સામી વ્યકિતને ગભરાવવાનાં છેલ્લા હથિયાર જેવી ધમકી આપી કે કાલે સવારે છાપાંમાં મારા મોતના સમાચાર વાંચજે એમ કહીને ગુસ્સામાં ભાઈ ચાલ્યો ગયો. આ બહેન તો ગભરાઈ ગાયાં. એ એની પાછળ તો દોડી શકે તેમ ન હતાં તેથી આ વિકટ પરિસ્થિતિમાં તેમને માઈજી યાદ આવ્યા અને એકદમ દોડીને એમના બંગલે આવી પહોંચ્યા. ત્યાં તેમણે એક દૈવી આભાવાળી સ્ત્રીને બારણાનું ધ્યાન રાખતી ઊભેલી જોઈ. આ સ્ત્રીએ એમને કહ્યું "મારો દીકરો આરામ કરે છે. અને ઊંઘે છે. એને ખલેલ પહોચાડશો નહીં. તમારો ભાઈ દોઢ કલાકમાં પાછો આવી જશે.'' પારસી બહેન પોતાને ઘેર પાછાં ગયાં અને પેલી દ૨વાન સ્ત્રીએ કહ્યા પ્રમાણે એમનો ખિજાયેલો ભાઈ ઘે ૨ પાછો આવી ગયો.

મદ્રાસના ભકતનો કોર્ટમાં છૂટકારો : બીજા એક ભકતનો પણ લગભગ આવાજ અનુભવ હતો. પણ આ વખતે જે બન્યું તે બધું સ્વપ્નમાં જ બન્યું હતું. એક અનન્ય માઈભકત પોતે નિર્દોષ હોવા છતાં કોર્ટના કાયદામાં ફસાઈ ગયો હતો. એ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો એટલે એણે મદ્રાસથી પૂના જઈ માઈજીને રૂબરૂમાં વસ્તુસ્થિતિ સમજાવવાનો વિચાર કર્યો. એ મદ્રાસમાં રહેતો હતો અને એણે પૂના કદી જોયું નહોતું. માઈજીને પણ કદી જોયા નહોતા. પણ એ ચુસ્ત માઈધર્મી હતો અને માઈજી સાથે પત્રવ્યવહાર કરતો હતો. જે દિવસે એણે પૂના જવાનો નિર્ણય કર્યો એ રાત્રે સ્વપ્નમાં એક આબેહૂબ દ્રશ્ય દેખાયું. એમાં એણે માઈજીને ઓરડમાં સૂતેલા જોયા અને માઈને આજુબાજુ ફરતી જોઈ. આ ભકતે જયારે એ ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે 'મા' એ કહ્યું, "એને ખલેલ પહોંચાડીશ નહીં. એ ખૂબ રોયા પછી ઘસઘસાટ ઊંઘે છે. તું જા, તું નિર્દોષ છૂટી જઈશ." આ ભકતે તરત જ માઈજીને પત્રથી આ સ્વપ્નાની વિગત જણાવી, અને માર્ગદર્શન માંગ્યું. માઈજીએ પ્રત્યુત્તરમાં ઓરડીનું વર્ણન, ફર્નિચરની ગોઠવણી, ચાદરનો રંગ, ગોદડાં અને ઓશીકાની સંખ્યા વગેરેની સંપૂર્ણ વિગત લખી જણાવવા કહ્યું. સ્વપ્ન એટલું તાદ્રશ્ય હતું કે ભકત ઓરડીનું આબેહૂબ વર્ણન કરી શકયો. માઈજીએ એના ઉત્તરમાં એને ખાત્રી આપી કે પૂના આવવાની જરૂર નથી. ફકત એણે પ્રાર્થના કરવાનું ચાલું રાખવું. એ ભકત પ૨ કોર્ટમાં કેસ તો ચાલ્યો પણ એ નિર્દોષ છૂટી ગયો.


જ જયમાઈ જ


જ જ યમાઈ જ

પ્રકરણ ૨૦

સર્વ ધર્મ (AII - Faiths conference) પરિષદ. 


જૂન ૧૯૩૩માં સર્વધર્મ પરિષદના વ્યવસ્થાપકોએ માઈજીને 'મા સ્વરૂપે ઈશ્વર ' (ગોડ એઝ મધ૨) એ વિષય પર બોલવા માટે આમંત્રણ આપ્યું. આ પરિષદના પ્રમુખપદે પરમપૂજય ડો. કૃર્તકોટી શંકરાચાર્ય હતા. જુદા જુદા ધર્મના વડાઓ આ પરિષદમાં ભાગ લેવા આવ્યા હતા. આ સમયે એવા બે પ્રસંગો બન્યા કે જેથી ત્યાં હાજર રહેલા સર્વને ખાત્રી થઈ કે માઈજી એ સામાન્ય ભકત નહીં પણ જેને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે એવી વ્યકિત છે.

અતિ વજનદાર માઈનો ફોટો : તે દિવસે અણધાર્યા ભારે વરસાદને લીધે નાસિક સ્ટેશનથી પરિષદના હોલ સુધીનો રસ્તો વાહન ચલાવવા માટે નકામો થઈ ગયો હતો માઈજીનો સામાન તો સ્વયંસેવકોએ ઉપાડી લીધો હતો. પરંતુ માઈનો ફોટો માઈજીના હાથમાં જ હતો. તે પણ ઉપાડી લેવાની એક સ્વયંસેવકે તૈયારી દર્શાવી. માઈજીએ કહ્યું કે મને શંકા છે કે મા પોતાને બીજા પાસે ઉચકાવશે. એ અમુક બાબતોમાં જક્કી છે. તમે પ્રયત્ન કરી જુઓ. એ વીસ વર્ષના યુવાને માઈનો ફોટો ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ તે ઉચકી શક્યો નહીં. માઈજીએ જાતે જ એ ઉચકીને લઈ જવો પડયો.

ફોટોગ્રાફ ૨ હારી જાય છે : માઈજીને પોતે જે મોટો ફોટો લઈને ફરતા હતા તેના કાર્ડ સાઈઝના થોડા ફોટા પડાવવાનો વિચાર આવ્યો. એટલે એમણે એક ફોટોગ્રાફ રને બોલાવ્યો. પેલા ફોટોગ્રાફરે છ વખત પ્રયત્ન કર્યો પણ નેગેટીવ પર ફોટો આવે જ નહીં. ગતિશીલ વસ્તુઓના પણ ફોટા લઈ શકે તેવો કુશળ ફોટોગ્રાફર પણ આવો સાદો ફોટો લઈ શકયો નહીં તેથી સનસનાટી ફેલાઈ ગઈ. આ સમજી ન શકાય તેવી ઘટના હતી. પોતાની નિષ્ફળતા માટે નિરાશ થયા વગર ફોટોગ્રાફ રે માઈજીને પોતે સફળ થાય એવી પ્રાર્થના કરવા કહ્યું માઈજીએ પ્રાર્થના કરીકે તરત જ કેમેરામાં સુંદર ચિત્ર ઝડપાઈ ગયું.

આ પ્રસંગ જેવો જ બીજો એક પ્રસંગ છે. થોડા વર્ષો પછી એક વિખ્યાત હોસ્પિટલના ઈન્ચાર્જ ડોકટરને કોઈએ નાસિકવાળા ફોટોગ્રાફ ના પ્રસંગની વાત કરી. આ ડોકટર 'મધર્સ લોજ'ના આદર્શો સાથે અમુક અંશે સહમત હતા પણ એટલા શ્રધ્ધાળુ નહોતા. એ આ વાત જાણીને તરત જ એક ફોટોગ્રાફ રને લઈને માઈજીને મળ્યા અને નાસિકમાં બનેલા પ્રસંગની સચ્ચાઈ વિષે ખાત્રી કરવાની માંગણી કરી. આ ડોકટરના ફોટોગ્રાફરના પણ ઘણાં પ્રયત્નો છતાં માઈના ફોટા ઉપરથી ફોટો ન જ પાડી શકાયો.

ડોકટરની વૈજ્ઞાનિક બુધ્ધિ હજી શરણાગતિ સ્વીકારવા તૈયાર ન હતી. એમણે કહ્યું કે જો કોઈ પણ ફોટોગ્રાફ ૨, કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ માઈના આ ચિત્રનો ફોટો ન જ લઈ શકે તો એ પૂરવાર થાય કે કોઈ એવી ઉચ્ચ શકિત છે જે મનુષ્યના પ્રયત્નોને ગૂંચવે છે. માઈજીએ હસતાં હસતાં કહ્યું એ વાત બરાબર છે પણ માઈનો ફોટો લઈ શકાતો નથી તો એ માટે બહાના શોધવાની કંઈ જરૂર નથી. તમે પૂરતાં પ્રયત્નો કર્યા છતાં ય ફોટા પાડી શકયા નહીં એ હકીકત છે. હજારો પ્રયત્નો કરવા છતાં ય એક પણ વાર માઈનો ફોટો લેવો અશકય છે એમ કહો ત્યારે તેનો અર્થ એમ થાય છે કે જેની ભૌતિક નિયમો પ૨ની સંપૂર્ણ સત્તા છે તમે માન્ય રાખતા નથી અને તેની મહત્તાનું ઓછું મૂલ્ય આંકો છો. પોતાના ચિત્રનો ફોટા પાડવા દેવો કે ન પાડવા દેવો એ માઈની ઈચ્છાની વાત છે. તમારા બધા પ્રયત્નો અને સાવચેતી છતાં તમે શામાટે ફોટો ન લઈ શકયા તેનું કારણ સમજાવવાની ફ૨જ તમારી છે.


જ જયમાઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૨૧

'ફુલ ચુનને કો જાય રે મેરી મૈયા' 


સન ૧૯૩૩માં પૂના શહેરમાં જોરદાર પ્લેગ ફાટી નીકળ્યો હતો. આરોગ્ય ખાતાના ચોક્કસ પગલાં છતાં મ૨ણ નો આંક વધતો જ જતો હતો. મોટી સંખ્યામાં લોકો શહેર છોડી જતા હતાં.

માઈજીનું ઘર તોડીવાલા રોડ પર હતું. માઈજીની પાડોશમાં એક સાત્વિક વૃત્તિવાળાં બહેન રહેતાં હતાં. એમને એક રાત્રે સ્વપ્ન આવ્યું. એમાં એમને માઈને એમ કહેતાં સાંભળી કે જે જે લોકો પાડોશીને ઘે ૨ માઈપૂજામાં હાજરી આપશે તે બધાં જ પ્લેગમાંથી બચી જશે. બીજે દિવસે એમણે માઈજીને આ સ્વપ્નની વાત કરી. માઈજીએ કહ્યું કે તમારી માઈપૂજામાં આવવાની તીવ્ર ઈચ્છા હશે એને પરિણામે આવું સ્વપ્ન આવ્યું હશે. તમે માઈપૂજામાં જરૂર આવી શકો છો પણ પૂજામાં જે કોઈ આવવા માંગતા હોય તે સહુનો આ નાની જગ્યામાં સમાવેશ કરી શકાય એમ નથી. માઈજીએ સ્વપ્નનો આવો અર્થ ર્યો તેથી એ બહેનને બહુ માઠું લાગ્યું. તે નિરાશ થયા અને ગુસ્સે પણ થયાં, અને તેમણે માઈજીને કહ્યું કે સ્વપ્ના ઉપર તમારા એકલાનો જ અધિકાર નથી. મેં જાતે ઘણીવાર તમારા ઘરમાંથી માઈને બહાર જતી જોઈ છે. આવું લગભગ સવારે પાંચ વાગે જોવા મળે છે. મા તમારા ઘરમાં રહે છે એટલે મારું સ્વપ્ન તમે ધારો છો એટલું ખોટું હોઈ શકે નહીં. માઈજી તો સ્તબ્ધ થઈને એ બહેનની સામું જોઈ જ રહ્યાં. એ પૂરી દ્રઢતાથી વાત કરતા હતા અને એમના મોઢાં પર સચ્ચાઈ દેખાતી હતી.


માઈजी તો રોજ રાત્રે મોડે સુધી જાગતા હતા અને સવારે મોડા ઊઠતા હતા તેથી એમણે પોતાના નોકરને કહી રાખ્યું કે વહેલી સવારે ઘ૨નું આગળનું બારણું ઉધડે એનું ધ્યાન રાખજે. બીજે દિવસે આશ્ચર્યથી નોકરે જોયું તો કોઈ અદ્રશ્ય હાથે બારણાંની સાંકળ ઉઘાડી પણ એ કોઈ વ્યકિતને જોઈ શક્યો નહીં. બીજે દિવસે એણે માઈજીને વાત કરી. માઈજીએ વધારે ચોક્કસાઈના પગલાં લીધાં. બારણાની સાંકળને તાળું માર્યું, અને ચાવી પોતાની પાસે રાખી. બીજે દિવસે માઈજી નોકરની બૂમોથી જાગી ગયા. એમણે જોયું તો બારણાંની સાંકળ ૫૨ મારેલું તાળુ તૂટી ગયું હતું અને બારણાં મિજાગરાં પર ઝૂલતાં હતાં. માઈ:જી દોડીને ગયા અને સમયસર પહોંચી ગયા. એમણે માઈને ફૂલનો ગુચ્છો લઈને અદ્રશ્ય થતી જોઈ. માઈજી આનંદથી ઝૂમી ઊઠયા અને ગાયું, ''બાગનમે ફૂલ ચૂનનકો જાય રે મેરી મૈયા'

પેલાં બહેનને સ્વપ્નમાં માઈએ આપેલો આદેશ પાળવામાં આવ્યો. જેને આવવું હોય તે સહુને પૂજામાં આવવાની છૂટ આપવામાં આવી ઘણાં લોકોએ એમાં હાજરી આપી અને એ બધાં જ પ્લેગના સંકટમાંથી ઊગરી ગયાં.

વચનસિધ્ધિ : સુરતના વતની એવા બે ભાઈઓ તકલીફમાં આવી પડયા હતા. એમનો એક ભાઈ લાપત્તા હતો. એને શોધવાના એમના બધાં જ પ્રયત્નો નિષ્ફળ ગયા. છેવટે માઈના ભકત એવા એક ધર્મનિષ્ઠ સન્નારીની પાસે તેઓ મદદ માટે ગયા. એમણે એ ભાઈઓને સૂચન કર્યું કે પૂના જાવ અને પૂજય માઈસ્વરૂપને મળો. એ તમારી સારી રીતે મહેમાનગતિ કરશે. એ તમને ચા પાશે નાસ્તો કરાવશે પણ એ જયાં સુધી ''તમારો ભાઈ તમને મળી જશે'" એમ ન કહે ત્યાં સુધી કંઈ પણ લેવાની ના પાડજો. આ ભાઈઓએ આ સલાહનો સારો ઉપયોગ કર્યો. આ લોકોએ કહ્યું કે ઉપર મુજબના પાંચ શબ્દો તમે બોલો નહીં ત્યાં સુધી અમે કંઈ પણ નહીં લઈએ ત્યારે માઈજીને જરા માઠું પણ લાગ્યું. છેવટે માઈજી થાકયા ને કહ્યું ''સારું, તમારો ભાઈ તમને મળી જશે. ચાલો હવે જમવા બેસો." ભાઈઓએ ભોજન લીધું અને ઘેર પાછાં આવ્યા. તે જ સાંજે માઈજીને તાર મળ્યો કે ખોવાયેલો ભાઈ મળી ગયો છે. માઈકૃપાથી ભકતનું વચન સિદ્ધ થાય છે એનું આ ઉદાહરણ છે.


જ જયમાઈ જ


જ યમાઈ છે

 પ્રકરણ ૨ ૨

ડિસ્ટ્રીકટ કલેકટ૨ એક રાતમાં 'મા ઈસ્ટ' થાય છે. 


૧૯૩૩ની સાલમાં બળગાંવના કલેકટર શ્રી.એસ. મુંડકુ ૨ સરકારી કામે - ઉતારો રાખ્યો હતો. તે, નિપાણી ગામમાં આવ્યા હતા અને ત્યાંના 'ડાં ક બંગલા'માં ઉતા રો राख्यो हतो.ते  વખતે મા ઈજી 'લેન્ડ એકવીઝીશન ઓફિસ ૨' હતા અને એ પણ એ જ બં બીજા ભાગમાં ઉતર્યા હતા. ત્યાં બન્નેનો પરિચય થયો અને બન્ને મિત્રો છે 

એક શુક્રવારે સાંજે માઈજી પોતાના ખંડમાં બેઠા હતા. રાત્રે માઈપ જા કે બેલગાંવ જવાનું હતું. એક કલાક બાકી હતો અને તે પૂરતો સમય હતો તે માઈના ફોટા સામે પ્રાર્થના કરતા બેઠા હતા. આ વખતે પેલા કલેકટર ડો. જાતના સંકોચ વગર એમના ખંડમાં આવ્યા અને એમણે જોયું કે એમનો મિત્ર પ૦ કરતો હતો. શ્રી મુંડકુ ર નાસ્તિક જેવા હતા અને એમને ધાર્મિક ક્રિયાકાંડ તરફ અણગમો હતો. એ જરા આખાબોલા હતા તેથી બોલ્યા, ''હું આ શું જોઉ છે? તમે આટલું ભણેલા છો અને વિજ્ઞાનના પરિચયમાં આવેલા છો તો પણ ધર્મમાં વિશ્વાસ રાખો છો?" માઈજી આ ઉચ્ચ પણ નિખાલસપણે બોલાએલા શબ્દોથી વિચાર માં પડી ગયા. એમણે 'હકાર 'માં માથું હલાવ્યું અને કંઈ પણ બોલે તે પહેલાં શ્રી મુંડકુર બોલ્યા "હું ધર્મને ધિક્કારું છું. એ એક મોટામાં મોટું તૂત છે. ધર્મને કારણે જ દુનિયામાં મોટા વિનાશો સર્જાયા છે.'' આ રીતે જુસ્સાપૂર્વક એમણે બોલવાનું ચાલુ રાખ્યું. પછી જયારે એ અટકયા ત્યારે માઈજીએ કહ્યું "તમે જે કહો છો તેને માટે તમારી પાસે કારણો હશે ને?' પછી તેમણે પૂછયું 'ઈશ્વર છે?" એમને જવાબ મળ્યો, " કદાચ હશે ' પણ તમે જે રીતે...'' માઈજીએ શ્રી મુંડકરને આગળ બોલતા અટકાવ્યા અને કહ્યું " તમે એ તો કબૂલ કરો છો ને કે દુનિયાનું વ્યવસ્થિત અને સરળ સંચાલન કરવા નિયમો (કાયદા) હોવા જોઈએ' " ''પણ આવી મૂખો ઈભર. રીતે નહી" ફરીથી માઈજીએ એમને અટકાવીને પૂછયું, ''જો તમે ધારાશાસ્ત્રી તો કેવા કાયદા ઘડો?'' ''બીજા કશા જ નહી" કલેકટર ગાજી ઊઠયો" માં એ કાયદો તે બીજાને નુકસાન કર્યા વગર જીવો અને બીજાને બને તેટલી મદદ કरो.


માઈજીએ નમ્રતાથી કહ્યું કે જો કોઈ ધર્મ એવું કહેતો હોય તો' હવે શ્રી મુંડકુ ૨ નો વારો હતો. એમણે જુસ્સાથી કહ્યું, ''મારા ટાંટીયા ના ખેંચશો. હું કંઈ ગઈકાલેં જમ્યો નથી, મે બધા ધર્મોનો અભ્યાસ કર્યો છે અને મેં સ્વામિજીઓ, મૌલવીઓ અને પાદરીઓ સાથે ચર્ચાઓ પણ કરી છે. હું જાણું છું કે આવો કોઈ ધર્મ નથી."

માઈજીને બળગાંવ જવાનો સમય થઈ ગયો હતો. તેથી એમણે કહ્યું કે આપણે વધુ ચર્ચા પછીથી કરીશું, મારે જલદીથી બસ પકડવાની છે. શ્રી. મુંડકરે પોતાની કા૨ માં માઈજીને બસસ્ટેન્ડ સુધી પહોંચી જવા જણાવ્યું અને જીત થઈ હોય તેમ કહ્યું, ''આ મારો ધર્મ છે કે હું મારી કા ૨ તમારી સેવામાં આપું.'' માઈજીએ કારમાં બેસતા બેસતાં આભાર દર્શાવ્યો અને 'મધર્સ મેસેજ' નામની પુસ્તિકા ભેટ આપી. આ પુસ્તિકામાં માઈધર્મ વિષે સમજણ આપી હતી અને એની રૂપરેખા આપી હતી, તે પુસ્તિકા ભેટ આપીને માઈજીએ કહ્યું, ''જરા જોઈ જજો.''

જયારે બીજે દિવસે સવારે માઈજી બે ળગાંવથી પાછા આવ્યા ત્યારે આનંદાશ્ચર્યથી ડિસ્ટ્રીકટ કલેકટરે દોડતા આવીને કાર ઉધાડતા જ 'જય માઈ' બોલતા સાંભળ્યા. માઈજી પ્રશ્ન પૂછશે એમ સમજીને એમણે પોતાની મેળે જ જવાબ આપ્યો, ''એક જ રાતમાં દયપરિવર્તન વિશ્વધર્મ (એ શું છે?) અંગત રીતે પળાતા ધર્મ માટે કટુતા નહીં ધર્મનો અર્થ જ પ્રેમ અને સેવા, નાસ્તિક પણ જો પ્રેમ અને સેવાનો ધર્મ સ્વીકારી જીવન વીતાવે તો એ ધાર્મિક ગણાય. અદભૂત! ''

બન્ને જણ જીવનપર્યત મિત્રો બનીને રહ્યા. શ્રી મુંડકુર હંમેશા મુશ્કેલીના પ્રસંગોએ, ભલે તે દુન્યવી હોય કે આધ્યાત્મિક હોય. માઈજીની સલાહ લેવા આવતા. એકવાર રત્નાગીરીમાં બે અનાથ બાળકોનો કબજો ખ્રિસ્તી પાદરીઓએ લીધો ત્યારે લોકોમાં અને વર્તમાનપત્રોમાં ખૂબ જ હોબાળો થયો. તે વખતે આ વિસ્તાર શ્રી મુંડકુ ના આધિપત્ય નીચે હતો અને તેથી તેમની વિરૂધ્ધ ટીકાઓની ઝડીઓ વરસી. એમણે માઈજીની સલાહ લીધી. માઈજીએ સૂચવ્યું કે કલેકટરે જાહેર કરવું કે કોઈ પણ હિંદુ આ બાળકોને સાચવવા તૈયાર હોય તેણે ૯૦ દિવસની અંદર આવી લઈ જવા. ઠરાવેલી મુદત્ત સુધીમાં કોઈ નહીં આવે તો આ પાદરીઓ એમને સંભાળી લેશે. આ જાહેરાતથી જે ઉશ્કેરાટ થયો હતો તે શાંત પડી ગયો. કહેવાની જરૂર નથી કે બાળકોને સાચવવાની જવાબદારી લેવા કોઈ પણ આગળ આવ્યું નહીં.


* જયમાઈ જજ જયમાઈ જ

પ્રકરણ ૨૩

માઈધર્મ પ્રગતિ કરે છે. 


નડિયાદથી પ્રકાશિત થતું 'જયોતિ' નામનું એક ધામિર્ક સામયિક હતું. એના સંપાદક શ્રી. કેશવલાલ પંડયા એક સાત્વિકવૃત્તિવાળા માણસ હતા. 'માઈધર્મ' અને માઈજી વિષે ધ્યાન ખેંચે તેવા સમાચાર એમણે વાંચ્યા તેથી તેઓ માઈજીને મળવા પૂના ગયા.

શ્રી કેશવલાલ રૂઢિચૂસ્ત સનાતની હતા એટલે માઈજી સાથેની માઈધર્મ વિષેની વાતચીત પછી એ ખૂબ જ નિરાશ થયા. માઈજીએ ધર્મ વિષેની વાતોમાં 'અદ્વૈત' શબ્દ કયાંય વાપર્યો નહીં. આત્મા પરમાત્મા, વ્યકિત સમષ્ટિ કે સૂક્ષ્મ આંતરિક જોડાણની કોઈ વાતો ક રી નહીં, વેદનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં કે ઉપનિષદ કે ગીતામાંથી ટાંચણો ટાંકયા નહીં, માઈજીએ સરળ ભાષામાં વિશ્વદ્રષ્ટિ, પ્રેમ, સેવા, ભકિત અને દિવ્ય ઈચ્છાને આધીન થઈ શરણાગતિ સ્વીકારવાની જ વાતો કરી. 'કાલી' કે 'ભવાની'નો તો ઉલ્લેખ પણ ન કર્યો. ફકત વિશ્વસમયી માઈ વિષે જ વાતો કર્યા કરી.

એમની વાતો પૂરી થઈ એટલે માઈજીએ માઈની પૂજા કરવાનું સૂચન કર્યુ. નિરાશ થયેલા શ્રી. કેશવલાલે એ સૂચનનો સ્વીકાર કર્યો પણ હિંદુ ધર્મની રૂઢિ પ્રમાણે ની પૂજા સામગ્રી જોઈ નહીં તેથી કેવી રીતે પૂજા કરવી એ એમને સમજણ પડી નહીં. એટલે એમણે માઈજીને પૂછયું, ત્યારે માઈજીએ કહ્યું, "તમને જે ગમે તે કરો, ગાવ, નાચો, ધ્યાન ધરો, પગે લાગો, તમને ગમે તે કરો. માઈપૂજા માટે કોઈ એક જ પ્રકારની ચોક્કસ રીતનું બંધન નથી.

શ્રી. કેશવલાલે આરતી કરવાની ઈચ્છા બતાવી એટલે એક થાળીમાં કપુ ૨ મૂકીને આરતી પ્રગટાવી. આવી આરતી કરતી વખતે જે શ્લોકો બોલવામાં આવે છે. તે બોલવાનું કેશવલાલે શરૂ કર્યું, અને આરતી માઈના ચિત્ર સાથે ધરી. બીજા શ્લોકની પહેલી લીટી પૂરી કરે તે પહેલાં જ કેશવલાલને 'માઈ'નું પૂર્ણ સ્વરૂપ દેખાયું. એમના હાથમાંથી આરતીની થાળી પડી ગઈ અને એ બેભાન થઈને જમીન પર પડી ગયા. થોડીવાર પછી એ ભાનમાં આવ્યા ત્યારે ભોંય પર આળોટતા આળોટતા, ડૂસકાં લેતા અને આંખમાંથી આંસુ પાડતા પાડતા બોલ્યા, ''ઓ મા, મેં તને ઓળખી નહીં, હું તારા ભકતને જાણી શકયો નહીં.''

શ્રી. કેશવલાલને સામાન્ય અવસ્થામાં આવતાં થોડીવાર લાગી. જયારે એ સ્વસ્થ થયા ત્યારે માઈજીએ પૂછયું કે તમને આધ્યાત્મિક વિકાસ સાધવામાં કશું બાધારૂપ તો થતું નથી ને? એમણે માઈજીનો આભાર માન્યો અને કહ્યું કે મારે વધારે શું જોઈએ ? તમે તો મને માનો સાક્ષાત્કાર કરાવ્યો. હવે મારે શેની જરૂર છે?

ઘે ૨ પાછાં જતાં જતાં શ્રી. કેશવલાલે 'માઈ'ના પ્રચારનું કામ કરવા તૈયારી બતાવી. આથી માઈજીને ઘણો સંતોષ થયો. માઈજીએ કેશવલાલને આશિર્વાદ આપ્યા અને પૂજામાં મૂકવા માટે 'માઈ'નો ફોટો આપ્યો.

માઈધર્મના પ્રચાર માટે કેશવલાલે મન દઈને કામ કર્યું. 'જયોતિ'નું નામ બદલીને 'શકિત' નામ રાખ્યું. માઈજી આ પત્રમાં નિયમિત લેખો મોકલતા હતા. શ્રી. કેશવલાલ જે પાછળથી 'કનિષ્ઠ કેશવ' કહેવાયા અને એમના ગુરૂભાઈ માર્કડભાઈ વસાવડા (માઈ કલાપી) એ માઈધર્મનો પ્રચાર ખૂબ ખંતપૂર્વક કર્યો અને તેથી લોકો માઈધર્મના સિધ્ધાન્તો સ્વીકારવા લાગ્યા. આ બન્ને ભાઈઓએ નામયજ્ઞ શરૂ કર્યો. ઘણા શહેરો અને ગામડામાંથી હજારો ભકતોએ 'જય માઈ' મંત્ર કરોડો વાર લખ્યો. સો કે સવાસો સભ્યોવાળા સૌથી વધારે માઈમંડળો સ્થપાયા. થોડા સમય પછી કેશવલાલને સંસાર ત્યાગી સંન્યાસી થવાનો વિચાર આવ્યો. માઈજીએ આ બાબતમાં એમની. સાથે ઘણી લાંબી ચર્ચા કરી અને અંતે એમને સમજાવી શકયા કે સંન્યાસી થયા વગર પણ મોક્ષ મેળવી શકાશે.

ભૂલ ફાયદો કરી આપે છે. પૂનાનાં એક પરામાં રહેતાં એક બહેને શહેરમાં એમની એક બેનપણીને

મળવા જવાનો વિચાર કર્યો. ઘરમાંથી નીકળતી વખતે પોતાની દીકરીને ઘ ૨નું કામ પરવારીને પછીથી એ બેનપણીને ઘ ર આવવાનું કહ્યું. પેલી દીકરી કામ પરવારીને તેની મા જયાં ગઈ હતી તે મકાનમાં પહોંચી, પણ કયા ફલેટમાં જવાનું છે તે ખબર ન હતી. એટલે એણે કંઈ વધારે વિચાર કર્યા વગર જ એક ફલેટના બારણે ટકોરા માર્યા. એક આધેડ ઉમ૨ના નમ્ર અને ખાનદાન દેખાતા ગૃહસ્થ સ્મિત સાથે બારણું ઉઘાડયું અને એ છોકરીને અંદર આવવા કહ્યું. આ અલ્લડ નિર્દોષ સ ર ળ છોકરીએ સ્વાભાવિકતાથી જ પૂછયું, '' માં અહીં છે?'' આ સદગૃહસ્થ ઉત્તર આપ્યો, 'હા, હા, અહી જ છે. અંદર આવો. જેમણે દરવાજો ઊઘાડયો હતો એ સદગૃહસ્થ તે માઈજી હતા. બન્ને જણ ખંડમાં અંદર આવ્યા. માઈજીએ આરતી કરીને એને પ્રસાદ આપ્યો. આ છોકરી ખાનદાન ઘરની હતી. તેથી તેણે પોતાનો અચંબો અને નિરાશા છુપાવી રાખ્યાં, પ્રસાદ લીધો અને ચાલી ગઈ.

એ છોકરીએ બીજા કોઈ ફલેટમાંથી એની માને શોધી કાઢી અને આખો પ્રસંગ કહી સંભળાવ્યો. છોકરીની મા એ આ સંત વિષે સાંભળ્યું તો હતું તેથી એ બન્ને માઈજીના ફલેટમાં ગયાં. માઈજીને પોતાની ભૂલ સમજાઈ અને જરા શરમિંદા થઈ ગયા. એમણે મનથી આભાર માન્યો કે એણે જરાપણ નાખુશી બતાવ્યા વગર માઈજીની મહેમાનગતિ સ્વીકારી. એમણે આ મહેમાનોને કહ્યું કે હું ''માઈ માટે ગાંડો છું'' તેથી જયારે કોઈ 'મા' શબ્દ બોલે છે ત્યારે હું આ વિશ્વમયી મા જ સમજી બેસું છું. પછી એમણે છોકરીને કહ્યું કે તું બહુ ડાહી છોકરી છે. તને કંઈ પણ તકલીફ હોય તો હું તે દૂર કરવા 'મા'ને કહીશ. છોકરીની મા એ કહ્યું કે અમે ખરેખર દુ:ખી છીએ. આ છોકરીનો પતિ આફિકામાં છે અને તેના તરફથી પત્ર પણ નથી અને પૈસા પણ મોકલાવતો નથી. આમ કહેતે કહેતે તે રડી પડી. માઈજીએ છોકરીના માથા પર હાથ મૂકયો અને આશ્વાસન આપતા કહ્યું, 'તું આનંદથી રહે. નવ અઠવાડીયામાં તારા પતિનો પત્ર અને પૈસા બન્ને આવશે.'' માઈજીની આ ભવિષ્યવાણી કહ્યા પ્રમાણે ના સમય દરમ્યાન પરિપૂર્ણ થઈ.


વચનસિધ્ધિનો એક વધુ અનુભવ.

વીજળીના કરંટ વગર બલ્બ સળગે છે. 


પૈસાદાર અને ખાનદાન કુટુંબના શ્રી. દેસાઈના પત્ની માઈજીના અનન્ય પ્રશંસક હતા. એમનામાં ધાર્મિકતા જેવું કંઈ હતું નહીં. એમણે કંઈ કોઈ પ્રાર્થના કે પૂજા કરી નહોતી કે કોઈ મંત્રો બોલતા નહોતા કે માઈને કોઈ ભેટ પણ આપી નહોતી પણ આ સંતમાં એમને અપૂર્વ શ્રધ્ધા અને વિશ્વાસ હતા. એમણે પોતાના મનમાં એવું જ ઠસાવી લીધું હતું કે માઈસ્વરૂપ એ જ મનુષ્યરૂપમાં આવેલી 'મા' છે અને તેથી એ જે કંઈ વચન આપે તે થઈને જ રહે. અને એમને આવા ઘણા અનુભવ થયા પણ હતા. એ આ સંત પાસે આવે અને મોઢે ચઢાવેલા બાળકની માફક જીદ કરે. દાખલા તરીકે અમુક ભાઈને પ્રમોશન મળશે અથવા આ વિદ્યાર્થી પરિક્ષામાં પાસ થશે આવું કંઈ જે પ્રસંગને અનુરૂપ હોય તેવું સંત પાસે જીદ કરીને બોલાવડાવે. માઈકૃપાથી આ બધાં વચનો પ્રમાણે બનતું હતું.

એક સાંજે એ માઈજી સાથે દાદરથી સાયન એક માઈભકતને ઘેર ગયાં હતાં. એ દિવસે તોફાની હવામાનને લીધે આ ભાગનો વીજળીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. બધે જ અંધારૂ હતું. જયારે બધા જમવા બેઠાં ત્યારે શ્રીમતી દેસાઈએ હઠ લીધી કે જયાં સુધી માઈજી લાઈટને ચાલુ થવાનો આદેશ નહીં આપે ત્યાં સુધી એ જમશે નહીં. આ ભકતને માઈજી દીકરી જેવી ગણતા હતા તેથી તેને રાજી કરવા માઈજીએ પ્રાર્થના કરી કે બધાં જમી રહે ત્યાં સુધી લાઈટ ચાલું રહે અને આશ્ચર્ય થયું. તરત જ એ ઓ૨ડાની લાઈટ ચાલુ થઈ ગઈ.

એક દિવસ શ્રીમતી દેસાઈએ માઈજીને પ્રાણાયમ કરવાની મૂર્ખતાભરી સલાહ આપી. માઈજીએ આ સલાહ માનવાની ચોખ્ખી ના પાડી દીધી. તે સાંજે શ્રીમતી દેસાઈને વિચિત્ર અનુભવ થયો. જયારે એ એમના ખંડમાં એકલાં બેઠાં હતા ત્યારે જયાં જુએ ત્યાં માઈના સ્વરૂપો દેખાવા લાગ્યા. સોફા પ૨, દિવાલ ૫ ૨, ખુરશી ૫૨ અને જયાં જએ ત્યાં એને માઈ જ દેખાય. એ ગભરાઈ ગયા ને માઈજી પાસે દોડી ગયા. પોતે મૂર્ખતાભરી સલાહ આપી તે બદલ માફી માંગી. માઈજી એમની સાથે એમની રૂમ પર આવ્યા અને બધું સામાન્ય થઈ ગયું.


છે જયમાઈ છે


જ જયમાઈ છે

પ્રક૨ણ ૨૪

 'મા' નર્સ તરીકે કામ કરે છે :


 માઈ ચલચિત્ર જુએ છે. સન ૧૯૩૪માં માઈજીની બદલી અમદાવાદ થઈ. એમના ત્યાં પહોંચવા અ 'મધર્સ લોજ'ની સ્થાપનાના અને પૂનામાં યોજાયેલા 'સિસ્ટર્સ સોશ્યલ'ના સમાચા પહોંચી ગયા હતા. ત્યાંના વર્તમાનપત્રોએ માઈધર્મ અને માઈજી વિષે સારા એવા લેખો પ્રગટ કર્યા હતા, તેથી એમને બુધ્ધિજીવી વર્ગમાં માઈધર્મનો પ્રચાર કરવો સહેલો થઈ પડયો. ખાસ કરીને 'થિયોસોફિકલ લોજે' પૂરેપૂરો સહકાર આપ્યો સપ્ટેમ્બર ૧૯૩૪માં માઈજી માંદા પડયા અને એમને સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. તા.૧૩ મી સપ્ટેમ્બરે ઓપરેશન કરવામાં આવ્યું..

ઈશ્વ૨ જુદા જુદા પાઠ ભજવે છે. 

આપણે બધાં જ જાણીએ છીએ કે ભકતની સંભાળ લેવા ભગવાન જુદાં જુદાં રૂપો ધારણ કરીને ઘણા ન કલ્પલાં કાર્યો કરે છે. શ્રી રામે શબરીના એઠાં બોર ખાધાં હતાં. શંકર ભગવાનને એમના શિકારી ભકત કન્નાપને એમના મોઢા ઉપર કોગળા કર્યા તેથી ઘણો જ આનંદ થયો હતો. શ્રી કૃષ્ણ ભકત એકનાથના ઘ ૨માં ૧૨ વર્ષ સુધી નોકર જેવું કામ કર્યું હતું. સંત સખુબાઈને જયારે બહાર જતાં રોકવા એમના પતિ અને સાસુએ દોરડાથી બાંધ્યા ત્યારે પઠ૨૫ ૨ના ભગવાન વિકલ સખુબાઈનું રૂપ લઈને દોરડે બંધાયા અને સખબાઈને છટા રાખ્યા હતા. સંત કબીરના પત્નીએ મહેમાનોને જમાડવા પોતાની જાતને શેઠને વેચી દીધી ત્યારે પોલિસના રૂપમાં આવીને ભગવાને એનો બચાવ કર્યો હતો. શામળશા શેઠ બની નરોત મહેતાની હુંડી સ્વિકારી હતી, અને એમની દીકરીનો કરિયાવર કર્યો હતો. ૨ નાનકે ગરીબોને ખવરાવવા અનાજનો ભંડાર ખાલી કરી નાંખ્યો હતો એ પાઈ. ભરી દીધો હતો. ભકત શિખામણી પુજાનમ પર જયારે લૂંટારાઓએ હથિયા* હુમલો કર્યો ત્યારે લકરના સરદારના રૂપમાં આવી એમનો બચાવ કલા જયારે માઈજી હોસ્પિટલમાં હતા ત્યારે માઈએ નર્સ તરીકે આવીને માઇnee seva રી એમાં કંઈ જ આશ્ચર્ય પામવા જેવું નથી.

જે દિવસે ઓપરેશન કરવામાં આવ્યું એ રાતે બે વાગે માઈજી પાટાઓથી વીંટળાયેલા પથારીમાં પડયા હતા. એમને ખૂબ પીડા થતી હતી. બહાર બધું સૂમસામ હતું. હોસ્પિટલમાં માઈજી સિવાય બધાં જ જંપી ગયા હોય એમ લાગતું હતું. આ શાંતિમાં આ સંતની પથારી પાસે રે શમી સાડીનો ફડફડાટ થયો. એમણે અધખૂલી આંખથી જોયું કે ભવ્ય અને સુંદર રૂપ ધારણ કરીને માઈ એમના ઉપર વાંકા વળીને ધીરેથી પાટો છોડી અને ઘા ઉપ૨ કરૂણાભરી નજરે જોઈ રહ્યાં હતાં. તરત જ બધું દર્દ શાન્ત થઈ ગયું. માઈની આજુબાજુ મદદગાર હોય એવી બે સ્ત્રીઓ પણ હતી. ઉતાવળે પણ કાળજીપૂર્વક માઈએ પોતાની સાહેલીઓ સાથે મળીને પાટાને ફરીથી બાંધ્યો અને ત્યાંથી વિદાય લીધી. તારીખ ૧૩, ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરની રાતે મા એ આવીને દર્શન દીધાં. ત્રીજે દિવસે તા.૧૫મી એ માઈજીને વિચાર આવ્યો કે મા ની હાજરી એ મારી કલ્પના તો નથીને? એમ વિચારી ઘા ૫૨ હાથ ફેરવી જોયો. માઈ હસીને ચાલી ગઈ. પણ બીજે દિવસે માઈ આવી નહીં. માઈજીને શંકા થવા લાગી. એમને શું સ્વપ્ન આવ્યું હશે? શું એમણે ખરેખર, 'માઈ'ને જોઈ? (શ્રી. ઠાકોર એ બીજા દર્દી હતા અને એ આ બનાવના મૂક સાક્ષી હતા. એમણે ડિસ્ચાર્જ મળ્યા પછી આ પ્રસંગની ખૂબ જાહેરાત કરી. પણ એ તો ઘણાં સમય પછી. માઈજીને ખબર નહોતી કે બીજું કોઈ પણ છે કે જેણે માઈની હાજરીની નોંધ લીધી હોય !)

દૈવી શકિતની સેવામાં શંકા કરવાને પરિણામે માઈ ૧૬મી તારીખે આવી નહીં. તા.૧૭મીની સવારે હોસ્પિટલનો ઘ ૨ડો સદ્ભાવી ઝાડુવાળો માઈજી સામે હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો, "સાહેબ, માતાજી ગઈકાલે રાત્રે આવી નહીં” માઈજી તો સ્તબ્ધ થઈ ગયા. માઈ ત્રણ દિવસ આવી હતી એની આ સાબિતી હતી. માઈજીના મનમાં જરા પણ સંદેહ હતો તે જતો રહ્યો. માઈજીને એ ઝાડુવાળાને પગે લાગવાની ઈચ્છા થઈ કારણ કે એને માઈના દર્શનનો લાભ મળ્યો હતો, અને એણે


જે જોયું તે કોઈપણ જાતની શંકા વગર સ્વીકારી લીધુ હતું. આ તો એ ક ન.. સાબિતી હતી કે માઈની કૃપા મેળવવા માટે પૈસા, શિક્ષણ, સામાજિક મોભો દિંડી પોષાક કે શારીરિક સ્વચ્છતા આ બધું જરૂરી નથી. મા ને મેળવવા તો . સ્વછતા અને ભકિત એ બે જ જરૂરીયાતો પૂરી થવી જોઈએ. આ વાત થયા પટ જયારે જયારે એ માણસ આવતો હતો ત્યારે માઈજી અને એમના પલંગ પાસેની ખુરશી પર બેસાડતા.

માઈની ગેર હાજરી ચાલુ રહી. રોજ રાત્રે માઈજી આશાથી, આતરતાથી આકાંક્ષા અને ચિંતાપૂર્વક માઈની રાહ જોતા રહ્યાં. આમને આમ રાહ જોવામાં રાતો પસાર થવા માંડી અને છતાં ય માઈ ન આવી તેથી આ સંત ખૂબ દુઃખી થઈ ગયા. આવી રીતે પાંચ દિવસ નીકળી ગયા. તે દિવસે તા.૨૧મી સપ્ટેમ્બર અને શુક્રવાર હતો. માઈજીને ખૂબ જ માનસિક પરિતાપ થયો હતો અને એ ભાંગી પડવાની અણી પર આવી ગયા હતા. દુ:ખના અતિરેકથી એ આંસુ પાડવા લાગ્યા.

પોતાના વ્હાલાં બાળકને દુ:ખથી આંસુ પાડતો કોઈ મા જોઈ શકી છે? પછી ભલે એણે એની ગમે તેટલી અવગણના કરી હોય કે ભૂલી ગયો હોય! માઈને માટે એના આ બાળકનું દુ:ખ અસહ્ય હતું. એણે તરત જ દર્શન દીધા અને આંસુ સારવાના બંધ કરવાનો આદેશ આપ્યો. સાથે સાથે ધમકી પણ આપી કે એ રડવાનું બંધ નહી કરે તો એ એને છોડીને જતી રહેશે. તરત જ દુ:ખના વાદળો વિખરાઇ ગયા. સુર્યપ્રકાશ નીકળી આવ્યો અને ગમગીની અને નિરાશાને બદલે માઈની હીજરાજ પ્રકાશ અને શાંતિ ફેલાઈ ગયા.

મા ઈજીએ આનંદમાં આવી ગીત રચ્યું. 

''હસને હસાનેવાલી " માઈજીએ ભકિતના આવેશમાં આવી જ ગીત બનાવ્યું અને ગાયું. 'માઈ કિર્તનમાળા' નામના પુસ્તકમાં આ ગીત

ઉપ૨ જણાવ્યું તેમ આ પ્રસંગના બે સાક્ષીઓ હતા. એક શ્રી ઠાકોર અને બીજો હોસ્પિટલનો ઝાડુવાળો. આ બે જણ દ્વારા સ્વાભાવિક રીતે જ આજુબાજુમાં રહેતાં લોકોને આ બનાવની જાણ થઈ. સમાજ માઈજી અને માઈધર્મને વધારે સારી રીતે ઓળખે એ માટે કદાચ માઈએ જ આ ઘટના ઘડી હોય! માઈએ માઈજીને પોતાના સંદેશવાહક બનાવ્યા હતા એ બાબત પણ નોંધવી જરૂરી બને છે. નીચેનો પ્રસંગ આ વાતને સ્પષ્ટ કરશે.

'માર્કડમાઈ' શા માટે? 

'જયમાઈ જય માર્કડમાઈ' એ માઈધર્મનો ખૂબ જ શકિતશાળી ગુરૂમંત્ર છે. એક દિવસ એક ગોપાળ નામના ભકતે માઈજીને પૂછયું કે માઈના નામ સાથે માર્કડ નામ શા માટે જોડવું જોઈએ? એ સજનનું માનવું હતું કે પોતાના કાર્ય માટે પોતાનું નામ એટલે કે 'જય માઈ જય ગોપાલ માઈ' નો મંત્ર પણ એટલો અસરકારક નીવડી શકે ! આત્મપ્રશંસા થઈ એવું લાગે એ બીકે માઈજી ચૂપ જ રહ્યાં. થોડા દિવસ પછી ગોપાળને તાવ આવ્યો. એણે ''જય માઈ જય ગોપાલ માઈ"નું રટણ કર્યું. કંઈ જ ન થયું. એકલું "જય માઈ'નું રટણ કર્યું તો ય કંઈ જ ન થયું. એના જ અંતરમાંથી અવાજ આવ્યો કે મને મારા કરતાં મારા પુત્રનું નામ વધારે પ્રિય છે. ગોપાળને પોતાની ભૂલ સમજાઈ એટલે 'જય માઈ જય માર્કડમાઈ' મંત્રનું રટણ શરૂ કર્યુ. તરત જ તાવ ઉતરી ગયો અને તબિયત સારી થઈ ગઈ.

માઈ ચિત્રપટ જોવા જાય છે. 

એક યુવાન પોતાની પ્રિય પત્નીના અકાળ અવસાને લીધે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો. આ યુવાનના કેટલાંક સગાંસંબંધીઓ માઈજીના અનુયાયીઓ હતા. એમણે આ યુવાનને સંભાળ અને દેખરેખ માટે માઈજીને સોંપ્યો. માઈજીએ એને પોતાને ઘેર રાખ્યો અને ધીમે ધીમે મીઠાશથી એની સાથે ધર્મની વાતો કરી કરીને એને સામાન્ય સ્થિતિમાં લાવ્યા. પણ એક દિવસ એણે માઈજીને આશ્ચર્યમાં મૂકી. દીધા. એણે માઈજીને કહ્યું કે માઈકાકા થોડા વખત પહેલાં જ મા આવી હતી. મને


એણે તમેને સિનેમામાં લઈ આવવાનું કહ્યું છે. માઈજીએ આ યુવાન ત૨ફ નિરાશા અને દુ:ખથી જોયું. માઈજીએ એનું ધ્યાન બીજા વિષય તરફ દોર્યુ પણ આ માણસ વાતનો તંત એમ છોડી દે એમ નહોતો. એણે આગળ કહેવાનું ચાલુ રાખ્યું કે 'મા' એ મને કહ્યું છે કે માઈકાકાએ વધુ પડતો શ્રમ કર્યો છે. એમનાં મનને થોડું હળવું કરવાની જરૂર છે. માઈકાકા એમ માને છે કે ધાર્મિક વૃત્તિવાળાએ સિનેમા જોવા જવું જોઈએ નહીં. એથી પોતાની લાયકાત ઘટી જાય. એમને કહેજે કે હું ત્યાં થિયેટરમાં) હોઈશ. એમને જરૂર લાવજે. લાવવાનું ચૂકીશ નહીં. સંતને થયું કે એમની બધી જ મહેનત નિષ્ફળ ગઈ છે. જાણે સિનેમાં જવું એ તો સામાન્ય બાબત છે એમ માનતા હોય એ રીતે પેલાની વાત હસવામાં લઈને એકદમ જ પૂછયુ, ''કયું સિનેમા અને કયા થિયેટરમાં જવાનું છે? પેલાએ અટકયા વગર જ કહ્યું "મે તમને ના કહ્યું કે ગ્લોબ થિયેટરમાં? 'મા' એ ગ્લોબ થિયેટરનું જ નામ દીધું હતુ''.

તે દિવસે ગ્લોબ થિયેટરમાં ''માયા મચ્છુન્દર' નામનું ચિત્ર ચાલતું હતું થિયેટરમાં ગુરૂ અને શિષ્ય પોતાની જગ્યાએ બેઠા અને શો શરૂ થયો. ગરમ ઈંટ પર બેઠેલી બિલાડીની માફક પેલો જવાન અસ્વસ્થ હતો. થોડી થોડીવારે એ પોતાની જગ્યા પરથી ઊઠીને બહાર જઈ આવતો હતો. માઈજી પણ મનમાં બેચેન હતા. એ વિચારતા હતા કે આ જુવાનની સારવારમાં પોતાની કયાં ભૂલ થઈ હશે? આ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હોય એમ લાગતો હતો અને ઓચિંતી પાતાળમાંથી ફૂટી હોય એમ આ 'મા' | સિનેમા જોવા જવાની છે અને 'મા' ઈચ્છે છે કે હું સિનેમા જોવા જાઉ એવી વાત કેમ કરે છે? પછી બીજો વિચાર આવ્યો કે એમ નહીં હોય કે. . પણ આગળ વિચારે ત્યાં જ એકદમ લાઈટ થઈ અને પેલા જુવાને કહ્યું ''માઈકાકા ત્યાં બાલ્કનીમાં જુઓ 'મા' ત્યાં બેઠેલી છે. માઈજીએ પણ 'મા' ને ત્યાં જોઈ હતી અને આશ્ચર્યથી ત્યાં તાકી રહ્યો. હતા. બીજી ક્ષણે જ 'મા' પોતાની જગ્યા છોડી બહાર ગઈ. માઈજી અને એમનો સાથીદાર પણ બહાર જવા દોડયા ત્યાં 'મા'ને મોટરકારમાં બેસીને અદ્રશ્ય થતી જોઈ.

* જયમાઈ જ


જયમાઈ જ 

પ્રકરણ ૨૫

૧૯૩૫ - ૧૯૩૬

મા ૨સ્તો પ્રકાશિત કરે છે. 


સન ૧૯૩૫માં માઈજી અમદાવાદમાં હતા. માઈધર્મની ધીમી પ્રગતિથી એ અધીરા થઈ ગયા હતા. એક દિવસ અડધી રાતે " આ તારી દુનિયા છે'' ''તું અને તારી દુનિયા '' ''તારે જે કરવું હોય તે કર '' ''દુનિયાનો પ્રતિસાદ મેળવવો એ પણ તારું જ કામ છે મારે કંઈ જ લેવાદેવા નથી" એવું માઈ પાસે બોલીને ઘર છોડીને રસ્તા ૫૨ નીકળી આવ્યા. તે વખતે રસ્તાની બન્ને બાજુએ આવેલા બંગલાઓમાં સંપૂર્ણ અંધકાર હતો. રાતને વખતે લોકો નિરાંતે ઊંઘતા હતા. જેવો માઈજી રસ્તા પર ચાલવા માંડયા કે કંઈક અવનવું થયું. દર ચોથા બંગલાની લાઈટ થવા લાગી અને જેવી બીજી લાઈટ થાય કે આગળની બત્તી બુઝાઈ જતી. એમ જ લાગે કે આ બત્તીઓ માઈજીને અંધારામાં રસ્તો બતાવવા આપોઆપ થવા લાગી હતી. આ પ્રમાણે છેક પ્રીતમનગરથી શરૂ થઈ ભદ્ર સુધી ચાલ્યું. માની આ રમતથી ભાઈજી ખૂબ મોટેથી હસી પડયા અને એ ઘ ૨ ત૨ફ જવા પાછા ફર્યા. તે વખતે પણ પહેલાની જેમ જ લાઈટો પાછી ઊઘાડ વાસ થવા લાગી. આ પ્રસંગ બન્યા પછી થોડા જ વખતમાં એમની શ્રી. કૌશિક રામ મહેતા સાથે ઓળખાણ થઈ.

શ્રી કૌશિક રામ મહેતા વિદ્વાન અને સિધ્ધ હસ્ત લેખક હતા, અને વેદ, ઉપનિષદ અને શાસ્ત્રોના અભ્યાસી હતા. એ રૂઢિચુસ્ત હતા અને હિન્દુ કર્મકાંડ, પૂજા અને ભકિતના હિમાયતી હતા. એમ છતાં એ ધીરજપૂર્વક પ્રગતિકારક વિચારોને સહિષ્ણુતાથી અને પૂર્વગ્રહ સિવાય સમજવા તૈયાર હતા. એમણે માઈજીના માઈ સાથેના સંબંધ અંગે અને બીજાના દુ:ખ દૂર કરવા માઈને પ્રેરિત કરવાની તેમની શકિત વિષે સાંભળ્યું હતું. એ સાંભળેલી વાતોને સાચી માનતા પહેલાં અને ધર્મ અંગેની તેમની વિચારણામાં ફેરફાર કરતાં પહેલાં પોતે માઈજીનો અનુભવ કરવા

માંગતા હતા.

સનાતની હિન્દુઓની એ જાણીતી પ્રથા છે કે જયારે સમૂહમાં પૂજા કરવામાં આવે ત્યારે હરિજનોને દૂર રાખવામાં આવે છે. એક વાર સાબરમતી કિનારે પ્રખ્યાત ભદ્રકાળી હોલ માઈજીને પૂજા અને પ્રવચન માટે વાપરવાની રજા મળી પણ એ સાથે શરત મૂકવામાં આવી કે એમાં હરિજનોને દાખલ કરી હોલને અપવિત્ર કરવાનો નહીં. કહેવાની જરૂર નથી કે માઈજીએ આ શરત સ્વીકારવાની ના પાડી અને હોલ ઉપયોગમાં લીધો નહીં.

અહીં એ નોંધવું જોઈએ કે જાણીતા મહાનુભાવો જેવા કે શ્રી. એ.જી.ઉસ્માન. શ્રી. મહેરજીબાઈ ૨ત્રા અને શ્રી. એ. એસ. આયંગરે (મુસ્લિમ, પારસી અને હિન્દુ) માઈજી વિશ્વબંધુત્વતો પ્રચાર કરતા હતા તેથી પૂર્ણ સહકાર આપ્યો હતો.

કૌશિકરામે લગભગ એક વર્ષ સુધી માઈજીને સમજવા અને એમણે કેટલી શકિત મેળવી છે એનો તાગ કાઢવાનો પ્રયત્ન કર્યો. એમાંની એક પ૨ીક્ષા હતી કે જયારે એ ધ્યાનમાં બેસે ત્યારે માઈજીની દેહાકૃતિ એમની સામે આવવી જોઈએ. આ સૂક્ષ્મ અને ન બોલાયેલ આવાહન સ્વિકારવામાં આવ્યું અને એનો યોગ્ય પ્રત્યુત્તર પણ આપવામાં આવ્યો. જયારે એ એમના નિયમિત સમયે ધ્યાનમાં બેઠા અને પોતાના ઈષ્ટદેવની મૂર્તિનું એકાગ્રતાથી ધ્યાન ધરવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે એમણે આશ્ચર્ય અને અચંબાથી અનુભવ્યું કે એમના માનસપટ પર માઈસ્વરૂપ છવાઈ ગયા અને એમણે ગમે તેટલા પ્રયત્ન કર્યા છતાં માઈજીને પોતાના મનમાંથી કાઢી શકયા નહીં. કૌશિક રામ ધ્યાન ધરવાની અસાધારણ શકિત ધરાવતા હતા છતાં આમ બન્યું. - એક દિવસ આ સનાતની વિદ્વાને મનમાં વિચાર્યું કે હું ઈચ્છું છું કે મા ઈસ્વરૂપ મારી પાસે તરત આવે. એક જ મિનિટમાં માઈસ્વરૂપને પોતાની તરફ ચાલી આવતા જોયા.

આવી પરીક્ષાનો એક બીજો કિસ્સો પણ જાણવા જેવો છે. શ્રી.કૌશિક૨ામ એકવાર સૂરત, પોતાને ઘેર જઈ રહ્યા હતા. રસ્તામાં એમણે એવો વિચાર કર્યો કે થોડા દિવસ પછી હું પાછો અમદાવાદ જઈશ અને ઓફિસના સમયે હું સીધો ભદ્રકાળીના મંદિરે જઈશ. જો તે વખતે આ લેન્ડ એકવીઝીશન ઓફિસર મને ઓફિસને બદલે મંદિરમાં મળશે તો હું સમજીશ કે આ કોઈ સાધારણ પુરૂષ નથી, અને એમ જ બન્યું.

છેવટે શ્રી. કૌશિક રામ મહેતા અને એમના જેવા વિચારવાળા બીજાઓએ એવી તારવણી કાઢી કે તમે માઈધર્મના સિધ્ધાંતો સ્વીકારો કે ન સ્વીકારો પણ માઈસ્વરૂપના 'મા' સાથેનો સંબંધ બહુ જ ગાઢ છે એ તો કબૂલ કરવું જ પડશે. કૌશિક રામ ત્યાર પછી જાહેર માં માઈજીને પગે પડતા અને તેમને પ્રત્યક્ષ 'મા'

ચુસ્ત સનાતનીનું સર્વ પ્રત્યે આદર ધરાવતા અને નાતજાત કે દેશના ભેદભાવ વગરના 'વિશ્વમાનવ'માં પરિવર્તન થયું તેનો અદ્દભૂત દાખલો છે. શ્રી. મહેતાએ માઈજીને લખેલા એક પત્રમાંથી ઉપરની વાતને આધાર મળે છે. અત્યાર સુધી માત્ર ગુરૂ અને ભકતોએ જાણેલા અને જાણીને ગુપ્ત રાખેલાં સુક્ષ્મ અને ઊંડા સત્યો તમે બહાર લાવી રહ્યા છો. અતિબુધ્ધિવાદી આ યુગમાં આશંકા અને બળવાખોર વૃત્તિ સાથે સાથે ચાલે છે. એ માટે જરૂરી એવું ઉચ્ચ પ્રકારનું આધ્યાત્મિક દર્શન પૂરું પાડવાનું કામ માઈએ તમને સોપ્યું છે.

માઈજીની બદલી જયારે પૂના થઈ ત્યારે એમણે શ્રી. કૌશિકરામ મહેતાને અમદાવાદની મધર્સ લોજના પ્રમુખ નીમ્યા.

પરિક્ષિત રાયજી :

સન ૧૯૩૬માં પૂના જતા ટ્રેનમાં મુંબઈમાં માઈજીને શ્રી. કૌશિક રામના જમાઈ પરિક્ષિત રાયજી મળ્યા. રાઈજી મુંબઈમાં નોકરી કરતા હતા અને મુંબઈમાં રહેવું એમને ગમતું હતું પણ અમદાવાદમાં વધારે સારો પગાર મળે એવો સંભવ હતો એટલે વિચાર કરતા હતા કે મુંબઈ છોડવું કે નહીં? માઈજીએ એમને ખાત્રી આપી કે જો એ પ્રત્યે કે શુક્રવારે પોતાને ઘે ૨ માઈપૂજા કરે તો મુંબઈમાં પણ એમની પ્રગતિ થશે. રાયજી કબૂલ થયા એટલે એમના સાન્તાક્રુઝ, ટાગોર રોડ પ૨ના ઘ૨માં માઈની સ્થાપના કરવામાં આવી. થોડા જ સમયમાં રાયજીભાઈની સારી એવી પ્રગતિ થઈ.

માતાજી :

પ્રકરણ ૧૨માં જણાવ્યા પ્રમાણે એક સન્નારીને એમના ભકતો 'માતાજી' નામે સંબોધતા હતા. ઈ.સ. ૧૯૩૬માં એક મિત્રના ઘે ૨ માઈજીને માતાજીને મળવાનું થયું. માતાજીએ માઈજીની ઠેકડી ઉરાડતા કહ્યું કે તમે શું એમ માનો છે કે જ્ઞાન એ ઈશ્વરકૃપા છે? અત્યારે અમદાવાદ અને મુંબઈમાં શું બની રહ્યું છે એ તમે કહી શકશો? તમારી પાસે શી શકિત છે તે મને બતાવો (કણો) માઈજીએ નમ્રતાથી કહ્યું કે એ પોતે કંઈ જ નથી.

તે બહેનના ગુરૂ આબુમાં રહેતા હતા અને એમને માઈજી માટે ખૂબ ઊંચો અભિપ્રાય હતો અને માન હતું. તે રાત્રે ગુરૂ એમની શિષ્યાના સ્વપ્નમાં આવ્યા અને આવા ઉચ્ચ કોટિના માણસનું અપમાન કરવા માટે સખત ઠપકો આપ્યો. બીજે દિવસે સવારે તે બહેન માઈજી પાસે ગયાં અને પોતે ઉચ્ચારેલા શબ્દો માટે માફી માગી.

માતાજીને સેંકડો ચુસ્ત અનુયાયીઓ હતા. એમાં સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતી વ્યકિતઓ પણ હતી. તે સમયે એકવાર સરકાર તરફથી એક નવો કર નાંખવામાં આવ્યો હતો એ બાબતમાં માઉન્ટ આબુના રહેવાસીઓમાં ઉગ્ર અસંતોષ હતો. માતાજીના ભકતો એમને ઉધ્ધારક તરીકે જોતા હતા. આ બાબતમાં માતાજીએ કંઈક કરવું જોઈએ એવો આગ્રહ રાખતા હતા. માતાજીએ બહાદૂરીના આવેશમાં આવીને કહી દીધું કે એ સ૨કા૨ને તોડી પાડવા પોતાના અનુયાયીઓની આગેવાની લેશે. પાછળથી આ કાર્ય નિષ્ફળ જવાની શકયતા સમજાઈ તેથી થોડી કાર્યવાહી કર્યા પછી એ થોભી ગયા અને કહ્યું કે પોતે પોતાના મિત્ર માઈસ્વરૂપની સલાહ લેશે. અને પછી આગળ વધશે. માઈજીએ કોઈપણ ઉતાવળીયું પગલું ન ભરવા સમજાવ્યું. આ તો આબરૂ બચાવવાની સલાહ અને એથી કોઈપણ જાતની માનહાનિ વગર માતાજીને પાછાં ફરવામાં મદદ થઈ.


જ જયમાઈ જ


જયમાઈ છે 

પ્રકરણ ૨૬

૧૯૩૭ – '૩૮

: મીસ ઈલિઝાબેથ શાર્પ : 


ઈલિઝાબેથ શાર્પ એફ.આર.ઈ.એસ., એમ.આર.એ.એસ. એ ક આમાજિક કાર્યકર તરીકે ખૂબ જાણીતાં હતાં. એમણે સૌરાષ્ટ્રમાં 'માતાજી'ના નામે યજ્ઞમાં પશુઓના બલિદાનો અપાતાં હતાં તે અટકાવવા માટે ઝુંબેશ ઉપાડી હતી, અને એ ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કર્યું હતું. એમણે માઈજી વિષે સાંભળ્યું હતું અને માઈજીને માઈધર્મના કાર્યમાં ઉત્સાહ અને પીઠબળ આપવા તૈયારી બતાવી હતી. માઈજીએ નોંધ લીધી છે કે 'મા' વિશે સાચી અને ઊંચી ભાવના માનનીય સિસ્ટર શાર્પને હતી.

: શ્રી, અનંતક્રિષ્ના શાસ્ત્રી :

શ્રી. શાસ્ત્રીજીએ 'લલિતા સહસ્ત્રનામ'નું અંગ્રેજીમાં ભાષ્ય લખ્યું છે. અને તેને વિદ્વાનોએ એક આધારભૂત ગ્રંથ તરીકે સ્વીકાર્યો છે. આ ગ્રંથ સનાતન હિન્દુધર્મની ભગવાનની કલ્પનાને લક્ષમાં રાખીને લખાયો છે. માઈજીએ 'લલિતા સહસ્ત્રનામ'નું પોતાનું ભાષ્ય માઈધર્મના સિધ્ધાંતોને લક્ષમાં રાખીને લખ્યું છે. એમણે ઘણાં નામોને પોતાની સમજૂતી અને અર્થ આપ્યા છે. આ પુસ્તકને છપાવીને પ્રગટ કરતા પહેલાં શાસ્ત્રીજીનો અભિપ્રાય જાણવાની માઈજીને ઈચ્છા થઈ. શાસ્ત્રીજી કોઈની પણ શેહશરમમાં તણાય એવા માણસ ન હતા. એમણે એક વખત એક રજવાડાનાં મહા રાજાને પોતાની શરતો પાળવા ફરજ પાડી હતી. એ કોઈને પણ નમતા નહીં. કોઈપણ વ્યકિતને એમની મદદ જોઈતી હોય તો એને એમની પાસે જાતે જવું પડતું, પણ જયારે એમને માઈજીએ લખેલી હસ્તપ્રત ૫૨ નજર ફેરવી જવાની વિનંતી કરતો પત્ર મળ્યો ત્યારે એમની વિદ્વાન પત્ની પાર્વતિ અમલ સાથે એ જાતે માઈજી પાસે ગયા. શુક્રવાર ૨૯મી ઓકટોબર ૧૯૩૭ની સવારે શ્રી, શાસ્ત્રીજી માઈજીને ઘે ૨ ગયા. શાસ્ત્રીજી અને એમનાં પત્ની બન્ને પુસ્તક તપાસી ગયાં હતાં. માઈજીને જાણવું હતું કે પુસ્તકમાં કંઈ ફેરફાર કરવાની જરૂર છે ખરી ! આ વિદ્વાને જવાબ આપ્યો કે આ કાર્ય માટે 'મા' એ તમારી ખાસ પસંદગી કરી છે, એમાં મારી માનવીય દખલ કરીને એની પવિત્રતાનો ભંગ કેવી રીતે કરી શકુ? આ લખાણ તો 'માઈ'એ પોતે તમારી પાસે લખાવ્યું છે. તે વખતે તેમનાં પત્ની પાર્વતી વચ્ચે પડયાં અને બોલ્યા મારો અભિપ્રાય શાસ્ત્રીજીથી જરા જુદો છે. માઈજી જરા વિચારમાં પડી ગયા, અને એમણે વિવેકપૂર્વક પાર્વતિ અમલને કહ્યું કે એમનું કોઈપણ સૂચન સ્વિકાર્ય છે. આ સાંભળી એ સન્નારી હસ્યા અને કહ્યું કે મારે કંઈ જ સુચન કરવાનું નથી. માત્ર એટલું જ કહેવાનું છે કે શાસ્ત્રીજીએ કહ્યું કે આ માઈએ લખાવ્યું છે. હું કહુ છું કે આ આખી હસ્તપ્રત માઈએ જ લખી છે.

દિવ્ય સુગંધ

એપ્રિલ ૧૯૩૮માં અમદાવાદમાં શુક્રવારની પૂજા પછી માઈજી ભકતો સાથે વાતો કરતા હતા. તે વખતે વાતો વિષય હતો તે 'લલિતા સહસ્ત્રનામ'માંના ૯૭) અને ૯૭૧ ક્રમનાં બે શબ્દો 'સુવાસિની' અને બીજો 'સુવાસિચર્ચન પ્રીતા'. માઈજી માઈના આ બન્ને નામોના અર્થ સમજાવતા હતા ત્યારે સહુના અચંબા અને આનંદ વચ્ચે જેનું કારણ શોધી ન શકાય એવી મધુર સુવાસથી આખો હોલ ભરાઈ ગયો.

એક ભકત ઉપ૨ હાર પડે છે.

૧૯૩૮માં જૂનની ૩જી તારીખે માઈના અમુક ભકતો સમક્ષ મા ઈધર્મના વિશ્વપ્રેમ અને વિશ્વસેવાના સંદેશનો ફેલાવો કરવાની જરૂર સમજાવતા હતા અને એમણે ખાત્રી આપી હતી કે જે બીજાને પ્રેમપૂર્વક મદદ કરશે તેના ઉપ૨ માઈ જરૂર અનુગ્રહ કરશે અને તેને મદદ કરશે. પછી માઈજીએ માઈના ચિત્ર તરફ જોયું અને કહ્યું, 'મા, હું સાચો છું કે નહીં તે મને કહે" અને જાણે માઈ જવાબ આપતી હોય તેમ માઈના ફોટા પરથી ફલો અને હાર સરકી પડયા અને એક ભકતના ખોળામાં આવીને પડયા, આ બધું કંઈ એકદમ બન્યું નહોતું. પહેલા એક હાર ખટીમાંથી છૂટો થયો અને પડયો પછી બીજો હાર છૂટો થયો અને પડયો. અને પછી ત્રીજો હાર પડયો. આમ ત્રણેય હાર વારાફરતી પડયા.

આ જ વર્ષમાં (૧૯૩૮માં) બીજા બે પ્રસંગો પણ બન્યા હતા તે આગળ પ્રકરણ ૧૫ અને પ્રકરણ ૧૦ માં કહેવાઈ ગયા છે. પહેલો પ્રસંગ નાસિકમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે સમાધાન કરાવ્યું છે અને બીજો ક્રોધી ભિખારીએ માઈજીના હાથ પર લાકડી મારી એમની આંગળી ભાંગી નાંખી હતી તે.


જ જયમાઈ જ

જયમાઈ જ

પ્રકરણ ૨૭ 

૧૯૩૯ થી '૪૧ - 

માઈ માઈજીને હાર પહેરાવે છે. 


આગળના પ્રસંગમાં જે દિવ્ય સુગંધ વિષે કહ્યું તે પછી લગભગ એક વર્ષ પછી અમદાવાદમાં એક હોલમાં માઈની પૂજા અને પ્રવચન પ્રાર્થના વગેરે કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં તે સમયે હાજર હતા તે ભકતોમાંથી કેટલાં કે સન ૧૯૩૮ના એપ્રિલમાં માઈજી જયારે 'સુવાસિની' અને 'સુવાસિચર્ચનપ્રીતા'નો અર્થ સમજાવતા હતા ત્યારે જે દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ હતી તેની વાત કરી. તેથી બીજાઓએ માઈજીને વિનંતી કરી કે એવો કોઈ ચમત્કારિક પ્રસંગ બતાવો કે જેથી અમને માઈમાં શ્રધ્ધા વધે અને મનમાં ખાત્રી થાય કે માઈ હંમેશા એના ભકતને મદદ કરવા તત્પર હોય છે. માઈજીએ પૂછયું તમારે શું જોવું છે? એક ભકતે કહ્યું કે મારું પોતાના ગળાનો હા ૨ માઈજીને આપે એ જોવું છે. પછી માઈજી માઈથી થોડા અંતરે ઊભા રહ્યા અને પ્રાર્થના કરી, માઈના ચિત્રની ફ્રેમ પાછળની દિવાલ અને ફ્રે મ ઉપર ના ભાગની વચ્ચે હારનો લગભગ ૧/૩ ભાગ દબાયેલો હતો. ત્યાં પવન નહોતો. કંપાઉન્ડમાં પાંદડુ પણ હાલતું નહોતું. માઈજીએ પ્રાર્થના કરી અને હાર છૂટો થયો. હવામાં અધ્ધર ઊડયો અને માઈજીના માથા પર પડયો અને ખભાઓ પર લટકી ગયો. જાણે કોઈ અદ્રશ્ય હાથે હેતુપૂર્વક ધીરેથી હારને ફોટા પરથી છૂટો કર્યો હોય અને માઈજીના ગળામાં પહેરાવ્યો હોય એમ સહુને લાગ્યું.

: ભીની વેદીમાં આપમેળે અગ્નિ પ્રગટ થાય છે:

સન ૧૯૩૯ના ઓકટોબ૨ માં પાર્લા (મુંબઈ)માં રહેતા એક ભકતે નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું હતું. આ ઉત્સવમાં ભાગ લેવા ઘણાં માણસોને આમંત્રણ અપાયા હતાં. આ પ્રસંગે માઈજી મુખ્ય મહેમાન હતા. કમનસીબે હવનને દિવસે જ ભારે વરસાદ પડયો અને આખો મંડપ પાણીથી ભીંજાઈ ગયો. હવનની વેદી પણ પાણીથી ભરાઈ ગઈ. બધાં જ બહુ નિરાશ થઈ ગયા. વાતાવરણ ઉદાસ થઈ ગયું. યજમાન તો ખૂબ જ દુ:ખી થઈ ગયા. માઈજીના આશ્વાસન અને પ્રેમભર્યા શબ્દો પણ એમને શાંત પાડી શકયા નહીં. યજમાને દુ:ખપૂર્વક કહ્યું કે પોતાનાથી કંઈ ભૂલ થઈ ગઈ હશે તેથી મા નારાજ થઈ હશે અને શિક્ષા કરી હશે.

આ સાંભળી માઈજી વેદીની બાજુમાં ઊભા રહ્યાં અને મા ને ખૂબ ભકિતપૂર્વક મોટેથી કહ્યું, ''મા ! જો તું પ્રત્યેક પગલે પ્રોત્સાહન અને તારી કૃપાની ખાત્રી નહીં આપે તો તારો ભકત કોણ થશે? અહીં તારો એક ભકત ખિન્ન થઈને ઊભો છે. જગત અમને ચાબખા મારે છે અને તું ધ્યાનમાં લેતી નથી. આ તારે માટે યોગ્ય છે? હે પરમ કૃપાળુ મા, ઓ દિવ્ય માતા, આ તને હીતકારી છે?

જેવા આ શબ્દો બોલાયા કે તરત જ ભીની વેદીમાંથી લગભગ સાત ફૂટ ઊંચી જવાળા બહાર આવી અને જયાં સુધી આરતી પૂરી ન થઈ ત્યાં સુધી એટલે કે લગભગ દસ મિનિટ સુધી આ જવાળા પ્રજવલિત રહી.

'મા અને માં ના સહસ્ત્રનામ' (અંગ્રેજીમાં 'મધર એન્ડ મધર્સ થાઉઝન્ડ નેઈમ્સ') નામનું ૭૫૦ પાનાનું પુસ્તક ૧૯૪૦-'૪૧માં પ્રગટ થયું.


જ જયમાઈ જ


જયમાઈ જ

 પૂ ક૨ણ ૨૮

અદ્ભૂ ત શ્વાન. 


સન ૧૯૪૨માં માઈજી હુબલીમાં હતા. એ ત્યાં પહોચ્યા પછી પહેલા શુક્રવારે એમના બંગલામાં સરસ મિઠાઈ વગેરેના પ્રસાદ સાથે મોટા પાયા પર મહાપૂજા યોજવામાં આવી હતી. પૂજા પૂરી થઈ અને પછી જયારે પ્રસાદ વહેંચાતો હતો. ત્યારે એક કૂતરી હોલમાં ઘૂસી આવી. લોકોએ ગુસ્સાથી એને લાકડી મારી મારીને ભગાડી મૂકી. માઈજીએ આ જાણ્યું ત્યારે એમને ઘણું દુ:ખ થયું અને એ નારાજ થઈ ગયા.

આ પ્રસંગ પૂરો થયો અને છેલ્લો ભકત પણ વિદાય થયો ત્યારે રાતના બાર વાગી ગયા હતા. માઈજી એકલા પડયા એટલે દ૨વાજાને તાળું મારીને માઈના ફોટા સામે આનંદ અને દુ:ખના મિશ્ર ભાવથી ઊભા હતા. પૂજામાં અણધારી મોટી હાજરીથી આનંદ થયો હતો અને પેલી કૂતરીને દયા વગર મારવા માટે દુ:ખ થયું હતું. થોડીવાર માઈ સાથે મનોમન વાત કરીને પેલી કૂતરીને ભૂખી કાઢી મૂકવાના દુ:ખને યાદ કરીને પોતે જમ્યા વગર જ સુવા માટે આડા પડયા. ત્યારે એક અદ્દભૂત બાબત બની. થોડા વખત પહેલાં દુ:ખથી બૂમો પાડતી અને લાકડીઓનો માર ખાઈને હોલની બહાર જતી જે કૂતરીને જોઈ હતી તે ધીરેથી એમના પલંગ નીચેથી બહાર નીકળી. એણે એમના મોંઢાને ચાટીને પોતાના દાંતથી એમનું કપડું પકડીને રસોડા તરફ ખેંચવા માંડી, માઈજીને અનહદ આનંદ થયો. એ એમની આ કૂતરી મહેમાનને રસોડામાં લઈ ગયા. એની પૂજા કરી એને પંપાળી અને એની સાથે વહેંચીને ખાધું. આનંદના આંસુ સાથે એ ફરીથી પથારીમાં સૂતા, અને મા ના આવા કૌતુકભર્યા ૨મતિયાળપણાનો વિચાર કરવા લાગ્યા. થોડીવાર પછી એમણે એમના વણ નોંતર્યા મહેમાન શું કરે છે તે જોવા આજુબાજુ જોયું. પણ એ કૂતરી ક્યાંય દેખાતી નહોતી. દરવાજે તો સાંકળ હતી, એ જેવી અદભૂત રીતે આવી હતી તેવી જ રીતે અદ્રશ્ય થઈ ગઈ.

સાક્ષીના પિંજરામાં.

સરકારે વાડીઆ કોલેજ બાંધવા માટે પૂનામાં વિશાળ જમીન કબજામાં લીધી હતી. માઈજીએ લેન્ડ એકવીઝીશન ઓફિસર તરીકે એની કિંમત આંકી હતી, એ જગ્યાના માલિકને આ કિંમત ઓછી લાગતી હતી તેથી તે આ બાબતને કોર્ટમાં લઈ ગયો. તેણે આ કેસ ચલાવવા મુંબઈના પ્રખ્યાત વકીલને બોલાવ્યો હતો. સરકાર તરફથી માઈજી અગત્યના સાક્ષી હતા. આ કેસની સુનવણી દ૨મ્યાન મુંબઈના વકીલ આ લેન્ડ એકવીઝીશન ઓફિસરે ૨જુ કરેલા પૂરાવાઓને નબળા પાડી શક્યો નહીં અને માઈજીના લેન્ડ એકવીઝીશન વિષેના જ્ઞાનમાં અને માઈજીની પ્રવિણ તામાં કંઈ ભૂલ શોધી શકતો નહોતો. આથી એણે ચાલ બદલી અને કેસની મર્યાદાની બહાર જઈને અયોગ્ય પ્રશ્નો પૂછવા માંડયા. આ સંત સાક્ષીએ હસીને જવાબ આપ્યો કે વકીલનો પ્રશ્ન તકરારી મુદ્દા સાથે સંબંધ ધરાવતો નથી. કોર્ટમાં ફરિયાદીઓ અને બીજાઓ આ વકીલ કેવી કુશળતાથી કેસની રજુઆત કરે છે તે જોવા અને જાણવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાક્ષીના જવાબથી વકીલ ગુસ્સે થઈ ગયા અને બરાડી ઊઠયા કે સાક્ષીએ ફરિયાદી પક્ષના વકીલ કે નામદાર કોર્ટની સત્તા હાથમાં લેવાની ધૃષ્ટતા કરવી નહીં. આ સાક્ષી તો મંદ મંદ હસતો પોતાની વાતમાં અડગ રહ્યો. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું. પણ ન્યાયધીશે જયારે કહ્યું કે પોતે સાક્ષી સાથે સહમત થાય છે કે આ પ્રશ્ન અસ્થાને છે. ત્યારે સહુ શાન્ત થઈ ગયા.


બાર દિવસની અગ્નિપરીક્ષા


કવિઓએ માણસના મનને જંગલી વાંદરા જેવું કહ્યું છે, રઝળતું, હઠીલું અને અકળ છતાં ય મહાન પુરૂષો કંઈક અંશે બહુ થોડા પ્રમાણ માં પણ એવા મન ઉપર કાબૂ મેળવવામાં અસફળ થયા છે. પોતાની ઉચ્ચ આંતરિક શકિતથી તેઓ મનને અમુક વિષય કે વિચા૨ ૫૨ નિર્ધારિત સમય માટે સ્થિર કરી શકે છે. તેમ છતાં અમુક ચોક્કસ સમયગાળા માટે જાગૃતાવસ્થા દરમ્યાન સતત એક જ બાબત ઉપર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવું એ એક જુદી જ વાત છે. એ બાબત સિધ્ધ કરવાનું

કાર્ય કપરું બની જાય.

એકવાર માઈજીને સતત બા ૨ દિવસ સુધી એક અસાધા રણ અનુભવ થયો. જો પ્રેમ, સેવા, ભકિત અને શરણાગતિ સિવાયનો એ કંઈ પણ વિચાર કરે કે તરત એમને દાઝયાનો અનુભવ થાય. એમને એમની ઓફિસ, મિત્રો, કુટુંબીજનો, કે સબંધીઓ વિષે કે જમવાનો પણ વિચાર કરવાની લેશ માત્ર પણ છૂટ ન હતી. કલ્પના કરો કે ગરમીના દિવસોમાં ભરબપોરે કોઈ વ્યકિત એ ર કન્ડીશન્ડ રૂમમાં બેઠી હોય અને એકદમ એર કંડીશ્ન નું મશીન બંધ થઈ જાય, ઓરડાની સામેની બાજુની બારી ઊઘડી જાય અને એમાંથી ગરમ હવાનું મોજું આવે ત્યારે કેવું લાગે? માઈજીને પણ જયારે જયારે ઉપરના ચા૨ વિષયો સિવાયનો બીજો કંઈ વિચાર આવે ત્યારે એવું જ થતું.

થોડા દિવસ પછી વિચારોની વર્તુલમર્યાદા વધારે સાંકડી બની. એ ફકત 'મા' વિશે જ વિચારી શકતા. 'મા' એટલે ફકત 'મા' જ. 'મા'નું કોઈ ભાવનાત્મક સ્વરૂપ નહીં. માઈજી વિચાર કરે કે 'મા વિશ્વમયી છે' 'મા મારી છે' કે 'મા દયાળુ છે' તો પણ ગરમ વરાળનો હુમલો આવતો. ફકત 'મા' એ વિચારની જ મર્યાદામાં રહેવાનું હતું. આ તકલીફ અસહ્ય હતી, કારણ કે આ વિચારો પરનો અંકુશ જાગૃતાવસ્થામાં દિવસના અંતભાગ સુધી રહેતો. બાર દિવસની આવી અગ્નિપરીક્ષા પછી આવું બનવાનું એ કદમ બંધ થઈ ગયું. માઈજીને એમ લાગ્યું કે એમના શરીર ના અણુ એ અણુ માં પરિવર્તન આવી ગયું છે.

:લલિત પંચમઃ

પ્રત્યેક અંગને તપાવી નાંખતી આવી કસોટી પછી એના ઉપર ચંદનનો લેપ થતો હોય તેવો એક અપૂર્વ અનુભવ થોડા દિવસો પછી માઈજીને થયો. એકવાર મોડી રાતે માઈજી પોતાની ઓરડીમાં પોતાના પાટલા ઉપર બેઠા હતા. એમની સાથે એમના ભકત અને પ્રશંસક મિત્ર શ્રી. બી. એલ. બી. હતા. તે સમયે માઈજી 'આત્માને શાતિ આપે એવું મધુ ર અને દિવ્ય સંગીત અચાનક જ સંભળાયું. એમની બાજુના ફલેટમાં એક રડિયો કલાકાર રહેતાં હતાં, માઈજી વિચારમાં પડી ગયા કે અત્યારે રાતના બે વાગે એ બહેન ગાતા હશે ! અને એ બહેન અથવા તો બીજી કોઈપણ વ્યકિત આવું સુંદર દિવ્યગાન કરે એ શકય છે? માઈજીએ આ બાબતમાં એમના મિત્રને પૂછયું. એમને તો કોઈ પણ જાતનું સંગીત સંભળાતું નહોતું અને એમણે તો એમ પણ કહ્યું કે આજુબાજુનાં બધા જ ફલેટોમાં સંપૂર્ણ શાન્તિ છે. માઈજીએ વિચાર કર્યો ને પોતાની જગ્યાએથી ઊઠીને મિત્રને પોતાની જગ્યાએ બેસવા કહ્યું. ત્યારે એ સંગીત શ્રી બડ઼ીને સંભળાયું પણ માઈજીને ન સંભળાયું. બન્નેએ વારાફરતી એ જગ્યા પર બેસવાનું કર્યું તો જે તે જગ્યા પર બેસે તેને તે સંગીત સંભળાતું હતું. આ સંગીતનો રાગ 'લલિત પંચમ' હતો. થોડા સમય પછી બન્ને જણાએ સૂઈ જવાનો વિચાર કર્યો. ત્યારે બીજો એક અદ્દભૂત અનુભવ તેમની રાહ જોતો હતો. ઓ રડાની લાઈટ જેવી બંધ કરી કે તરત જ એક ખૂણામાંથી મધુ ૨ હાસ્યની જાણે સરવાણી ફૂટી, કોઈ જાણે એમની રમુજ કરી ખુશ થતું હોય!

માઈજીએ ઉપ ૨ના બન્ને અનુભવો એમના એક ધર્મપ્રિય મિત્રને લખી જણાવ્યા. જવાબમાં માઈજીના મિત્ર લખ્યું કે માઈ તમારી સાથે પ્રેમભરી ૨મત કરે છે. બીજો અનુભવ એ પહેલાં અનુભવથી થયેલા પરિતાપની શાન્તિ આપવા માટેનો હતો. તમને ૧૨ દિવસનો અગ્નિદાહનો અનુભવ માઈએ કરાવ્યો કારણ કે માઈને એ તમારે માટે જરૂરી લાગ્યું હતું. ત્યાર પછી તમને સાધારણ માનસિક ભૂમિકા પર લાવવા માટે દિવ્ય ઔષધ જેવું મધુર સંગીત સંભળાવ્યું.

રાવ સાહેબ

માઈજીએ એમની નોકરીમાં સારું કામ કરવાની કદરદાની રૂપે સ ર કા રે એમને તા.૧૧-૬-૧૯૪૨ના રોજ 'રાવ સાહેબ'નો ખિતાબ એનાયત કર્યો. આથી ત્યાર પછી તે રાવ સાહેબ એમ આ ૨, ધોળ કીઆના નામથી ઓફિસના વર્તુ લમાં ઓળખાવા લાગ્યા.


જ જયમાઈ જ


જ યમાઈ જ

પ્રક ૨ણ ૨૯

૧૯૪૩ – '૪૪

તોરણો હાલ્યાં. 


શ્રી. બાગતુ ૨ભાઈ નામે એક સજજન માઈના અનન્ય ભકત હતા. તેઓ હુબલીમાં રેલ્વેની નાના પગારની નોકરી કરતા હતા. જો કે એમને આર્થિક મુશ્કેલીઓ હતી છતાં આનંદથી સંતોષપૂર્વક જીવતા હતા.

એક વખત ઈ.સ.૧૯૪૩માં માઈજીએ ઓફિસના કામે હુબલીમાં મુકામ રાખ્યો હતો. ત્યારે તેમને બાગનુ ૨ભાઈના ઘે ૨ માઈપૂજા માટે આમંત્રણ આપવામાં આવ્યું. એમને ઘે ૨ આ સંતના દર્શન માટે અને માઈપૂજામાં ભાગ લેવા ઘણાં માણસો ભેગા થયાં હતાં.

જયારે પૂજા થઈ ગઈ ત્યારે માઈજીએ પૂછયું, ''મા, તને સંતોષ થયો ને ?'' આ સાંભળી બાગનુ ૨ભાઈ એ કદમ ભાવાવેશમાં આવી ગયા અને ભકિતભાવથી આજીજીપૂર્વક બોલ્યા, 'મા, અમને સ્પષ્ટ શબ્દોમાં કહે કે અમે તારી કેવી સરભરા કરી છે? મારે ખાતર નહીં તો આ તારો દીકરો તારું સ્વરૂપ ગણાય છે એને ખાતર પણ કહે'' આ શબ્દો બોલાયા કે તરત જ માઈના ફોટાની ઉપર લટકાવેલા દીવાના તોરણો હાલવા લાગ્યા અને એકબીજા સાથે અથડાવા લાગ્યા. આ વખતે જરા પણ પવન નહોતો અને બહાર મેદાનમાં પણ ઝાડના પાંદડાં સ્થિર હતા. આથી સ્પષ્ટ રીતે સમજાઈ ગયું કે દીવાનું તો ૨ણ હલાવીને માઈ જવાબ આપતી હતી.

બીજો આવો કિસ્સો બન્યો તે ઈ.સ. ૧૯૪૩માં રાજકોટમાં 'માઈ મંદિર ' બાંધવામાં આવ્યું ત્યારે.

મંત્રેલા પાણીથી નાસ્તિકતા ધોવાઈ ગઈ. 

ભાઈશ્રી દીક્ષિત ઘણાં વર્ષોથી લગભગ ન સુધરી શકે એવા એક રોગથી પીડાતા હતા. સવારમાં કુદરતી હાજતે જતાં એમના આંતરડાના છેડે ખૂબ જ દુ:ખાવો થતો, અને મળત્યાગ કરતાં એમને અત્યંત તકલીફ થતી. ડોકટ૨ની બધી જ દવાઓ નિષ્ફળ જવાથી એમણે આ દુ:ખને કાયમનું ગણી સ્વીકારી લીધું હતું.

એક દિવસ એમના એક મિત્રે એમને ધર્મનું શરણ લેવાનું સૂચવ્યું અને કહ્યું કે માઈજી એક જ એવી વ્યકિત છે જે એમને આ તકલીફમાંથી છોડાવી શકશે. આ દીક્ષિતભાઈ, આ પુસ્તકના પ્રકરણ ૨ ૨ માં જેમનો ઉલ્લેખ છે તે ડિસ્ટ્રિકટ કલેકટર મુંડકુ ર જેવા જ ઉગ્ર સ્વભાવના, આખાબોલા અને નાસ્તિક હતા. બધાં જ ધર્મોને એ એક તૂત જેવા ગણતા હતા. આમ છતાં એમનાં પત્ની અને બાળકોએ એમને માઈજીની સલાહ લેવા તૈયાર કર્યા. જયારે એ આનાકાની કરતા માઈજી સમક્ષ આવ્યા ત્યારે એમણે ઉધ્ધતાઈથી કહી દીધું કે એ પોતે આ જુનવાણી અને વહેમોવાળી ઉપચાર પધ્ધતિમાં માનતા નથી. માત્ર એમના કુટુંબની લાગણીને માન આપીને એ માટે તૈયાર થયા છે. માઈજીને નાસ્તિકો અને એમના વલણ નો પૂરેપૂરો અનુભવ હતો તેથી આ ઊભરાની એમણે કોઈ ખાસ નોંધ લીધી નહીં, માઈજીએ થોડું પાણી મંગાવ્યું અને મંત્રોથી એને પવિત્ર કરીને એ પાણી શ્રી. દીક્ષિતને પી જવા કહ્યું. કટાક્ષમય હાસ્ય અને રમૂજથી આ મૂર્ખતાભ રી ક્રિયા છે એમ માનતા હોય તેવા દેખાવથી એમણે પાણી ગળે ઉતારી દીધું. પછી જયારે એમણે મળત્યાગ કરવા જવું પડયું ત્યારે બિલકુલ દુ:ખવો થયો નહીં. નવી ઊભી થયેલી પરિસ્થિતિ અદ્દભૂત હતી. એમને પોતાને થયેલા અનુભવ પર વિશ્વાસ આવતો નહોતો.

શ્રી દીક્ષિત વૈજ્ઞાનિક હતા. એમણે વિચાર્યું કે આ શો ચમત્કાર હતો? ચમત્કા૨માં તો એ માનતા નહોતા. એ કોઈપણ ન સમજાય તેવા રહસ્યને સ્વીકારવા તૈયાર ન હતા. એ દ્રઢપણે માનતા હતા કે યોગ્ય રીતે સંશોધન કરવામાં આવે તો પ્રત્યેક ચમત્કારની પાછળ રહેલાં કા ર ણો મળી આવે. એમની બુધ્ધિએ આ આશ્ચર્ય પમાડે એવી અસરનું કારણ શોધવા પ્રયત્ન કરવા માંડયો. છેવટે એ એવા નિર્ણય ૫ ૨ આવ્યા કે પોતે છેલ્લે લીધેલી દવાઓની અસર અને આ પાણી એ બન્ને જોડાઈ ગયાં તેથી આમ બન્યું હશે. સૈકાઓ પૂર્વે ચ ર ક અને હિપોક્રેટે અનુભવથી તૈયાર કરેલી દવાઓ કરતાં થોડા શબ્દોનો બડબડાટ કરી મંત્રવામાં આવેલું સાદુ પાણી વધારે અસ ૨ કા ર ક છે એ માનવું બેહુદુ છે, પણ તેમણે આ નિર્ણય બદલવો પડયો કારણ કે જેવું એ મને ફરીથી કુદરતી હાજતે જવું પડયું ત્યારે ખૂબ પીડા થઈ. થોડા દિવસ સુધી આ પ્રયોગો ચાલ્યા. જયારે જયારે મંત્રેલું પાણી આપવામાં આવતું ત્યારે ત્યારે જરા પણ પીડા થતી નહોતી અને પાણી ન લીધું હોય ત્યારે પાછી એ જ અસહ્ય પીડા થતી હતી.

છતાં આ ભાઈ મંત્રેલા પવિત્ર પાણીની અસર સ્વીકારવા તૈયાર ન થયા. એમનું મગજ પાણીની આ અસરનું કારણ શોધવામાં પડી ગયું. થોડા સમય પછી એમણે એવું તારતમ્ય કાઢયું કે માઈજીના બોલાતા એ શબ્દોને લીધે જે સ્પંદન થાય છે એને લીધે આ પાણીમાં રોગમુકત થવાના અસાધારણ તત્વો ઉત્પન્ન થાય છે.

માઈજી આ માણસની જીદથી અકળાઈ ગયા અને તેને મંત્ર આપીને કહ્યું કે મંત્ર બોલીને હવે તમે જાતે જ સ્પંદનો ઉત્પન્ન કરો. શ્રી દીક્ષિતે માઈજી તે કરતા હતા તે બધું જ કર્યું એનાથી દર્દ થોડું ઓછું થયું પણ સંપૂર્ણ ગયું નહીં. આ પધ્ધતિ ચાલું રાખવામાં આવી. હવે જયારે દીક્ષિત પોતે મંત્રોચ્ચાર કરીને પાણી પીતા ત્યારે થોડું દર્દ ઓછું થતું પણ જયારે માઈજી મંત્રોચ્ચાર કરતા ત્યારે દર્દ પૂરે પૂરું જતું રહેતું. ઘણા સમય પછી આ નાસ્તિક વ્યકિતમાં પરિવર્તન આવ્યું અને એમણે મંત્રેલા પાણીનું મહત્વ સ્વીકાર્યું.

પછી માઈજીએ પોતાની શકિતનો સંચાર દીક્ષિતની દીકરીમાં કર્યો અને તે એ મને મંત્રેલું પાણી કરી આપતી. એ જે પાણી મંત્રી આપતી તેની પૂરેપૂરી અસર થતી. આ પાણીના નવ અઠવાડિયાના પ્રયોગથી શ્રી દીક્ષિત તદ્ન રોગમુકત થઈ ગયા અને એની સાથે એમની નાસ્તિકતા પણ ગઈ. .

ઠેકડી ઊડાવતો યોગી પસ્તાય છે. ખૂબ જ્ઞાની અને પ્રતિભાશાળી એ ક યોગી દક્ષિણ બાજુથી ફરતો ફરતો ઈ.સ ૧૯૪૪માં હુબલીમાં આવી ચઢયો, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા ઉપ ૨ એમનું પ્રભુત્વ હતું. સંસારી જીવન છોડી એમણે સંન્યાસ સ્વીકાર્યો હતો અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિભ્રમણ કરતા હતા. ફકત દૂધ અને ફળોનો જ આહાર કરતા. હતા.

સંત માઈસ્વરૂપની સરકારી નોકરી ચાલુ હતી અને છતાંય એક દેવી શકિત ધરાવતા સંત તરીકે પણ એ પ્રસિધ્ધ હતા. આવા મહાત્માને મળવાનું એ યોગીને મન થાય એ સ્વાભાવિક હતું, અને એક દિવસ તે માઈજીને મળવા આવી પહોંચ્યા. આ પ્રતિષ્ઠિત મહેમાનને માઈજીએ આદરપૂર્વક આવકાર આપ્યો અને કંઈ જ કચાશ ન રહે તેવી રીતે આગતા સ્વાગતા કરી.

માઈજીને મળીને આ સન્યાસી વિચારમાં પડી ગયા. માઈજીએ સન્યાસ લીધો નહોતો, કદી ભગવા વસ્ત્રો ધારણ કર્યા નહોતા. એક સામાન્ય ગૃહસ્થની જેમ જ એ રહેતા હતા. સંત તરીકેનો કોઈ ડોળ કરતા’ નહોતા કે આશ્રમવાસી સંતમહાત્મા જેવી કોઈ સંપત્તિ એમની પાસે નહોતી. વળી એમના જીવનમાં પણ કોઈ નિયમિતતા નહોતી. માઈજીની નોકરી ચાલુ હતી એટલે ઘણું ખરું ઓફિસેથી આવીને મોડી રાત સુધી એ એમના ભકતો અને પ્રશંસકોથી વીંટળાયેલા રહેતા. મધરાત પછી એ માઈ સાથે ધ્યાનમાં બેસતા અને ત્યાર પછી માઈધર્મ ઉપરના લેખો, શિષ્યોના પત્રોના જવાબ કે કોઈને જરૂ રી દિલાસાનો સંદેશો કે સલાહ સૂચનો આપવાનું કામ પતાવીને ખૂબ મોડેથી સૂતા. આવા ઉજાગરાને લીધે એ સવારે ૮ કે ૯ વાગે ઉઠતા. મહેમાન સન્યાસીએ એમના યજમાનની અનિયમિત જીવન ૨ીતો, ગાંડપણ ભ રી ભકિત અને દેખીતી રીતે જ અયોગ્ય લાગતી વ્યકિત તરફ પણ અતિશય ભલમનસાઈ બતાવવાની ટેવ માટે થોડા અણ ગમા સાથે ટીકા કરી. માઈજી તો પ્રેમસ્વરૂપ હતા. એ જેવું શીખવતા તેવું જ આચરણ કરતા. એક વખતે એમણે ધાર્મિક વાર્તાલાપ દરમ્યાન એક પ્રખ્યાત લેખકનું અવત ર ણ ટાંકીને કહ્યું હતું કે ''મધુ રતાની કોઈ કીમત આપવી. પડતી નથી પણ એનાથી બધું જ ખરીદી શકાય છે.'' અહીં એક શુધ્ધ જ્ઞાની એક ભકત તરફ ટીકાત્મક વલણ અપનાવી એને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હતા. જો કે આ સન્યાસી ખરે ખર મહાન હતા અને પ્રકરણ ૧૦માં જેનો ઉલ્લેખ થયો છે. તેવા માઈજીને ભસ્મ કરી નાંખવાની ધમકી આપનાર ઉધ્ધત યોગી જેવા 'ન હતા. પરંતુ માત્ર બૌધ્ધિક જ્ઞાનના બળ વડે જ માણસ આગળ વધી શકતો નથી. કેટલીક વખત એનાથી માણસ અહંકારી બની જાય છે.

એ રાતે આ સન્યાસીને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું એ એમની યોગશકિતથી એક ઊંચા પર્વત ઉપર પરિભ્રમણ કરી રહ્યા હતા. તે વખતે ઓચિંતો એમનો પગ લપસ્યો અને એ ઊંધે માથે ઊંડી ખીણ માં ગબડયા. આવે વખતે એમની બૌધ્ધિક સર્જતા કે યોગના ક્ષેત્રનો વિશાળ અનુભવ કશું જ કામ ન આવ્યું. જયારે એ છેક તળેટીમાં પહોંચ્યા ત્યારે એમના શરીરે ખૂબ જ ઉઝરડા પડયા હતા, પણ સદનસીબે એ બેભાન થઈ ગયા હતા. જયારે એ ભાનમાં આવ્યા ત્યારે એમણે જોયું કે એક સુંદર સ્ત્રી એમની સારવાર કરી રહી હતી. એને એમને આસાનીથી ઊંચ કયા અને ગુફાના મુખ પાસે લાવી. ત્યાં એણે એના દીકરાને આ સારવારમાં મદદ કરવા બોલાવ્યો. જે દીકરો ગુફામાંથી બહાર આવ્યો તે બીજું કોઈ નહીં પણ એમના યજમાન સંત માઈસ્વરૂપ જ હતા. અને ત્યાં જ સ્વપ્નનો અંત આવી ગયો.

બીજે દિવસે સવારે એ સન્યાસી એવી સમજણ સાથે જાગ્યા કે એમણે એ કે મહાન વ્યકિતને ખોટી રીતે ઓળખી હતી અને એને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. માઈજી સવારે જયારે મોડા મોડા એમના રોજીંદા સમયે ઊઠયા ત્યારે આ સન્યાસીએ પોતાની મોટાઈ માઈજીને પગે પડીને સિધ્ધ કરી.


જયમાઈ છે


જય માઈ જ

પ્રક૨ણ ૩O

 (૧૯૪૫ – ૧૯૪૮)


સન ૧૯૪૫માં માઈજીને જયારે એમની સરકારી નોકરીમાંથી નિવની મળી ત્યારે તે હુબલીમાં હતા. એમને મહિને રૂ.૧૧ ૪)નું પેન્શન મળવા માંડયું.

અત્યાર સુધી માઈધર્મનું કેન્દ્ર જુદી જુદી જગ્યાએ – પૂના, હુબલી, મુંબઈ. અમદાવાદ અને જયાં જયાં સરકાર આ એ કવીઝીશન ઓફિસરની બદલી કરતી હતી ત્યાં ફરતું હતું. માઈનું કામ કરવાનું એમણે મનથી નક્કી કરી લીધું હતું. તેથી નિવૃત્તી પછી હવે કોઈ કાયમનું સ્થળ શોધવાની જરૂર ઊભી થઈ.

| મા ઈજી પાસે જમીન ખરીદી ઘ ર બાંધવા પૂરતા પૈસા ન હતા. એમણે વિચાર કર્યો કે માઈની કૃપા મેળવીને એમણે ઘણાં લોકોના દુ:ખ દૂર કર્યા છે, અને એવા લોકોમાંથી ઘણાં પૈસાપાત્ર પણ છે. જરૂર પડશે ત્યારે આ સહુ એમને સ્વેચ્છાએ મદદ કરવા આગળ આવશે. પણ આ બાબતમાં માઈજીને ઘોર નિરાશા સાંપડી.

દરેક જણે જુદાં જુદાં બહાના બતાવ્યાં. એ ક જણ ને નવાઈ લાગી કે ધાર્મિક કામ કરવા જુદી જગ્યાની શી જરૂર છે? એતો કોઈ ઘરની ઓસરી કે વરંડામાં પણ થઈ શકે. બીજાએ કહ્યું કે માઈજીની પ્રાર્થનાથી પોતાને લોટરીનું પહેલું ઈનામ અપાવે તો પૂરી મદદ કરે. ત્રીજાએ કહ્યું કે એ જે વીમા કંપનીનો એજન્ટ છે અને કંપનીની પોલીસી જો દરે ક માઈસ્ટ લે તો તે પોતે સારી એવી મદદ કરવા તૈયાર છે. વળી બીજા કોઈએ કહ્યું કે માઈ પોતે જ પોતાનું કામ કરશે. તમારે એની ચિન્તા કરવાની શી જરૂર છે? કેટલાંકે પોતાની જમીન માઈજીને ઓછી કિંમતે વેચવાની વાત કરી. આવા ચાર જણાના સૂચન આવ્યા હતા. પણ એ માં ના ત્રણ ના દસ્તાવેજો ખામીવાળા હતા અને ચોથાએ જે ઓછી કિંમત આંકી હતી તે બજારભાવ કરતાં તો ઘણી જ ઊંચી હતી, વળી એક માણસે તો એવું પૂછયું કે આ બધા પૈસાનું માઈજીના મરણ પછી શું થશે? શબ્દો, શબ્દો અને કોરા શબ્દો જ. કોઈ પૈસાની મદદ કરવા આગળ આવ્યું નહીં.

થોડા સમય પછી પરિસ્થિતિ સુધરતી લાગી. મુંબઈમાં રહેતી એક સ્ત્રીના પતિ ગંભીર માંદગીથી પીડાતા હતા. મરણ પથારીમાં હોય તેવી સ્થિતિ હતી. આ ચિન્તાંતર સ્ત્રીએ જો એના પતિ સાજા થઈ જાય તો રૂ.૫000) ની ભેટ આપવાની બાધા લીધી હતી. એ બહેને 'મધર્સ લોજ'ની કેટલીક સભાઓમાં હાજરી આપી હતી અને માઈને પણ મળ્યાં હતા. તેથી તેમણે માઈજીને માંદગીમાંથી રાહત મળે એવી પ્રાર્થના કરવા લખ્યું. આથી માઈજી મુંબઈ ગયા. એ બહેનને મળ્યા અને મંત્રો કેવી રીતે કરવા અને મંત્રેલું પાણી કેવી રીતે આપવું વગેરે સૂચનાઓ આપી અને પોતે પણ રોજ રાત્રે ત્રણ કલાક માઈની પ્રાર્થના કરતા હતા. થોડા જ સમયમાં દર્દી સાજો થઈ ગયો અને સામાન્ય સ્થિતિમાં આવી ગયો. તેથી માઈને માટે સારી એવી ભેટ મળશે એવી માઈજીએ આશા રાખી હતી.

તે વખતે હુબલીમાં જમીનનો એક ટુકડો રૂ.2000्માં વેચાણ મળી શકે એમ હતો. એ જમીન માટે માઈજીએ પોતાના રૂ.૧000 આપી વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરાવી લીધો અને બાકીના પૈસા થોડા જ સમયમાં આપવાનું વચન આપ્યું.

માઈજી એ માઈનું ઋણ તત્કાળ (પ્રોપ્ટ) ભરપાઈ કરવા ઘણીવાર ભાર આપ્યો છે. માઈજીએ આ અંગે એક વિગતવાર લેખ લખ્યો છે. આ અંગ્રેજી શબ્દ 'પ્રોપ્ટ' (PROMPT) નો પહેલો અક્ષર 'પી' (P) છે. 'પી' સૂચવે છે 'પ્રેયર' એટલે પ્રાર્થના. આ ર (R) 'રેસોલ્યુશન'નો અર્થ છે નિશ્ચય. ઓ (O) ઓફ રીંગ એટલે અર્પણ, 'એમ' (M) એટલે મંત્ર અને 'પી' (P) એટલે 'પર્સનલ રીલેશન' અહીં માઈ અને ગુરૂના પરસ્પર સંબંધનો સંદર્ભ છે. 'ટી' (T) 'થેંકસ ગીવીંગ' એટલે માઈજીની કૃપા મળે તેનો આભાર માનવો. માઈજીએ રસ્તો બતાવ્યો છે અને સૂચન કર્યું છે કે માઈએ કરેલી કૃપાનો જેટલો જલદીથી તમે સ્વીકાર કરી આભાર માન્યો હશે તેટલી જલદીથી માઈ બીજી વાર તમારી મદદે દોડી આવશે.

માઈજીએ પેલાં બહેન પાસેથી બે ચાર હજાર રૂપીયા મળશે એવી આશા રાખી હતી એને બદલે ફકત રૂ.૨૫)નો મનીઓર્ડર આવ્યો.

માઈજી એ પોતાની ડાયરીમાં તા. ૨૦ ૭-'૪પને દિવસે આ બાબતમાં નોંધ કરી છે કે લોકો ધર્મના જૂના અને નવા વિચારો વચ્ચે ઝોલાં ખાય છે. તેઓ નવા વિચારોને આવકારે છે પણ મદદ જૂના વિચારોને કરે છે. જૂની ધાર્મિક માન્યતાઓને દૂર કરવી સહેલી નથી અને જૂના અને નવા બન્ને વિચારોને નક્કર પ્રોત્સાહન આપવામાં નિષ્પક્ષપાતી અને ઉદાર વલણ અપનાવવું વધારે કપરૂં છે. દુ:ખ નિવારણ માટે લોકો માઈ પાસે આવે છે અને દુ:ખ દૂર થાય પછી આભાર માનવા તેઓ પોતાના ઈષ્ટદેવ પાસે જાય છે. માઈ કોઈને સમૃદ્ધિ આપે અને મોટી આપત્તિમાંથી ઉગારવા નિત્યમંત્રજાપ માટેનો કાર્યક્રમ આપે. પૂજાપાઠ, ધ્યાન, દોરવણી, સૂચના ભકિત અને સ્થાપકની પૂર્ણ જવાબદારીથી આખી મંત્રણા ગોઠવવામાં આવે, પણ જયારે આભાર રૂપે ભેટ આપવાની આવે ત્યારે તે કોઈ મંદિર માં કે આશ્રમમાં જાય. માઈની કૃપા મેળવનારાઓની આવી વૃત્તિ પર આ દુ:ખદ ટીપ્પણી છે.

માઈજીને જયારે રૂ.૨૫)નો મનીઓર્ડર મળ્યો ત્યારે શ્રી. પ્રાણ જીવનભાઈ દલાલ અને એમના પત્ની સુશીલાબહેન હુબલીમાં માઈજીની પાસે હતા. સુશીલાબહેનને ફેફસાનો ક્ષય થયો હતો. અને એમના પતિ એમને મી ૨જ કે દેવલાલી લઈ જવા વિચાર કરતા હતા. બન્ને જણ માઈના અનન્ય ભકત હોવાથી કયાં જવું એ નક્કી કરવા માટે એમણે માઈજીની સલાહ માંગી હતી અને માઈજીએ એમને હુબલી આવી પોતાની સાથે રહેવા જણાવ્યું હતું. એ બન્નેને માઈજીની મુંબઈની ધનવાન સ્ત્રી પાસેથી ભેટની આશા અને રૂ.૨૫)ના મનીઓર્ડર વિષેની ઘટનાની કંઈ જ માહિતી નહોતી, પણ માઈજીના ચહેરા ઉપરના ભાવો પરથી એમને થયું કે કંઈક થયું છે. જયારે એ લોકોએ માઈજીને પ્રેમથી દબાણ કર્યું ત્યારે માઈજીએ બધી વાતથી એ મને વાકેફ કર્યા અને જમીનના પ્લોટના માલિકને તાત્કાલિક રૂ.૧000) આપવાની પોતાની જવાબદારીની વાત કરી. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દલાલભાઈએ માઈજીને રૂ.૧000)નો ચેક લખી આપ્યો. આ સાચી ભકિત અને ઉમદા લાગણીનો ઉમદા નમૂનો છે. માઈજી આથી ખૂબ ગદ્ગદિત થઈ ગયા અને લાગણીના ઉભરાથી કહ્યું, ''મારાં બાળકો માઈ તમને આશિર્વાદ આપે છે'' અને માઈના ફોટા સામે મોં કરી ખૂબ ભાવપૂર્વક બોલ્યા, ''મા, તું માણસ માણસમાં ફે ૨ જોઈ શકતી નથી? આ ક્ષય રોગ હમણાં ને હમણાં દૂર કરી દે'' થોડા સમય પછી એમણે એમના મહેમાનો તરફ જોઈને કહ્યું, ''મા એ સુશીલાબેનનો ક્ષય દૂર કર્યો છે. એને મુંબઈ લઈ જાવ અને ફરીથી ડોકટરી તપાસ કરાવો. જેવી રીતે તમે ચેક ફાડીને મારી ચિંતા દૂર કરી છે તેવી રીતે માઈએ તમારા દર્દને ફાડી નાખ્યું છે. આ દંપતી આનંદથી મુંબઈ પાછું ફર્યુ અને ડોકટરી તપાસમાં ટી.બીનું એક પણ લક્ષણ ન દેખાતાં એમના આનંદની સીમા ન રહી.

શ્રીમતી સુશીલાબહેન દલાલ એ પ્રકરણ ૧ ૨ માં જેમનો ઉલ્લેખ કર્યો છે તે શ્રી. સોપારકર ના દીકરી થાય. સન ૧૯૧૧માં માઈજીની પ્રાર્થનાથી શ્રીમતી સોપારકરને એક અઠવાડીયાનું જીવતદાન મળ્યું હતું એનું એ પ્રકરણ માં વર્ણન કર્યું છે. ૧૪ વર્ષ પછી માઈકૃપાથી હવે દીકરી પણ રોગમુકત થઈ. તા. ૮મી ઓકટોબ૨ ૧૯૫૪માં કાલીકટમાં 'સિસ્ટર્સ સોશિયલ' વખતે શ્રીમતી સુશીલાબહેન દલાલે એમના વકતવ્યમાં આ બે પ્રસંગોનો ઉલ્લેખ કરીને કહ્યું કે માઈજીએ લખેલા 'માઈઝમ' પુસ્તકમાં માઈજીના ઓફિસના વડાની પત્નીની માંદગી વખતે માઈજીએ જયારે ત્રણ પ્રખ્યાત ડોકટરોએ આશા છોડી હતી ત્યારે પ્રાર્થનાથી જેને એક અઠવાડિયાનું આયુષ્ય આપ્યું હતું તે બહેનની દીકરી થવાનું તેમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે અને જે બહેનને ક્ષય રોગમાંથી ચમત્કારિક રીતે મુકિત મળી હતી તે પણ તે પોતે જ છે.

(શ્રી. પી. ડી. દલાલને માઈજીએ માઈઝમ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમ્યા હતા અને હાલમાં તે અમેરિકામાં કેલીફોર્નિયા સ્ટેટમાં રહે છે.)

શ્રી. દલાલની આગ્રહભરી વિનંતીથી માઈજી હુબલી છોડીને મુંબઈ ગયા. ત્યાં સાન્તાકુઝ પશ્ચિમમાં માઈજી અને શ્રી. દલાલે જોડે જોડે જમીનના બે પ્લોટ ખરીદયા.

હવે મકાન બાંધવા માટે ભંડોળ ભેગું કરવાનું હતું. આ માટે માઈજી અમદાવાદ ગયા હતા. ભૂતકાળમાં જયાં ગાંડા અને મૂર્ખ ગણીને એક ઓરડામાં એમના વડીલોએ એમને પૂરી દીધા હતા અને એ દિવસે એ વડીલોની 'કાર'ને બે વાર એકિસડન્ટ થયો ત્યારે માઈજી ની માફી માંગી એ મને છુટા કરવામાં આવ્યા હતા (પ્રકરણ ૫) એ જ આ અમદાવાદ હતું.

છેવટે માઈએ એમને માર્ગદર્શન આપ્યું. જયાં સુધી માઈની કૃપા માંગવા આવનાર કોઈપણ વ્યકિત માઈના કાર્ય માટે કંઈ પણ આપવાનું વચન ન આપે ત્યાં સુધી માઈની કૃપા મેળવવા માઈએ કોઈને માટે પ્રાર્થના કરવાની નહીં. કેટલી રકમ આપવી એ આપનારે જ નક્કી કરવાનું અને તદન ગરીબ સિવાય કોઈને માટે મફત કંઈ જ કરવાનું નહીં. ત્યાર પછી માઈની કૃપા મેળવવા માઈજીને વિનંતી કરવા આવનારાઓ ભેટ લઈને આવવા લાગ્યા. આ રીતે ધાર્મિક દુ:ખ નિવારણ હોસ્પિટલની શરૂઆત થઈ અને ભંડોળ આવવા માડયું. સુશીલાબેનના ક્ષયમાંથી મુકત થવાના પ્રસંગે નવા કાર્ય માટે પ્રોત્સાહન પૂરૂ પાડયું.


જયમાઈ જ


જયમાઈ જ

 પ્રક૨ણ ૩૧

૧૯૪૯ (માઈનિવાસ)


 'માઈનિવાસ'નું મકાન બાંધવાનું કાર્ય ધીમું પણ વ્યવસ્થિત રીતે ચાલ્યું. ફેબ્રુઆરી ૧૯૪૯ના અંતમાં તે કામ પૂરું થયું. આ મકાન સાન્તાક્રુઝ સ્ટેશનેથી લગભગ એક માઈલ દૂર સરસ્વતી રોડના પશ્વિમ છેડે સાવ એકાંતમાં આવેલું હતું. આજુબાજુના પ્લોટોમાં હજી કોઈ બાંધકામ થયું નહોતું. નજીકમાં નજીક મકાન પણ લગભગ એક ફર્લોગ દૂર હશે. ઈલેકટ્રીક કનેકશન હજી મળ્યું નહોતું.

એક શુકવારે મધ્યરાત્રિએ માઈનિવાસમાં એકલા જ ઔપચારિક પ્રવેશ કરવાની માઈજીની ઈચ્છા હતી. કોઈને પણ પોતાની ઈચ્છા જણાવ્યા વગર જ માઈજીએ ચોથી માર્ચનો દિવસ પસંદ કર્યો. એમણે ગ્રાંટરોડથી રેલ્વે ટ્રેન દ્વારા સાન્તાક્રુઝ પહોંચીને સ્ટેશનથી આગળ માઈનિવાસમાં ટેકસી કરીને અથવા ચાલતા જવાનું હતું. ચોથી માર્ચે જયારે એ રાતની ૧૧ વાગ્યાની ટ્રેન પકડવા માટે ગ્રાંટરોડ સ્ટેશને પહોંચ્યા ત્યારે એક માઈસ્ટ પ્લેટફોર્મ પર દેખાયો. આ સજજને માઈજીને માઈનિવાસ સુધી મુકવા આવવાનો પ્રસ્તાવ મૂકયો. માઈજીએ ના કહી પણ માઈજી પોતાની સાથે કોઈને લઈ જવા માંગતા નહોતા એ બાબત એ ભાઈ સમજયા નહીં. એની ભાવના સા રી હતી પણ માઈજી માટે ચિન્તા બીનજરૂરી હતી. માઈજીને અગવડ ના પડે માટે એ સજજન બે ટીકિટો લઈ આવ્યા અને માઈજી સાથે ટ્રેનમાં બેસી ગયા. સાન્તાક્રુઝ સ્ટેશને આ ભાઈએ ટેકસી બોલાવી. પણ ટેકસી આવે તે પહેલાં તો એમના પેટમાં દુ:ખાવો ઉપડયો. એ ઊભા પણ રહી શકયા નહીં અને પેટ પકડીને પડી ગયા. ટેકસીવાળો આ જોઈને જતો રહ્યો. નીચે પડેલા ભાઈ દુ:ખથી કણસતા હતા. માઈજીએ એમને આશ્વાસન આપતાં કહ્યું " તું એમ કહી દે કે હું તમને મૂકવા આવતો નથી અને પાછો ઘે ૨ જાઉ છું. માઈ તારૂ દર્દ તરત મટાડી દેશે.'' તરત જ પેલા ભાઈએ કહ્યું કે તમે અને માઈ જો એમ જ ઈચ્છતા હો તો હું ઘે ૨ પાછો જઈશ. પેટમાં દુ:ખવાનું તરત જ બંધ થઈ ગયું, અને એ સજજન પરત જ પ્લેટફોર્મ પર આવીને ઊભી હતી તે ટ્રેનમાં ચઢી ગયા..

માઈજી 'માઈનિવાસ' પહોચ્યાં ત્યારે મધ રાત થવામાં બે મિનીટ બાકી હતી. અને ચારે તરફ અંધકાર હતો. રસ્તા ઉપર પણ દીવા ન હતા અને આજુબાજુ બધે વેરાન હતું. આજુબાજુમાં કોઈ સંચાર જણ તો ન હતો. કંઈક અજ્ઞાત ભયથી અને કંઈક અવનવું બનવાના અંદેશાથી માઈજીને દરવાજા સુધી પહોંચતા જ ધ્રુ જા રી થઈ ગઈ. એમણે આ પહેલાં અહીં આવ્યા ત્યારે બા રી આગળ મીણબત્તીનું જે પેકેટ મૂકયું હતું તે મળ્યું નહીં. થોડીવાર એ ઓટલા પ૨ ઊભા રહ્યાં અને પછી મા ના ૨મતિયાળ સ્વાભાવને યાદ કરીને ખડખડાટ હસી પડયા.

એમણે બારણું ઉધાડયું અને અંદર દાખલ થયા. ત્યાં એમને માટે આઘાત રાહ જોઈ રહ્યો હતો. ઉઘાડા બારણામાંથી આવતા તારાઓના અજવાળામાં એમને માઈના ફોટામાં ક્રોધિત અને ભયપ્રદ ભદ્રકાળીનું ચિત્ર દેખાયું. માઈજી આ દ્રશ્ય જોઈ આભા બની ગયા. અને ભયની કંપારી આવી ગઈ. પોતે 'નિ:સહાય' છે એવી લાગણી થઈ. એમને એમ થયું કે પોતે માના જે આદર્શનો બે દાયકાથી પ્રચાર કરે છે એનો શું કરૂણ અંજામ આવવાનો છે?

માઈજીએ ફોટા સામે નમસ્કાર કરી પ્રેમનો જે અખૂટ ભંડાર છે એવી 'માં' ઉપ ૨ એકાગ્રતા સાધી અને ગાવા માંડયું, ''કરૂણા સે અબતક બઢા, કરૂણા સે મીલી. માઈ" એક બાજુ આ ગાવાનું ચાલું હતું અને બીજી બાજુ એક અદ્ભુત બનાવ બની રહ્યો હતો. ચિત્ર ધીમે ધીમે પ્રકાશિત થતું હતું અને એમાંથી પ્રકાશના કિરણો ફેંકાતા હતા. ધીમે ધીમે પ્રકાશ વધતો જતો હતો અને ધીમે ધીમે ચિત્ર પાછું માઈના રૂપમાં આવી ગયું.

આ પ્રકાશમાં એમને મીણ બત્તીનું પેકેટ અને દીવાસળીની પેટી માઈના ચિત્ર પાછળ દેખાયા. એમણે તો આ બન્ને વસ્તુઓ દૂર બારી પર મૂકી હતી! આ પણ માઈની રમુજ છે એવું સમજવાને બદલે એ વિચારવા લાગ્યા કે કદાચ કોઈએ એમની સાથે કંઈ અટકચાળુ તો નહીં કર્યું હોય ને? જેવી આ શંકા મનમાં જાગી કે તરત જ પ્રકાશ બંધ થઈ ગયો અને ચારે બાજુ અંધારૂં ફેલાઈ ગયું.

અસહાયતા, નિરાશા અને દુ:ખથી એમણે બારીની બહાર જોયું ત્યારે એમને બીજો ધક્કો લાગ્યો. એમને ત્યાં કોઈના ખભા અને માથાનો પડછાયો દેખાયો. શું એ ભૂત હતું ? કે પછી કોઈ ગુંડો એમને લૂંટી લેવાના ઈરાદાથી સ્ટેશનથી એમની પાછળ પાછળ આવ્યો હતો? પણ એવું નહોતું. એ તો દેવસીંગ નામનો ગુરખો હતો. બાજુના પ્લોટવાળાએ એને નોકરીમાં રાખ્યો હતો. જો કે એની નોકરી તો બીજા દિવસથી ચાલુ થતી હતી પણ એની પાસે બીજી કોઈ જગ્યા હતી નહીં એટલે જે દિવસે નિમણુંક થઈ તે દિવસે જ એ પ્લોટ પર આવીગયો હતો. માઈનિવાસમાં ઈલેકટ્રીક લાઈટ જેવો પ્રકાશ કેમ થયો એની તપાસ કરવા માં આવ્યો હતો. એને કયાંથી ખબર હોય કે આ પ્રકાશ તો માઈની રમત હતી ! માઈજીને વરંડામાં સૂનાર સાથી મળી ગયો તેનો આનંદ થયો. એમણે એમના પ્રસાદમાં દેવસીંગને પણ ભાગીદાર બનાવ્યો.

પછી બધાં માઈધર્મીઓને માઈજી માઈનિવાસમાં રહેવા ગયાની ખબર આપવામાં આવી અને તા.૧-૪-'૪૯ને દિવસે લગભગ ૫OO ભકતોની હાજરીમાં ભવ્ય માઈપૂજા કરવામાં આવી.


જયમાઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૩૨

 માઈધર્મનો ભા રત અને પરદેશમાં પસા૨. 


માઈસ્વરૂપ માઈજીએ વાવેલું માઈધર્મનું બીજ ધીરે ધીરે વિશાળ વૃક્ષ રૂપે વિકસ્યું અને એની શાખાઓ દેશ અને પરદેશમાં ફેલાઈ. દુનિયામાં એક સો કરતાં વધારે માઈ મંડળો સ્થપાયા તેમાંના કેટલાંક આફ્રિકામાં પણ છે.

ઈ.સ.૧૯૫૫માં યોજાયેલી 'વર્લ્ડ પીસ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ'માં ભાગ લેવા માટે માઈજીને આમંત્રણ મળ્યું. યુનિવર્સલ માઈઝમ' વિષે એમણે જે ભાષણ કર્યું એના પરિણામે ત્રીસ દિવસની અંદર જ 'ધી ઈન્ટરનેશનલ રીલીજીયસ ફેડરેશન'ની સ્થાપના કરવામાં આવી અને 'અનાઈ કીયો'નાં વિખ્યાત સ્થાપક યોનોસુ કે નાકાનો અને માઈસ્વરૂપના તેના સયુંકત નેતા તરીકે નીમાયા. એ જ વર્ષે જાપાનના શિમુઝુ શહેર માં માનનીય બહેન યોશિકો નાકોનોના પ્રમુખપદે '

સિસ્ટર્સ સોશ્યલ' યોજવામાં આવ્યું. | "ધી યુનિવર્સલ હયુમનિસ્ટ કલ્ચરલ એન્ડ સ્પીરીચ્યુંઅલ એલાયન્સ (ટૂંકમાં જે 'યુ.આર.એ.' અથવા 'યુનિવર્સલ રીલીજીયસ એલાયન્સ' કહેવાય છે) માઈજીને ૧૯૫૯માં હવાના (કયુબા) કોન્ફરન્સમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. સંજોગવશાત માઈજી જાતે એમાં હાજર રહી શકયા નહોતા પણ તેમણે યુનિવર્સલ રિલીજીયન (વિશ્વધર્મ) ઉપર એક મહાનિબંધ મોકલ્યો હતો. યુ.આર.એ.ના ગ્રાન્ડ ચાન્સેલર માનનીય ડચેસ બ્લેન્ચ લેડર્ને માઈધર્મના સિધ્ધાન્તોની સમજણ આપી હતી, જનરલ એસે બ્લીના આ સમારંભમાં ૯૬ દેશોમાંથી લગભગ ૩૮૦૦ પ્રતિનિધિઓ આવ્યા હતા. આ સભામાં ચર્ચા વખતે નીચેના શબ્દોથી 'માઈધર્મ'ને બિરદાવવામાં આવ્યો હતો. 'આપણ ને દુનિયાના વિવિધ ભાગોમાંથી મૂલ્યવાન સાહિત્ય મળ્યું છે. એમાં અમે 'માઈઝમ' અને મુંબઈમાં સાન્તાક્રુઝ (પશ્ચિમ) માં આવેલા માઈ ઈન્સ્ટીટયુટ'ની ખાસ ભલામણ કરીએ છીએ." તે વર્ષની સામાન્ય ચુંટણીમાં માઈસ્વરૂપને 'પીસફુલ હ્યુમન રિલેશન્સ' (શાંતિમય માનવીય વ્યવહા૨). વિભાગના ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા.

સન ૧૯૬૦માં અર્નેસ્ટ સ્વિફટ 'સ્ટેપ્સ અન ટુ હીમ' નામના સામાયિકના તંત્રીએ (વીલ શાયર, ઈગ્લેન્ડ) એમના સામાયિકના જૂન મહિનાના અંકમાં લખ્યું છે, 'કે, માઈસ્વરૂપ માઈમાર્કડના કાર્ય વિષે અમે અગાઉના અંકમાં લખ્યું છે. તેમણે પોતાની પ્રવૃત્તિ જેને એ 'વિશ્વધર્મ' કહે છે તેનો હેતુ સમજાવતા તેઓ જણાવે છે કે એમનો હેતુ બધા ધર્મો એકબીજાની નજીક આવી એક સુમેળભર્યો ધર્મ સ્થાપે એવો છે. જયાં બધા ધર્મો પોતપોતાનું આગવું અસ્તિત્વ, સ્વરૂપ, પધ્ધતિ વગેરે જાળવી રાખી શકે એવું એક મધ્યસ્થ ધાર્મિક કેન્દ્ર સ્થપાય એમ 'માઈધર્મ' સૂચવે છે. 'માઈધર્મ' માને છે કે સમજપૂર્વકના ધર્મની બાબતમાં 'છેલ્લા શબ્દ' જેવું કશું જ હોવું જોઈએ નહીં, દરેક ધર્મમાં જે ઉત્તમ છે તે આવકાર્ય છે. એ ઈશ્વરની વિશ્વવ્યાપકતામાં વિશ્વાસ ધરાવે છે, અને દુનિયામાં મનુષ્ય જેમ જેમ વિકાસ સાધે તેમ તેમ ધર્મમાં પણ પરિવર્તન આણવાની મોકળાશ રાખવી જોઈએ.

ઈગ્લેંડના બીજા એક ધાર્મિક માસિક 'જનરલ વેલફે૨' માઈધર્મ વિષે લખતા જણાવે છે કે માઈસ્વરૂપ માઈમાર્કડ સાંતાક્રુઝ, મુંબઈમાં એવી ચળવળ ચલાવે છે કે જેમાં ઈશ્વરનું 'મા' સ્વરૂપ સ્વીકારીને સર્વજનો પોતપોતાના 'ભગવાન'ની માન્યતામાં સમતુલા સાચવીને તથા પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખીને પણ ભેગા થાય અને એક ઈશ્વર અને એક સર્જનહારની વૈશ્વિક પૂજા કરે.

e પ્રખ્યાત અંગ્રેજ ધાર્મિક વિચારક જોસેફ હેડલી 'વર્લ્ડ રિલીજીઅસ કોંગ્રેસ'ના આઠમા રિપોર્ટમાં 'બિનશ રતી શરણાગતિ'નો અર્થવિસ્તાર કરતા લખે છે કે માઈસ્વરૂપ જે બિનશરતી આનંદમય શરણાગતિની વાત કરે છે તેમાં દરેક મનુષ્ય પોતાની અંગત ઈચ્છાઓને દૈવી ઈચ્છામાં (Divine Will) ઓગાળી દઈને પછી જીવનના રોજબરોજના વ્યવહારમાં વૈશ્વિક જાગરૂકતાના ઉચ્ચ સ્તરે (greater conscious field of universality) અમલમાં મૂકે.

શ્રી. અર્નેસ્ટ કર્ક નામના વિદ્વાને "ધી વર્લ્ડઝ નીડ એન્ડ માઈઝમ' એ શિર્ષક હેઠળ એક સુંદર પુસ્તક લખ્યું છે. આ વિદ્વાન લેખક એમાં જણાવે છે કે માઈધર્મે એ ક નવી વિચારધારાથી એક મોટી ગુંચ ઉકેલી છે. માઈધર્મનું અનુસરણ કરનારી કોઈ પણ વ્યકિતને પોતાનો ધર્મ છોડયા વગર પોતાની આધ્યાત્મિક પ્રગતિ સાધવામાં અને સમગ્ર સૃષ્ટિના પ્રશ્ન વૈશ્વિક ઈશ્વરને ભજવામાં કોઈપણ જાતનો સંઘર્ષ કે વિરોધી વિચારોનો અનુભવ થતો નથી.

સન ૧૯૬ રની શરૂઆતમાં યુ.આ૨.એ.ના ગ્રાન્ડ પેટ્રન શ્રી. એચ. એચ. ઓમલીન્ડ રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે એવી શંકાથી એમને હવાનાની કેદમાં પૂરવામાં આવ્યા હતા. બીજી માર્ચ,૧૯૬ ૨માં ઓસ્ટ્રેલીયાથી 'યુનિઝમ પ્લાન'ના સ્થાપક શ્રી કોલીન અનવિને માઈજીને પત્ર લખ્યો અને તેમાં શ્રી. લીન્ડના છૂટકારા માટે એમના પોતાના પ્રયત્નો કરવાનું કહ્યું. આ પત્રમાં વધુમાં લખ્યું હતું કે માઈજી યુ.આર.એ.માં 'શાંતિમય માનવીય સંબધો'ને લગતો હોદો ધરાવતા સંસ્થાના ઉપપ્રમુખ છે તેથી આ બાબત ગંભીરતાથી લઈને પોતાની ફરજ અદા કરશે એવી આશા છે. જર્મનીથી પણ આવો પત્ર માઈજીને મળ્યો. માઈજીએ યુ.આ૨.એ.ને એની વિશ્વમયી દ્રષ્ટીના પ્રચારમાં અપેક્ષિત કામ ન કરવા બદલ ઠપકો આપ્યો, અને સાથે સાથે શ્રી. ઓમ લીન્ડને છોડાવવા જે પ્રયત્નો કરવાના હતા તે અંગે સૂચના આપી અને કેવી રીતે વિનંતી કરતો પત્ર લખવો એ વિષે પણ સૂચનાઓ આપી. ઓમલીન્ડના છુટકારા માટે માઈજીએ માઈને પ્રાર્થના પણ કરી. આ પછી થોડા જ સમયમાં શ્રી.લીન્ડનો છૂટકારો થયો. દુનિયાના જાણીતા વિચારકો માઈજીની ગણ ના કેવા ઉચ્ચ પ્રકારે કરતા હતા તેનો આ પ્રસંગ પરથી ખ્યાલ આવશે. નવાઈની વાત તો એ છે કે આમાંના ઘણાંએ માઈજીને જાતે જોયા પણ નહોતા.

આપણાં દેશમાં મુંબઈની હાઈકોર્ટના નિવૃત્ત જજ શ્રી. એન. એસ. લોકુર માઈધર્મની અને માઈસ્વરૂપની મહત્તા દર્શાવતા લખે છે કે એમની સર્વશકિતમાન 'મા'ની ધારણા પ્રત્યેક વ્યકિત પછી એ કોઈપણ દેશ, જાતિ, કે ધર્મની હોય તે જીવનમાં ઉતારી શકે છે..... કેટલાંક એમને શ્રી. રામકૃષ્ણ પરમહંસ પછી સાક્ષાત માતાજીનો અવતાર સમજે છે અને એમને 'માઈકાકા' 'માઈજી' 'મા સ્વરૂપ' અને 'માઈ માર્કડ' એવા સંબોધનોથી બોલાવે છે. કેટલાંક લોકો પોતાના માંદગી, નોકરી, લગ્ન, દેવું વગેરે દુન્યવી દુ:ખોના નિવારણ માટે માઈને પ્રાર્થના કરવા માઈજીને વિનંતી કરતા.


જ જયમાઈ જ


જ જયમાઈ જ

પ્રકરણ ૩૩

માઈજી એક ગુરૂ અને વ્યકિત તરીકે.


 ઉપરનું શિર્ષક કદાચ ગે ૨ ૨સ્તે દોરનારું છે. કોઈપણ વ્યકિતની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે જુદાં જુદાં વિભાગમાં વહેંચી દઈને તેનું મૂલ્યાંકન થઈ શકે નહીં. આવું ફકત માનસિક રોગથી પીડાતી વ્યકિતના કિસ્સામાં જ શકય છે કારણ કે પ્રત્યેક વ્યકિત આખરે તો એના વિચારો, શબ્દો અને આચરણ નું મિશ્ર સ્વરૂપ છે. માઈજીના બેધ્યાનપણાની અને સ્વપ્નશીલ સ્વભાવની વાત ૧૦માં પ્રકરણમાં કરી છે. એમના સ્વભાવની અન્ય વિશેષતાઓ પણ જુદા જુદા પ્રકરણોમાં યોગ્ય સ્થાને દર્શાવવામાં આવી છે.

- જયારે માઈજીની આધ્યાત્મિક પ્રગતિ અને જ્ઞાન કૂદકે ને ભૂસકે વધ્યા ત્યારે એમનું દુન્યવી જ્ઞાન તો જેટલું હતું તેટલું જ રહ્યું. ક્રિકેટનો એલ.બી.ડબલ્યુશબ્દ એમને માટે અજાણ્યો હતો. એમને ૨મતગમતમાં જરા પણ રસ નહોતો. એક વખત ઓફિસરોની કલબમાં તેમને બ્રિજની રમતમાં ચોથા ભાગીદાર તરીકે રમવાનું આમંત્રણ મળ્યું. માઈજીને તો આ રમતનો ક્કકો પણ આવડતો નહોતો, અને તેથી એમની આ બાબતમાં અણ આવડતની એમણે જાહેરાત કરવી પડી. ઘણાં જણાંએ આ સાંભળી મશ્કરી કરીને મોઢાં મચકોડયા અને કેટલાંક મોટેથી હસીને એમની ઠેકડી ઉડાડી. પણ આ પરિસ્થિતીને સુધારી લેતા એક સજજન બોલ્યા, ''આ બ્રીજ ૨મનાર ખેલાડી નથી પણ આપણને સહુને ઈશ્વર તરફ લઈ જનાર બ્રીજ (પૂલ) બાંધનાર છે.

સન ૧૯૪૩માં માઈજીના મોટા પુત્રના લગ્નના વરઘોડામાં જતાં એક મિત્ર એમને કન્યાનું નામ પૂછયું. માઈજી નામ ભૂલી ગયા હતા તેથી તે જરા સંકોચ સાથે ત્યાંથી ખસી ગયા અને બીજા એક સગા પાસે જઈને કાનમાં નામ પૂછીને જાણ્યું અને પેલા નામ પૂછનાર મિત્રને તે કહ્યુંપેલા મિત્રે હસીને કહ્યું કે મેં તમને નામ અંગે પૂછપરછ કરતા જોયા છે. આ પ્રસંગ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે માઈજીનું

મન હંમેશા માઈધર્મ અને માઈના વિચારોમાં જ લીન રહેતું . એમને મન બીજું બધું ગૌણ હતું.

માઈજી રોજબરોજની નજીવી બાબતોમાં એવા તો બેદ૨કા૨ હતા કે ઘણીવાર ગંજી કે ખમીસ ઊંધા હોય તો તે ચત્તા કર્યા વગર જ એમને એમ પહેરી લેતા. એમની પાસે પેનોનો ઢગલો હતો પણ તેમાંથી કોઈ પણ એક પેન ઉપાડી ઢાંકણું શોધીને વાસવાની દરકાર કર્યા વગર જ ખિસામાં મૂકી દેતા.

| ધર્મના, નીતિશાસ્ત્રના અને તત્વજ્ઞાનના પુસ્તકો વાંચવાનો એમને બેહદ શોખ હતો. આ પુસ્તકોમાં જે ફકરાઓ એમને ગમી જતા તેની નીચે લીટીઓ દોરતા અને જરૂરી લાગે તો હાંસિયામાં પોતાની ટીકા પણ લખતા. કોઈ શબ્દ બદલવા જેવો લાગે ત્યાં યોગ્ય શબ્દ પણ લખતા. એમણે વાંચેલા દરેક પુસ્તકમાં આવી નિશાનીઓ અવશ્ય હોવાની. દરેક માઈધર્માએ વાંચવા જરૂરી એવા લગભગ ૩૦ પુસ્તકોની યાદી એમણે બનાવી હતી. એમાંની એક ટૂંકી યાદી નીચે પ્રમાણે છે.

જ્ઞાનેશ્વરે લખેલી 'ગીતા', ભગવાનદાસનું 'એસેન્સીયલ યુનિટી ઓફ ઓલ રીલીજીઅન્સ' થોમસ એ. કમ્પીસનું 'ધી ઈમીટેશન ઓફ ક્રાઈસ્ટ', ડેઈલ કાર્નેગીનું 'હાઉ ટુ વીન ફેન્ડઝ એન્ડ ઈન્ફલુયન્સ પીપલ' મીનોચેર સ્પેન્સરનું "ધી અધર વલર્ડ' હર્બટ કેસનનું 'હ્યુમન નેચર' થી ઈનીશીયેટસનું 'કાયબેલીઅન' વગેરે પુસ્તકો આ યાદીમાં છે.

એ હંમેશા એમને માટે થયેલા ખર્ચનું બીલ મળે કે તરત જ એની ચૂકવણી કરી દેતા. એમને સંતોષ થાય એવું કામ થાય તો સાધારણ નિયમ કરતાં વધારે પૈસા આપતા. પૈસા ચુકવવાની તે કદી મુલતવી રાખતા નહીં. એક વખત માઈજી એક ભકતની મદદથી ફાઈલ શોધતા હતા. ઘણાં પ્રયત્ન છતાં ફાઈલ ના જડી. માઈજીએ નોકરને બોલાવી એ ફાઈલ શોધી આપવા કહ્યું અને એણે થોડા જ વખતમાં એ શોધી આપી. પેલો ખુશ થઈને જતો હતો કે માઈજીએ એને પાછો બોલાવ્યો અને

કંઈક ભેટ આપી. આ કંઈ ખાસ કિસ્સો નહોતો. જયારે જયારે કોઈ સારું કામ કરતું તો તેનું વધારાનું મહેનતાણું માઈજી જરૂર આપતા. A માઈજી પોતે જન્મથી અને પોતાની મરજીથી શુધ્ધ શાકાહરી હતા પણ બધા એ શાકાહરી જ થવું જોઈએ એવો આગ્રહ કદી પણ રાખતા નહીં. એમણે એકવાર કહ્યું હતું કે માંસ વગર જીવી ન શકનારો એકીમો (ધ્રુવ પ્રદેશનો રહેવાસી) અને ફળાહાર પ૨ જીવતો સંન્યાસી બન્ને માઈના જ સંતાન છે. સન ૧૯૫૮માં એમણે એક ભકતને લખ્યું હતું કે વિશ્વદ્રષ્ટિ રાખનારો એક માઈધર્મી દુનિયાના બધાં જ માણસોને શાકાહારી થવાની ફરજ પાડી શકે? ''વર્લ્ડ વેજિટેરીઅન કોંગ્રેસ" (જાગતિક શાકાહારી પરિષદ)ના ઉપપ્રમુખ શ્રી. કેવલર માઈજીની મુલાકાતે આવેલા. તેમણે માઈજીનો આ બાબતમાં અભિપ્રાય માંગેલો, ત્યારે માઈજીએ પોતાના વિચારો જણાવતાં કહ્યું કે આંતરિક ઉન્નતિ ઈચ્છનારાઓ માટે શાકાહા રી હોવું અનિવાર્ય છે. અને પોતાની સુષુપ્ત શકિતઓને જાગૃન કરવા ઈચ્છનારા પશ્વિમના રહેવાસીઓ પણ એમની પ્રગતિના પગલે પગલે શાકાહારી થતા ગયા છે. પણ એટલે દુનિયાના બધા માણસોએ શાકાહારી જ બનવું જોઈએ એવો નિયમ બનાવી શકાય નહીં.

માઈજીનું શારીરીક બંધારણ ડોકટરો માટે આશ્ચર્યજનક બની રહ્યું હતું. એક . વખતે થર્મોમીટ૨માં એમના શરીરની ગરમીનો આંક ૧૦૦ ડીગ્રી જેટલો હતો, અને થોડી જ વાર પછી કંઈ પણ દવા આપ્યા વગર જ ફરીથી થર્મોમીટરથી માપ્યું તો તે એકદમ સાધારણ આંક ૫૨ હતો. એક વખત એક ડોકટરને માઈજીનું બ્લડપ્રેશર ઊંચે ગયું હોય તેમ લાગ્યું પણ પછી ત્રણ કલાક પછી ફરીથી માપ્યું તો એકદમ સાધારણ હતું. આવું ઘણીવાર બનતું.

માઈજીને તીખાં અથાણાંનો બહુ જ શોખ હતો અને ઘણીવાર ભકતોને ઘેર બનાવેલું અથાણું લાવવા કહેતા. એક વાર એક ભકત પોતાના એક સગાંને સખ્ત તાવમાંથી રાહત અપાવવા માઈજી પાસે આવ્યો. માઈજીએ એને ઘે ૨થી બરણી ભરીને અથાણું લાવવા કહ્યું, અને નવાઈ જેવું લાગે પણ જેમ જેમ માઈજી એ અથાણું ખાતા ગયા તેમ તેમ પેલા દર્દીના તાવ ઉતરતો ગયો.

માઈજીએ ઘણાં પુસ્તકો લખ્યા છે. તેમાં 'માઈઝમ' નામનું પુસ્તક મુખ્ય છે. 'મધર એન્ડ મધર્સ થાઉઝન્ડ નેઈમ્સ' 'મધર્સ મેસેજ' 'મધર્સ મેડીટેશન' 'માઈ એડહરન્ટસ ઓથ' અને 'ધી કલે રીઅન કોલ ઓફ માઈઝમ' વગેરે નોંધપાત્ર છે. 'મધર્સ નેઈમ રીપીટેશન' (પઠનમ) છ ભાષામાં પ્રકાશીત થયું છે. ધર્મ અંગેના એમના લેખો 'કલ્યાણ ' 'મહેર મેસેજ' 'જયોતિ' 'શકિત' અને જાપાનના 'અનાનાઈ કીયો' નામના સામાયિકોમાં છપાયા છે. 'દેવાંગના' નામનું ગુજરાતી નાટક પણ એમણે પોતાના શ્રી. ધોળકિયાના નામે છપાવ્યું છે.

માઈજી આ પુસ્તકો જે કોઈ માંગે તેને આપતા. પુસ્તકોમાંથી અગત્યના ફકરાઓ કાઢી પૂંઠા ઉપર ચોંટાડી અને માઈનિવાસની દીવાલો પર લગાડતા.

માઈજી સંગીતમાં પ્રવિણ હતા અને મુંબઈમાં કોઈ કોઈ વાર સંગીતના કાર્યક્રમોમાં માનદ પ રીક્ષક તરીકે જતા.

વિખ્યાત લેખક ડો.બેહરીને માઈજી માટે ખૂબ માન હતું અને એ માઈજીને શ્રી.૧૦0૮ તરીકે સંબોધતા.

માઈજી જયારે કોઈ અગત્યનું પુસ્તક લખતા હોય કે લેખ લખતા હોય ત્યારે કયારેક કયારેક તો રાત્રે જમવાનું જ ભૂલી જતા.

માઈજીની ભકતો સાથેની વર્તણું ક બહુ જ આગવી હતી. એ ભાગ્યે જ કોઈને ઠપકો આપતા. તા.૨૦/૪ ૬૪ને દિવસે માઈજી સાવરે સાડા છ વાગે જાગી ગયા. આ સમય એમને માટે અસાધારણ રીતે વહેલો હતો. એમની સાથે રહેતા ભકતને એમણે એક ફાઈલ માઈનિવાસની પાછળ રહેતા ભાઈશ્રી દલાલને ઘે ૨ આપી આવવા કહ્યું. આ ભકતે હજી દાઢી કરી નહોતી અને નાહ્યા પણ નહોતા. એણે માઈજીને કહ્યું કે પંદર મિનીટમાં તૈયાર થઈને એ ફાઈલ આપી આવે છે. માંઈજીએ કંઈ જ કહ્યું નહીં પણ પોતે શ્રી. દલાલને ઘે ૨ જવાના ઈરાદાથી બૂટ પહેર્યા. પેલો ભકત દોડતો આવ્યો અને માઈજીને પગે પડયો ને ફાઈલ આપવા વિનંતી કરી. ગુરૂએ આનંદથી હસીને ફાઈલ એના હાથમાં આપી અને પેલા ભાઈ ઉઘાડે પગે જ શ્રી. દલાલને ઘેર ગયા.

બીજા એક પ્રસંગે તા.૭મી ઓગસ્ટ ૧૯૬૦માં માઈજી એ ક ભકતને ઘેર રહ્યા હતા, જેવા એ જાગ્યા તેવા પેલા ભકતને બોલાવ્યા અને કહ્યું કે ચાલો, આપણે મંદિરે જઈએ. થોડી ક્ષણો પછી ભકતના માનસનો વિચાર કરીને એમની ન બોલાયેલી શંકાનું સમાધાન કરતા બોલ્યા કે તમને એમ લાગે છે કે મારે મંદિરમાં જતાં પહેલાં મોંઢુ ધોવું જોઈએ? હું મારી મા પાસે જાઉ . મા પાસે બાળક ગમે તે સ્થિતીમાં જઈ શકે. મા અને બાળ ક વચ્ચેના સંબંધ વિષેનું જ્ઞાન આપવાનો કેવો ઉત્તમ રસ્તો!

એવું ભાગ્યે જ બને કે જયારે નોકર ડ્રાયવિંગ શીખવા જાય ત્યારે માલિક એને પોતાનું ઘડિયાળ વાપરવા આપે, અને એવી બહુ જ ઓછી વ્યકિતઓ હશે કે જે પોતાના નોકરની સગવડ સાચવવા પોતાના પ્રવાસના સમયમાં ફેરફાર કરે એવી વ્યકિતઓ તો ભાગયે જ મળશે કે ફકત એમના નોકરને આનંદ થાય એટલા ખાતર જ રસ્તા પરથી લગભગ એકાદ માઈલ દૂર આવેલા એને ઘે ૨ વરસાદ અને વાવાઝોડાને ગણ કાર્યા વગર પ્રેમથી જાય. આ લેખકે માઈજીને આ બધું કરતા જોયા છે. પોતાના હાથ નીચેના માણસો સાથે આવો અત્યંત સદ્દભાવ રાખનાર માઈજી જેવી વ્યકિતઓ આંગળીને વેઢે ગણાય એટલી જ મળે.

બધાં જ માઈધર્મીઓએ એમના પત્રો લખવાના શરૂ કરતાં પહેલાં ''જય માઈ જય માર્કડમાઈ'' એવું લખવું જ જોઈએ. એવા ઘણાં પ્રસંગો છે કે માઈજીએ આવું ન લખેલા પત્રો વગર વાંચે પાછા મોકલાવ્યા છે.

માઈજી વહેમી માન્યતાઓની ખૂબ જ વિરૂધ્ધ હતા. નાસિકમાં એક ભકત આરતી દરમિયાન દીવો ઓલવાઈ ગયો તેથી ખૂબ જ ખિન્ન થઈ ગયો. માઈજીએ એને સમજાવતાં કહ્યું કે માઈ તો દયાનો સાગર છે. તું ધારે છે એવી બાબતોમાં એ નાખુશ થઈ જતી નથી. જો કપૂર ઓછું થઈ જાય કે પવનનું ઝાપટું આવે તો દીવો ઓલવાઈ. જાય એને માના ગુસ્સાનું કારણ ન ગણવું. મા કદી ગુસ્સે થતી નથી,

માઈજી એમની વાતચીતમાં અથવા અગત્યના વિષયોની ચર્ચામાં વચ્ચે વચ્ચે હાસ્ય ઉમે ૨તા અને રમુજી ટુચકા અથવા કહેવતો કહેતા જેથી સાંભળનારાને કંટાળો ન આવે.

માઈજી એક ઉત્તમ યજમાન હતા. એ એમને ત્યાં આવનારને હંમેશા અવશ્ય નાસ્તો કરાવતા.


જ જયમાઈ જ

જ જ યમાઈ જ 

 ક૨ણ ૩૪

પ્રતિજ્ઞા : વસિયતનામુ.


તા.૨૩–૧૨–૧૯૬ ૨ના ૭૭માં જન્મદિવસથી ભાઈજી માઈધર્મમાં શ્રધ્ધા રાખનારની કસોટી માટે એક પ્રતિજ્ઞાપત્ર ક કરવા વિચારતા હતા.

સન ૧૯૬૨ના સપ્ટેમ્બરમાં પ્રતિજ્ઞા લેવાની ઔપચારિક પધ્ધતિ અમલમાં મૂકાઈ. પ્રતિજ્ઞા લેવા માટે એક ચોક્કસ પધ્ધતિ નક્કી કરવામાં આવી છે..

વિશ્વના ધર્મોના ઈતિહાસમાં પહેલી જ વાર વિāકયની ભાવનાની જાહેરાત કરવામાં આવી હતી. જેઓ પૂરેપૂરા માઈસ્ટ થયા હોય તેઓને માટેનું સંબોધન યુ.આર.એમ. યુનિવર્સલ રિલીજીઓનીસ્ટ માઈઝમ) અને તે પોતાના વંશિક ધર્મને વળગી રહીને માઈઝમના સિધ્ધાન્તોથી આકર્ષાઈ માઈસ્ટ થયા છે તેમને માટે યુ.આ૨.એચ.એમ., યુ.આ૨.સી.એમ. ('એચ' એટલે હિન્દુ, 'સી' એટલે ક્રિશ્ચિયન, 'એમ' એટલે મુસલમાન વગેરે) જેવા સંબોધનો નક્કી થયા. આજે ઘણી મોટી સંખ્યામાં સંપૂર્ણ માઈધર્મીઓ છે. થોડી ઘણી સંખ્યામાં હિંદુ, ક્રિશ્ચિયન, ઝોરાષ્ટ્રીઅન કે શીખ માઈધર્મીઓ પણ છે.

કોઈપણ વ્યકિતએ માઈધર્મ સ્વીકાર્યો અને યુ.આર.એમ.નું માનદ્ સંબોધન પ્રાપ્ત કર્યું એનો અર્થ એ કે તે કોઈપણ ધર્મના માણસ પ્રત્યે પ્રેમ, સેવા અને ભકિતથી વર્તવા વચનબધ્ધ થયો છે.

:વસીયતનામુ: માઈજીએ એમનું પહેલું વસિયતનામુ સન ૧૯૫૫માં એ જાપાન ગયા તે પહેલાં કરી દીધું હતું. એ વીલ બદલીને ઘણું મોટું બીજું વીલ એમણે તા.૧૫-૧૦-૬૨ના દિવસે ત્રિચુ ૨માં રજિસ્ટર કરાવ્યું હતું અને તેમાં પણ કેટલાક ફેરફાર જરે લાગવાથી છેલ્લું વીલ મુંબઈમાં તા.૨૬-૪-'૬૬ માં રજીસ્ટર કરાવ્યું હતું અને થોડાં સમય પછી તા.૧૮-૧૧-'૬૬માં એક પૂરક વસિયતનામું (codicl) બન

-૨જીસ્ટર કરવામાં આવ્યું છે.

'માઈનિવાસ' અને બીજી સ્થાવર જંગમ મિલ્કતનો વહીવટ અને વ્યવસ્થા સંભાળવા એક માર્ગદર્શક ટ્રસ્ટ (A testamentary Trust) સ્થાપવામાં આવ્યું


જ યમાઈ જ

જ જ યમાઈ જ

પ્રક૨ણ ૩૫ 

આશિર્વાદના પ્રસંગો.


મા-માઈ અને માઈસ્વરૂપ માઈજી એ માઈધમીઓને આધ્યાત્મિક લાભ : છે. આ સાથે ભકતોની સાંસારિક ઈચ્છાઓ પણ અદ્ભૂત રીતે પરિપૂર્ણ કરી છે. મા-માઈ અને માઈજીની ભકિતથી ગરીબો ધનવાન બન્યા છે, અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓ સાજા થયા છે, ઘ રબાર વગરના લોકોએ પોતાના બંગલા બંધાયા છે, બેકારો ઊંચી પદવીના ઓફિસરો બન્યા છે, નબળા વિદ્યાર્થીઓ પરીક્ષા માં ઉત્તીર્ણ થયા છે, અપ રણિત વ્યકિતઓને લગ્ન માટે યોગ્ય પાત્ર મળ્યા છે, આંતરિ , કલહથી પીડિત પતિ-પત્નીના સંબંધો શાંતિમાં પરિણમ્યા છે. પરિણીતો સંસારિક સુખ સંબંધમાં સમાધાન પામી સુખી થયા છે. સ્ત્રીની સૂની કૂખો સંતાન પામી છે. વેપાર-ધંધો વિકસ્યા છે, કોર્ટ કચેરીના ઝઘડા સફળતાપૂર્વક ઉકલી ગયા છે, અને આધિ-વ્યાધિ અને ઉપાધિ, ચિંતા, શોક કે વિષાદ સદંતર નિર્મળ થઈ ગયા છે. આવા પ્રસંગો અગાઉના પ્રકરણોમાં યોગ્ય સ્થળે વર્ણવ્યા છે. બધાં જ પ્રસંગોનું વિસ્તૃત વર્ણન કરીએ તો પુસ્તકો ભ૨ાય. એમ છતા થોડા બીજા પ્રસંગો નીચે વર્ણવ્યા

શ્રી.અર્નેસ્ટ કર્ક જેમણે ધી વર્લ્ડઝ નીડ એન્ડ માઈઝમ' નામનું પુસ્તક લખ્યું છે. તેમને સન. ૧૯૫૪માં અકસ્માત થયો હતો. માઈજી તે સમયે કાલીકટમાં 'સીસ્ટસ સોશ્યલ'માં હાજરી આપવા ગયા હતા. શ્રી. કર્ક પોતાનો ભાંગેલો હાથ ઝોળીમાં રાખીને મા ઈજીને મળવા ગયા. માઈજીએ તેમને એ રાત્રે માઈના ફોટા સોમે તે છે. ઓ૨ડામાં સુઈ જવા જણાવ્યું. બીજે દિવસે સવારે જયારે શ્રી પ્રાણજીવન ઇલા એમને માટે ચાહ અને ટોસ્ટ લઈને ગયા ત્યારે આ અંગ્રેજ મહેમાન હાથ ઝોળીમાં ન હતો. મિ. કકે આનંદથી કહ્યું કે હું સાજો થઈ ગયો છે. અને જરા પણ પ્રયત્ન વેગ ભાંગેલો હાથ આખા શરીર પર ફેરવી બતાવ્યો.

ઈ.સ. ૧૯૫૯નો એક બીજો પ્રસંગ નીચે જણાવું છું. આર્થિક रीते सामान्य સ્થિતિના મધ્યમવર્ગના દેવકીઅમ્મા નામે એક નાનાં ઘ ૨ માં એમના પતિ સાથે રહેતા હતા. એમના પતિ એક હાઈસ્કૂલમાં સામાન્ય દ૨જજાના કર્મચારી હતા. એમની ઓછી આવકમાં તકલીફથી ઘરસંસાર ચલાવતા હતાં. એમનો એક દીકરો તામિલનાડુમાં કોઈ જગ્યાએ નોકરી કરતો હતો. તે કયારેક કયારેક થોડી રકમ મોકલાવતો હતો. આ માર્ગે આવતી આવક પણ થોડા સમય પછી અચાનક આવતી બંધ થઈ ગઈ. બે વર્ષ સુધી એ છોકરાનો પત્ર કે પત્તો ન હતો. દેવકી અમ્મા પૈસા કરતાં એના દીકરાની સ્થિતિ વિષે વધુ ચિંતિત હતા. એ માઈમંદિરની નજીક જ રહેતાં હતાં તેથી એક દિવસ માઈમંદિરમાં આવીને ત્યાનાં વ્યવસ્થાપક માઈપુત્રી થંગમને પોતાનું દુ:ખ કહ્યું. માઈપુત્રીએ તેમને નવ શુક્રવાર સુધી એક પણ શુક્રવાર ચૂકયા વગર માઈપૂજામાં હાજરી આપવાની સલાહ આપી. તેમણે આ સલાહ સ્વીકારી અને એનો અમલ કર્યો. નવ શુકવાર પછીના ત્રીજે દિવસે એ સન્નારી આતુરતાપૂર્વક ટપાલીની રાહ જોતાં હતાં. ઘણાં સમયથી ટપાલી એમના વાડામાં આવ્યો ન હતો. પણ પ્રત્યેક વ્યકિતના હૃદયમાં આશા તો હોય છે જ અને માઈ પ્રત્યેની ભકિતએ આ આશામાં ઉમેરો કર્યો હતો. દેવકીઅમ્માએ એક જુવાન માણસને પોતાની તરફ આવતો જોયો. એમની આંખો નબળી પડી ગઈ હતી એટલે એમને એ યુવાનનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહીં. પણ એમણે આતુરતાથી ધ્રુજતો હાથ પત્ર મેળવવા લંબાવ્યો પણ ધારેલો પત્ર હાથમાં ન આવ્યો. એને બદલે એમના હાથને એણે ધીરેથી પકડી લીધો અને ઘણાં જ પ્રેમથી અમ્મા કહીને બોલાવી. દેવકીઅમ્માની પ્રાર્થનાના જવાબરૂપે માઈએ એના ખોવાયેલા દીકરાને મોકલ્યો હતો. આ પ્રસંગની માઈશિશુ યુ.જી. મેનનને એટલા માટે ખબર છે કે એ માઈપુત્રી યંગમના પતિ છે.

એક છોકરાને ટાયફોડ થયો હતો તેથી એને હરકિસનદાસ હોસ્પિટલમાં ડો.યોધની દેખરેખ નીચે રાખ્યો હતો. એક દિવસ ઓચિંતુ જ એ છોકરાના માથામાં ઠીમણું નીકળી આવ્યું. જયા સુધી ટાયફોઈડની અસર છે ત્યાં સુધી કશું જ થઈ શકે નહીં એમ ડો.યોધે કહ્યું. આ છોકરાના પિતા માઈજીના મિત્ર હતા. તેથી મા ઈજી એ ક દિવસ દર્દીની ખબર પૂછવા હોસ્પિટલમાં ગયા અને દર્દીને આશ્વાસન આપવા

पान 138 व 139-एना माथापर પર હાથ ફેરવ્યો, બીજે દિવસે પૂના જતા પહેલા માઈજી ફ રી થી હોસ્પિટલમાં ગયા. આ છો ક ર ાએ માઈજીને આવતા જોયા અને જેવા તે એક આવ્યા કે તરત મોટેથી બોલ્યા, ''આવો, માઈ કાકા, મારૂ ઝીમ અને તાવ બન્ને જતાં રહ્યા છે.''

- જુન ૧૯૬૩માં ગોંડલમાં (સૌ રાષ્ટ્ર) એવું બન્યું કે એ ક બહેને રસ્તા માં પડેલી ઈલેકટીકનો તાર પકડી લીધો. લાઈનમાં કશીક ખામીને લીધે આ તા ર માં વીજળી નો પ્રવાહ ચાલુ હતો. તે બહેનને ઈલેકટ્રીકનો આંચકો લાગ્યો અને એ તાર સાથે ચોંટી ગયા. એમની બુમ સાંભળી એમની દીકરી એ મની મદદે આવી અને એ તેમને એડકી એટલે એ પણ ચોંટી ગઈ. બન્ને જણાં મદદ માટે બૂમો પાડવા લાગ્યા. લોકોનું ટોળ ભેગું થઈ ગયું પણ કોઈ મદદ કરી શકયું નહીં. એટલામાં એ નાની છોકરીએ ''જય માઈ જય માકંડ માઈ'' મોટેથી બોલવાનું શરૂ કર્યું અને એની સાથે ટોળું પણ જોડાયું અને બધાના આશ્ચર્ય વચ્ચે તાર એની મેળે જ છુટો પડી ગયો. મા દીકરી બન્ને બચી ગયા.

- ઈ.સ.૧૯૬૩નો એક બીજો કિસ્સો કેરાળાનો છે. એ ક બોજો ૨ વર્ષના માજીને ગાલના અંદરના ભાગમાં બે ગોળ ચકરડાં જેવું દેખાયું એનો એ ક ઈચ જેટલો ઘે ૨ાવો હતો અને ૧/૮ ઈંચ જેટલી જાડાઈ હતી. વચ્ચે એક નાનો ખાડો હતો. બહુ જ દુ:ખાવાને લીધે ખોરાક પણ લઈ શકાતો નહોતો. એ મનો દી કરો એ મને બે ત્રણ ડોકટરો પાસે લઈ ગયો. ડોકટરોને કેન્સર હોવાનો વહેમ પડયો એટલે માજી ને મુંબઈ લઈ જવા કહ્યું. એમનો બીજો દીકરો તે વખતે મુંબઈમાં જ હતો છતાં માજીએ મુંબઈ જવાની ઘસીને ના પાડી દીધી. એને બદલે તેમણે માઈજીની સલાહ મંગાવી અને આશિર્વાદ માં ગ્યા. માજી એ માઈજી ની સલાહ પ્રમાણે ચોક્કસાઈપૂર્વક ભકિતભાવથી માઈએ આપેલા મંત્રનું રટણ કરવાનું શરૂ કરી દીધું. એમની સાય મા ઈજીના આશિર્વાદ તો હતા જ, થોડા અઠવાડિયામાં એ મને પૂરે પૂરૂ સારૂ થઈ ગયું અને ફરીથી માંદા પડયા વગર બીજા નવ વર્ષ જીવી ગયા. આ માજી તે શ્રી. યુ.જી. મેનનના માતુશ્રી હતા.

- ગા ભકતોને કદાચ એમ લાગે કે આ બધા પ્રસંગો તો માઈજીના જીવન - સ્થાનના છે અને હવે સંત માઈસ્વરૂપ જીવંત નથી તો આવી માઈકૃપા થવાની

ટો ઓછી છે. પણ આવી શંકા કરવી જરૂરી નથી. કારણ કે માઈજીએ વારંવાર વચન આપ્યું છે કે જયારે એ સદેહે હાજર નહીં હોય ત્યારે પણ એ ભકતોનું વધારે ભલ કરે છે અને મદદ કરશે. નીચે નોંધેલો પ્રસંગ માઈજીના દેહવિલય પછી પાંચ વર્ષે બનેલો.

માઈના એક અનન્ય ભકતના કુટુંબી બહેન હેમાને મુંબઈની તાતા મેમોરીયલ હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. એમને ૩જી જૂન ૧૯૭૨ના દિવસે સવારે ૧૧-૪૦ વાગે ઓપરેશન થીએટરમાં લઈ જવામાં આવ્યા. સ્વાભાવિક રીતે જ જયારે એમને ઓપરેશન પૂર્વે અપાતી બેભાન કરવાની દવા આપવાના સમયે જ રા નરમ પડી ગયા, અને 'જયમાઈ જય માર્કડમાઈ' મંત્રનું રટણ કરવાનું ચાલુ કર્યું. ત્યારે એક એવો ચમત્કાર બન્યો કે એમનું મગજ શાંત થઈ ગયું. એક હાથ ઊંચો કરીને આર્શિવાદ આપતા અને પાસે આવતા માઈસ્વરૂપ એમને દેખાયા. ઉત્સાહજનક થોડાં શબ્દો બોલીને હાથ ઉપર મૂકયો. બહેને એમના હાથનો સ્પર્શ અનુભવ્યો.

ઓપરેશન પછી બહેનને પોતાની રૂમમાં લાવવામાં આવ્યાં જયાં એમને લગભગ ત્રણ કલાકે ભાન આવ્યું. એમની સેવામાં જે ડોકટરો અને નર્સ હતા તેમણે એમ ધારેલું કે દર્દી ભાનમાં આવશે એટલે ખૂબ જ દુ:ખાવો થશે. એટલે દુ:ખ મટાડવા માટે આપવાના ઈન્જકશનો તૈયાર રાખ્યા હતાં. દર દસ મિનીટને અંતરે ડોકટર અને નસે ઈન્જકશન આપવાનો સમય થયો હશે એમ ધા રીને તપાસ કરી જતાં હતા. આવા એક સમયના અંતરની વચ્ચે માઈસ્વરૂપ તે ઓરડીમાં આવ્યા અને તાની બાજુમાં પથારીમાં બેઠા અને કહ્યું, ''હું તારું દુ:ખ નિવારવા આવ્યો છું.

" કરારી, તું જલદીથી સાજી થઈ જઈશ.'' ત્યાર પછી દર્દીબહેન કોઈપણ " પાડાની ફરિયાદ કર્યા વગર શાંતિથી ઊંઘી ગયાં, થોડા સમય પછી ડોકટર દર્દીના રૂમમાં આવ્યા. આશ્ચર્ય અને અવિશ્વાસથી દર્દીને જોઈ જ રહ્યાં. ઈજેકશન આપવાની બધી તૈયારી એમની એમ જ રહી. આ અદ્ભૂત બનાવ માટે એમને કોઈ જ કારણ જડયું નહીં. એમને તો એમ જ લાગ્યું કે આ દર્દીએ ડોકટરી દુનિયામાં વિક્રમ સ્થાપ્યો છે. | આ દર્દીના પિતા માઈબંધુ એન.કે.પી. નાયરે આ કિસ્સો સિકંદરાબાદમાં ૧૫-૧૦-'૭૨માં માઈ કોન્વોકેશન વખતે પોતાના ભાષણ માં વર્ણવ્યો હતો.


જ જયમાઈ જ

જે જ યમાઈ

પ્રકરણ ૩૬

માઈજી માઈમાં સમાઈ ગયા. 


એક વખત એક જયોતિષે એવો અભિપ્રાય આપેલો કે માઈજીને ઈચ્છામ૨ણ નું વ૨દાન છે. લગભગ સન ૧૯૬ ૨ થી માઈજી ધીરે ધીરે તૈયારી કરતા હતા. એર્નાકુલમમાં માઈકોન્વોકેશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે માઈજીએ ૧૯૬ ૨માં એક ભકતને લખ્યું હતું, ''આપણે એવું માનવું રહ્યું કે આ છેલ્લું સંમેલન છે.'' આ શબ્દો દૈવીવાણીની જેમ સાચા પડયા. એર્નાકુલમના સંમેલનમાં હાજરી આપી પાછા આવ્યા પછી એમણે કોઈ પણ સંમેલનમાં હાજરી આપી નથી.

કદાચ માઈજી શારીરિક રીતે થાકી ગયા હતા. કદાચ એમને એમ લાગ્યું હશે કે એમણે જે ભકતોને તૈયાર કર્યા છે એ એમનું કાર્ય આગળ વધારશે. એ ધીરે પગલે બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થતા જતા હતા. તા.૭-૧૦-'૬૫માં એક લેખીત આદેશથી એ